RBI New Rules 2024 : ખાતામાં પૈસા નહીં હોય તો પણ યુપીઆઈ દ્વારા ટ્રાન્જેક્શન કરી શકશો, જાણો આરબીઆઈનો મજેદારનો મજેદાર નિયમ

RBI New Rules 2024 : આરબીઆઈ દ્વારા યુપીઆઈ માટે એક નવા નિયમની જાહેરાત કરવામાં આવે છે. યુપીઆઈની આ નવી સુવિધા ની મદદથી તમારા ખાતામાં રૂપિયા નહીં હોય તો પણ તમે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકશો. યુપીઆઈના આ નવા ફીચર નું નામ છે, ડેલીગેટેડ પેમેન્ટ.

આરબીઆઇની એમએમપીસી બેઠક 06/08/2024 ના રોજ યોજાઈ હતી અને આજે એટલે કે 08/08/2024 ના રોજ આ બેઠક પૂર્ણ થઈ, હા બેઠક દરમિયાન ઘણા બધા નાણાકીય નિયમોમાં ફેરફાર થયા. જેમાંના એક નિયમ ને વાત અહીં આપણે કરીશું. યુપીઆઈના આ ડેલીગેટેડ પેમેન્ટ નામના નવા ફીચરની મદદથી યુપીઆઈ નો ઉપયોગ વધશે.

યુપીઆઈનો નવો નિયમ | RBI New Rules 2024

આરબીઆઈની ત્રણ દિવસની બેઠક બાદ આજે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાંનો યુપીઆઈ ટ્રાન્જેક્શન માટેનું એક નિયમ આવ્યો છે. આ નિયમ મુજબ તમારા ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે યુપીઆઈ દ્વારા પૈસાનું ટ્રાન્જેક્શન કરી શકશો.

યુપીઆઈનું ડેલીગેટેડ પેમેન્ટ ફીચર દ્વારા તમે તમારા યુપીઆઈ ટ્રાન્જેક્શન માટેની અનુમતિ કોઈ અન્ય વ્યક્તિને આપી શકો છો એટલે કે જો કોઈ અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા નથી તો તમે તે વ્યક્તિને તમારા ખાતામાંથી યુપીઆઈ દ્વારા પૈસા ટ્રાન્ઝેક્શન કરવા માટેની અનુમતિ આપી શકો છો.

આમ આ સુવિધા દ્વારા એક વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને પોતાના યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા ઓથોરાઇઝ કરી શકે છે.

શરૂઆતમાં ડેલીગેટેડ પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા હશે, આ નવી સુવિધા ની મદદ થી બીજા વ્યક્તિને પોતાના યુપીઆઈમાં બેંક એકાઉન્ટ લિંક કરવાની જરૂર નહીં પડે.

આ નવા નિયમથી શું ફાયદો થશે ?

હાલ ભારતની યુપીઆઈ પુરા વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. હાલના આરબીઆઈના ગવર્નર નું કહેવું છે કે આ ફિચરથી યુપીઆઈના વપરાશકર્તાઓ વધશે.

આ ઉપરાંત આ નવા નિયમથી વાલીઓને ફાયદો થવાની સંભાવનાઓ છે કેમ કે તેઓ પોતાના સંતાનને આ ફીચરના ઉપયોગથી અમુક મર્યાદા સુધી જ યુપીઆઈ દ્વારા પૈસા ટ્રાન્જેક્શન માટે અનુમતિ આપશે જેથી ખર્ચ પર નિયંત્રણ લાદી શકાશે.

આશા રાખું છું કે તમને આરબીઆઈ નો આ નવો નિયમ પસંદ આવ્યો હશે તેમજ અમારા દ્વારા અપાયેલી આ માહિતી તમને ગમી હશે.

Leave a comment