Rice Atm Machine: હવે ઘઉં-ચોખા લેવા માટે લાંબી લાઇનમાં ઊભવુ નહીં પડે, એટીએમ મશીનથી જ રાશન અપાશે.

Rice Atm Machine : હવે ઘઉં ચોખા લેવા માટે લાઇનમાં ઉભવું નહીં પડે, કારણ કે હવે તમે રાઈસ એટીએમ મશીન દ્વારા જ રાશન મેળવી શકશો. જેવી રીતે આપણે બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે હવે બેંકમાં લાઈનમાં ઉભવું નથી પડતું, ફટાફટ એટીએમ માંથી પૈસા કાઢી શકીએ છીએ તેવી જ રીતે હવે રાશન મેળવવા માટે પણ લાઈનમાં ઉભવું નહીં પડે. ફટાફટમશીનમાંથી જ ઘઉં ચોખા મેળવી સીધા ઘરે.

શું છે રાઈસ એટીએમ મશીન | Rice Atm Machine

રાઈસ એટીએમ મશીન એવી જ રીતે કામ કરશે જેવી રીતે આપણે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીન નો ઉપયોગ કરીએ છીએ. આ મશીનના ઉપયોગથી રાશનકાર્ડ ધારકો રાશન મેળવી શકશે આ ઉપરાંત આ રાઈસ એટીએમ મશીન ની મદદથી ૨૫ કિલો સુધીના ચોખા કાઢી શકાશે.

ચોખા ના નામ પરથી જ આ એટીએમ મશીનનું નામ રાઈસ એટીએમ મશીન પાડવામાં આવ્યું છે, જો સરકારનો આ પ્રયત્ન સફળ થશે તો લગભગ રાઈસ એટીએમ મશીન દ્વારા જ સંપૂર્ણ રાશન મેળવી શકાશે.

રાઈસ એટીએમ મશીનના ફાયદા

  • સૌથી મોટો ફાયદો એ જ થશે કે રાશન કર્ડ ધારકોને હવે પ્રાર્થના લેવા માટે લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભવું નહીં પડે.
  • આ ઉપરાંત ઘણી ફરિયાદો મળે છે કે રાશન આપનાર કર્મચારીઓ સર્વર ડાઉન વગેરે જેવા બહાના બતાવી સમયસર લોકોને રાશન આપતા નથી. રાઈસ એટીએમ મશીન આવવાથી આ સમસ્યાનો હલ થશે.
  • આ ઉપરાંત કાળા બજારી ની પણ ફરિયાદો જોવા મળે છે, આ મશીન આવ્યા બાદ આ સમસ્યાનો પણ હલ નીકળી જશે.
  • જેવી રીતે એટીએમમાં પૈસા ઉપાડવાની તમામ માહિતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ તેવી જ રીતે રાઈસ એટીએમ મશીન આવવાથી ગ્રાહક પોતાને મળવાપાત્ર રાશનની તમામ માહિતી સરળતાથી મેળવી શકશે.

ક્યારે લાગુ થશે રાઈસ એટીએમ મશીન

હાલ ફક્ત ઓડીસા રાજ્યના ભુવનેશ્વરમાં જ પ્રથમ રાઈસ એટીએમ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, આ રાઈસ એટીએમ મશીનનો પ્રયોગ હાલ પાયલોટ ધોરણે છે.

ઓડીસા રાજ્યના ભુવનેશ્વરમાં સરકારનો આ પ્રયત્ન સફળ રહ્યો હતો ધીરે ધીરે સમગ્ર ભારતના અન્ય રાજ્યમાં પણ રાઈસ એટીએમ મશીન સ્થાપવામાં આવી શકે છે કારણકે આ મશીનની ઉપયોગી થી લાભાર્થીઓનો સમય પણ બચે છે અને ઉપર મુજબના ફાયદાઓ પણ જોવા મળે છે.

તો ગુજરાતના મિત્રો તમારું આ રાઈસ એટીએમ મશીન વિશે શું કહેવું છે, શું આ રાઈસ એટીએમ મશીન ગુજરાતમાં પણ લાગુ થવું જોઈએ ? જો હા, તો શા માટે અને જો ‘ના’ હોય તો શા માટે ? કોમેન્ટ કરી જણાવજો, ધન્યવાદ.

Read More:

Leave a comment