Railway Recruitment 2024: 10 પાસ અને 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. જો તમે ઓછામાં ઓછા 10 પાસ છો અને સારી નોકરીની શોધમાં છું તો આ સમાચાર ફક્ત અને ફક્ત તમારા માટે જ છે કેમ કે રેલવે દ્વારા ફક્ત 10 પાસ અને 12 પાસ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
રેલ્વ બોર્ડ દ્વારા 2438 જગ્યા પર એપ્રેન્ટીન્સ માટે ભરતી | Railway Recruitment 2024
જે ઉમેદવાર મિત્રો ઓછામાં ઓછી 10 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ માટે સાઉર્થન રેલવે બોર્ડ દ્વારા 2,438 ની જગ્યા પર એપ્રેન્ટીન્સ ને ભરતી જાહેર કરી છે. તો આ ભરતીની માહિતી મેળવીએ કે ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તેની માહિતી.
આ ભરતીમાં ભાગ લેવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવાર મિત્ર 10 પાસ ધોરણ પર અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ આઈ.ટી.આઈ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત જે ઉમેદવાર મિત્રો 12 પાસ પર અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવાર મિત્રોએ ધોરણ 12 સાયન્સમાં કરેલું હોવું જોઈએ, તેમાં પણ ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયો સાથે પાસ કરેલું હોવું જોઈએ.
કેટલી ઉમરના ઉમેદવારો અરજી કરી શકશે ?
રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 15 વર્ષની ઉંમર અને વધુમાં વધુ 24 ઉંમરના ઉમેદવાર મિત્રોને જ અરજી કરવાની તક આપવામાં આવે છે, આ ઉપરાંત અનામત કેટેગરીના ઉમેદવાર મિત્રોને નીચે મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે.
- ઓબીસી કેટેગરીમાં આવતા ઉમેદવાર મિત્રોને ત્રણ વર્ષની છૂટછાટ મળે છે.
- એસ સી અથવા એસટી કેટેગરીમાં આવતા ઉમેદવાર મિત્રોને પાંચ વર્ષની છૂટછાટ મળે છે.
અરજી કરવા માટે કેટલા રૂપિયા ફી છે ?
જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે ₹100 ચૂકવવાના રહેશે આ ઉપરાંત આ સિવાયની કેટેગરીના ઉમેદવાર મિત્રોને અરજી ફી મફત છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
ઉમેદવાર મિત્રો હવે ફક્ત 3 જ દિવસ બાકી છે એટલે કે 12/08/2024 પહેલા તમારે આ ભરતીમાં ફોર્મ ભરી દેવું પડશે.
Railway Recruitment 2024 Online Apply
આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે
- સૌપ્રથમ તમારે https://sr.indianrailways.gov.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઈટ ઓપન કર્યા બાદ Act Apprentice 24-25 નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમને “ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન” નામનું ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
- હવે તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ મળેલા યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
- હવે અરજી ફોર્મમાં પૂછી લેવી હોય તો ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ જે ઉમેદવાર મિત્રોને અરજી ફી ચૂકવવાની છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે.
- હવે સબમીટ બટન પર ક્લિક કરો.
આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો આ ઉપરાંત વધારાની માહિતી માટે ઉપર દર્શાવેલી વેબસાઈટ પરથી જ તમે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી મેળવી શકો છો, ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ ઉમેદવાર મિત્રો કે જે નોકરીની શોધમાં છે તેઓને આ આર્ટીકલ શેર કરવા વિનંતી.
Read More: