RBI Guidelines For Loan: આરબીઆઈએ ખાસ ટકોર કરી, આ એપ્સ દ્વારા જ લોન લેવી, જાણો એપ્સનું લીસ્ટ

RBI Guidelines For Loan : હમણાં બજારમાં ઘણી બધી એવી એપ્લિકેશન્સ જોવા મળે છે જે તમને લોન પ્રોવાઈડ કરે છે પરંતુ આપણને કેવી રીતે ખબર પડે કે આ એપ્લિકેશન સાચી છે કે ખોટી કારણકે પૈસાનો સવાલ છે. દરેકને ડર રહે છે કે તેની સાથે કોઈ છેતરપિંડી ન થાય. પરંતુ હવે આ ડર દૂર કરવાનો સમય આવી ગયો છે. કેમ કે…

હવે આરબીઆઈ જ તમને જણાવશે કે તમારે કઈ એપ્લિકેશન ની મદદથી લોન લેવી જોઈએ અને કઈ ડિજિટલ લોન એપ્લિકેશન આપણા માટે નુકસાનકારક છે. જેથી ભારતના નાગરિકો સાથે કોઈ નકલી ડિજિટલ લોન એપ્લિકેશન છેતરપિંડી ના કરી શકે.

આરબીઆઈની વ્યવસ્થા | RBI Guidelines For Loan

હાલમાં આરબીઆઈની ત્રણ દિવસની બેઠક બાદ ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે. તે માનો જ એક આ નિર્ણય છે કે ભારતના નાગરિકોને છેતરપિંડીવાળી ફેક ડિજિટલ લોન એપ્લિકેશનથી કેવી રીતે દૂર કરવા.

હવે ભારતમાં ચાલી રહેલી લોન આપતી એપ્લિકેશન કે નવી બની રહેલી ડિજિટલ લોન એપ્લિકેશનને પોતાની બધી જ માહિતી આરબીઆઈ ને જણાવવાની રહેશે.

ત્યારબાદ આરબીઆઈ દ્વારા આ ડિજિટલ લોન એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે અને પછી આરબીઆઈ તે ડિજિટલ લોન એપ્લિકેશનને પોતાના ડેટાબેઝમાં સામેલ કરશે. એટલે કે જે ડિજિટલ લોન એપ્લિકેશન ભારતના નાગરિકો માટે સુરક્ષિત છે તે એપ્લિકેશન્સને આરબીઆઈની વેબસાઈટ પર લીસ્ટ કરવામાં આવશે. તેથી…

જે લોકોને એપ્લિકેશન્સની મદદથી લોન લેવી છે તે લોકો આરબીઆઈની વેબસાઈટ પર જઈ આ લોન આપનાર એપ્લિકેશન્સની લીસ્ટ જોઈ જે તે એપ્લિકેશન્સની મદદથી લોન લઈ શકશે.

આવી રીતે ભારતના કોઈપણ નાગરિક સાથે ફેક લોન એપ્લિકેશન્સ છેતરપિંડી નહીં કરી શકે.

Read More : કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ, જલ્દીથી પાકુ મકાન બનાવવા અરજી કરો

1100 એપ્સ માંથી 500 એપ્સ ફેક છે

ભારતમાં હાલ 1100 જેટલી ડિજિટલ લોન એપ્સ છે પરંતુ ચોક આવનારી વાત તો એ છે કે આ 1100 જેટલી ડિજિટલ લોન એપ્સ માંથી ફક્ત 600 જેટલી એપ્સ કાયદેસર છે.

બાકીની 500 ડિજિટલ લોન એપ્સ હજુ કાયદેસર નથી અને આમાંથી ઘણી બધી ડિજિટલ લોન એપ્સ લોન લેનારની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઓછા વ્યાજ દરે લોન પ્રોવાઇડ કરવાની જાહેરાત કરી છેતરપિંડી કરે છે.

તો મિત્રો આરબીઆઈનું આ પગલું તમને કેવું લાગ્યું ? શું આરબીઆઈના પગલાંથી ભારતના નાગરિકો ડર્યા વગર ડિજિટલ લોન એપ્સ પર ભરોસો કરી શકશે ? તમારી રાય કોમેન્ટ કરી જરૂર બતાવજો. આ ઉપરાંત જો તમારો કોઈ મિત્ર આવી ડિજિટલ લોન એપ્સની મદદથી લોન મેળવતો હોય તો તેને આ આર્ટીકલ શેર કરવા વિનંતી જેથી તે ફેક ડિજિટલ લોન એપ્સથી સુરક્ષિત રહી શકે, ધન્યવાદ.

Read more : મધ્યમ વર્ગના બચતકારોને થશે જોરદાર ફાયદો, આવી રહી છે નવી નવી યોજનાઓ

Leave a comment