Public Holiday in September : રજાઓની રાહ કોને ના હોય, દરેક લોકો રજાની રાહ જોઈને બેઠા હોય છે તે પછી વિદ્યાર્થી હોય કે સરકારી કર્મચારી કે પછી પ્રાઇવેટ કર્મચારી. અને એમાં પણ વાર તહેવાર માં રજા ની મજા જ કંઈક અલગ હોય છે, તો આજે આપણે સપ્ટેમ્બર મહિનામાં આવતી તહેવારોની ઑફિસિયલ રજાઓ અને અન્ય ઑફિસિયલ રજાઓની વિગતવાર જાણકારી મેળવીએ અને ખાસ કરીને બેંક ક્યાં દિવસે બંધ રહેશે તે અંગેની માહિતી મેળવીએ જેથી તમે બેંકનું કામ યોગ્ય સમયે પતાવી શકો.
સપ્ટેમ્બર મહિનાની રજાઓ | Public Holiday in September
હાલ ચાલુ વર્ષ 2024 માં સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો આવવાના છે જેમ કે ગણેશ ચતુર્થી, ઓનમ, ઇદ વગેરે વગેરે તો સ્વાભાવિક વાત છે કે જેટલા તહેવારો વધારે તેટલી રજાઓ પણ વધારે એટલે કે સપ્ટેમ્બર મહિના ના 30 દિવસમાં ટોટલ 09 દિવસની તો રજાઓ આવે છે. તો ચાલો જાણીએ કે આ તહેવારો ક્યારે છે અને કઈ કઈ દિવસે રજાઓ આવે છે.
- સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ રવિવાર થી થાય છે તેથી 1 સપ્ટેમ્બરે સ્કૂલ, કોલેજ અને નોકરિયાતોને રજા રહેશે.
- 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે તો આ દિવસે તો જાહેર રજા છે જ.
- 8 સપ્ટેમ્બરે રવિવાર છે તો 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ની રજા અને 8 સપ્ટેમ્બરે રવિવારની રજા એમ એકસાથે બે દિવસની રજા ની મજા મળવાની છે.
- 15 સપ્ટેમ્બરે ઓણમ નો તહેવાર છે એટલે આ દિવસે પણ જાહેર રજા મળશે પણ દુઃખ ની વાત એ છે કે આ દિવસે જ રવિવાર છે, તો આપણી એક રજા તો રવિવારમાં ગઈ.
- 16 સપ્ટેમ્બરે ઇદ એ મિલાદ છે તો આ દિવસે પણ જાહેર રજા મળશે એટલે 15 સપ્ટેમ્બરે ઓણમની રજા અને 16 સપ્ટેમ્બરે ઇદ એ મિલાદ ની રજા એટલે ફરી એકસાથે બે દિવસની રજા ની મજા.
- 22 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી આ દિવસે બધા લોકોને રજા.
- 28 સપ્ટેમ્બરે બીજો શનિવાર હોવાથી ફક્ત બેંક માટે રજાઓ રહેશે એટલે જો આ દિવસે બેંકે જવાનું વિચાર્યું હોય તો ખોટો ધક્કો ના ખાતા.
- 29 સપ્ટેમ્બરે ફરી રવિવાર છે એટલે આ દિવસે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજા.
તો ઉપર મુજબ સપ્ટેમ્બર મહિના માં રજાઓ જોવા મળે છે, ઓણમ અને રવિવાર એક દિવસે આવી ગયા ને.. બાકી હજુ એક રજા વધી જાત. પણ કઈ વાંધો નહીં આટલા દિવસની રજા પણ મજા જ છે ને..! દરરોજ રજા ની રાહ જોતા તમારા વિદ્યાર્થી મિત્ર કે કર્મચારી મિત્ર ને આ આર્ટિકલ શેર કરી જણાવો કે આ મહિના માં આટલા દિવસની રજાઓ આવે છે, ધન્યવાદ.