Ration Card Benefits : જન્માષ્ટમી નિમિતે સરકારે જાહેરાત કરી છે કે રાશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા અને બાજરી સાથે સાથે તેલ, ખાંડ, મીઠું, તુવેરદાળ વગેરે પણ આપવામાં આવશે, કોને કેટલા પ્રમાણમાં મળશે તેમજ ક્યાં ક્યાં જિલ્લામાં મળશે એ તમામ માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.
રાશનકાર્ડ ધારકોને આ લાભ મળશે : Ration Card Benefits
ગુજરાત રાજ્ય સારાકર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આખા રાજ્ય માં 74,00,000 રાશન કાર્ડ ધારકોને રશનનો લાભ આપવામાં આવે છે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા વિનામૂલ્યે મળવાપાત્ર વસ્તુઓ તેમજ મળવાપાત્ર જથ્થો વગેરેની માહિતી પણ નીચે મુજબ આપેલી છે.
વિનામુલ્યે મળવાપાત્ર અનાજ
અનાજનું નામ | કોને મળશે | મળવાપાત્ર જથ્થો | ક્યાં જિલ્લા માટે સહાય |
ઘઉં | અંત્યોદય કુટુંબો(AAY) | રાશન કાર્ડ દીઠ 15 કિલોગ્રામ | દરેક જિલ્લાઓ |
ઘઉં | અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ | દરેક જિલ્લાઓ |
ચોખા | અંત્યોદય કુટુંબો(AAY) | રાશન કાર્ડ દીઠ 20 કિલોગ્રામ | દરેક જિલ્લાઓ |
ચોખા | અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ | દરેક જિલ્લાઓ |
બાજરી | અંત્યોદય કુટુંબો(AAY) | રાશન કાર્ડ દીઠ 5 કિલોગ્રામ | બધા જિલ્લાઓ (વડોદરા સિવાય) |
બાજરી | અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ | બધા જિલ્લાઓ (વડોદરા જિલ્લા સિવાય) |
જુવાર | અંત્યોદય કુટુંબો(AAY) | રાશન કાર્ડ દીઠ 5 કિલોગ્રામ | ફક્ત વડોદરા |
જુવાર | અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) | વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ | ફક્ત વડોદરા |
સસ્તા ભાવે મળવાપાત્ર વસ્તુઓ
વસ્તુનું નામ | કોને મળશે | મળવાપાત્ર જથ્થો | એક કિલોગ્રામના ભાવ |
ચણા | N.F.S.A. માં આવતા કુટુંબો | રાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ | 30 રૂપિયા |
તુવેર દાળ | N.F.S.A. માં આવતા કુટુંબો | રાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ | 50 રૂપિયા |
જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત ખાવાનું સિંગ તેલ | N.F.S.A. માં આવતા કુટુંબો | રાશનકાર્ડ દીઠ 1 લિટર પાઉચ | 100 રૂપિયા |
ખાંડ | અંત્યોદય કુટુંબો | 3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિલોગ્રામ 3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિલોગ્રામ | 15 રૂપિયા |
ખાંડ | બીપીએલ કુટુંબો | વ્યક્તિદીઠ 0.350 કિલોગ્રામ | 22 રૂપિયા |
જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત વધારાની ખાંડ | અંત્યોદય કુટુંબો | રાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ | 15 રૂપિયા |
જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત વધારાની ખાંડ | બીપીએલ કુટુંબો | રાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ | 22 રૂપિયા |
મીઠું | N.F.S.A. માં આવતા કુટુંબો | રાશનકાર્ડ દીઠ 1 કિલોગ્રામ | 1 રૂપિયા |
રાશનકાર્ડ ધારકોને જણાવી દઈએ કે આ ઉપરની માહિતી મુજબ ઉપરની વસ્તુનું વિતરણ 01/08/2024 થી 31/08/2024 સુધી ચાલુ રહેશે. આશા રાખું છું કે ઉપરની માહિતી તમને મદદરૂપ બની હશે, જો આ માહિતી તમને મદદરૂપ બની હોય તો દરેક રાશનકાર્ડ ધારક સુધી આ માહિતી શેર કરવા વિનંતી.
Read More: