PVC Aadhar Card Online Apply : હવે લેમીલેસન વાળા જુના આધારકાર્ડ ન ફેંકી દો કેમકે હવે બજારમાં આવ્યો છે નવું આધારકાર્ડ. આ આધાર કાર્ડ તમારા એટીએમ કાર્ડ જેવું જ પ્રીમિયમ દેખાય છે તેથી આ આધારકાર્ડને પોકેટમાં રાખવું ખૂબ જ સરળ બને છે અને સૌથી જરૂરી બાબત કે આ આધાર કાર્ડ દરેક જગ્યાએ માન્ય છે. તો ચાલો આ આધાર કાર્ડ કેવી રીતે ઓર્ડર કરવું તેમજ આ આધારકાર્ડના ફાયદાઓ વિશે જાણકારી મેળવીએ.
પીવીસી આધારકાર્ડના ફાયદા
હવે રોજબરોજની જિંદગીમાં આપણને આધાર કાર્ડ ની જરૂર પડે જ છે અને આ પરિસ્થિતિમાં આપણું સામાન્ય આધારકાર્ડ વધારે ઉપયોગમા લેવાથી ઘસાઈ જાય છે, ફાટી જાય છે અથવા પલળી જાય છે. સામાન્ય આધાર કાર્ડ ની આ બધી જ મર્યાદાઓને પીવીસી આધાર કાર્ડ દૂર કરે છે.
- પીવીસી આધારકાર્ડ આપણા એટીએમ કાર્ડ જેવું જ હોય છે કે આપણા પોકેટમાં સરળતાથી સાચવી શકાય છે.
- પીવીસી આધાર કાર્ડ ની મજબૂતાઈ જોરદાર હોવાથી વારંવાર તેનો ઉપયોગ કરવાથી પણ ઘસાઈ જતું નથી.
- પીવીસી આધાર કાર્ડ વોટરપ્રૂફ હોવાથી પલળી જવાનો ભય રહેતો નથી.
- આ ઉપરાંત પીવીસી આધાર કાર્ડ સામાન્ય આધાર કાર્ડની જેમ ફાટી જતું નથી.
- અને આ આધાર કાર્ડનો દેખાવ પણ એકદમ પ્રીમિયમ લાગે છે.
પીવીસી આધારકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા | PVC Aadhar Card Online Apply
- પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવા માટે સૌપ્રથમ https://myaadhaar.uidai.gov.in/ વેબસાઈટ ઓપન કરો.
- આ વેબસાઈટ ઓપન કરતા જ તમને “માય આધાર” નામનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારે “ગેટ આધાર” નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- આ વિકલ્પ પસંદ કરતા જ તમને “ડાઉનલોડ પીવીસી આધાર” નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનો ઓપ્શન આવશે અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે તેમજ નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો થશે.
- ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હોય તે મોબાઈલ નંબર દાખલ કરો.
- આ મોબાઈલ નંબર દાખલ કરતા જ ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરો.
- હવે તમારે ₹50 ફી ભરવાની થશે તો જેવા તમે આ ફી ભરશો એટલે તમારું પીવીસી આધાર કાર્ડ માટે ઓનલાઇન ઓર્ડર થઈ જશે.
હવે થોડા જ દિવસોમાં પોસ્ટ દ્વારા તમને તમારું પીવીસી આધાર કાર્ડ મળી જશે. હવે આ પ્રીમિયમ લુક વાળા બધેજ કરી શકશો જ્યાં તમે સામાન્ય આધારકાર્ડનો ઉપયોગ કરતા.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો તમારા કોઈ મિત્રને આવું પ્રીમિયમ આધારકાર્ડ બનાવવાનો શોખ હોય તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.