SBI Bank Account Opening Online : હવે ઘરે બેઠા તમે ફક્ત મોબાઈલના ઉપયોગથી જ એસબીઆઇ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. આ માટે હવે બેંકે ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ જાણકારી મેળવીએ.
હવે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ એસબીઆઇ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકો છો, આ માટે તમારે એક પણ રૂપિયો આપવાની જરૂર રહેતી નથી.
SBI Bank Account Opening Online
- સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર પરથી યોનો એસબીઆઇ એપ ડાઉનલોડ કરવાની રહેશે, ડાઉનલોડ થઇ ગયા બાદ એપ ઓપન કરો.
- અહી તમારે ઓપન સેવીંગ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ જે મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક કરવા ઈચ્છો છો તે સીમ કાર્ડ પસંદ કરવાનું રહેશે, ધ્યાન રહે એ સીમ કાર્ડમાં મેસેજ આવી શકે તે માટેનું બેલેન્સ હોવું જોઈએ.
- ત્યારબાદ ન્યૂ ટુ એસબીઆઇ નામનું ઓપ્શન પસંદ કરવાનું રહેશે.
- હવે તમારે ઓપન સેવિંગ એકાઉન્ટ નામનું ઓપ્શન પસંદ કરવાનું રહેશે.
- હવે વિધાઉટ બ્રાન્ચ વીઝીટ નામનો વિકલ્પ પસંદ કરો.
- હવે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે સ્ટાર્ટ અ ન્યુ એપ્લીકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી પાસે એમ્પ્લોયર ડિટેલ માંગશે પરંતુ જો તમારી પાસે આ ડિટેલ ના હોય તો નીચે માય એમ્પ્લોયર ઇઝ નોટ…. જેવું ઓપ્શન હશે તેના પર ક્લિક કરી નેકસ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને અલગ અલગ માહિતી દેખાશે જે તમે વાચી અને નેકસટ બટન કરી શકો.
- ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈ મેઈલ આઈડી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારા મોબઇલમાં ઓટીપી આવશે, આ ઓટીપી દાખલ કરવાની રહેશે.
- ત્યારબાદ પાસવર્ડ સેટ કરવાનો છે અને એક પ્રશ્ન સિલેક્ટ કરી તે પ્રશ્નો જવાબ આપવાનો છે ત્યારબાદ ઓકે પર ક્લિક કરો.
- ત્યારબાદ એક માહિતી તમારી સામે ખુલી જશે જે વાંચીને તેમાં ટિક માર્ક કરવાનું રહેશે, આગળ વધો.
- ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનું આવશે, આધાર નંબર દાખલ કરશો એટલે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, આ ઓટીપી દાખલ કરો.
- હવે તમારા આધાર કાર્ડની માહિતી ખુલી જશે.
- ત્યારબાદ સરનામું દાખલ કરો અને નેકસટ બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પર્સનલ માહિતી જેમ કે જન્મ તારીખ, પોતાનું નામ, શૈક્ષણિક લાયકાત, વ્યવસ્થા કે જોબ, કેટેગરી, વાર્ષિક આવક, નોમીની વ્યક્તિની માહિતી વગેરે દાખલ કરી આગળ વધો.
- ત્યારબાદ તમારા વિસ્તારમાં જો નજીકમાં કોઈ એસબીઆઇ બ્રાન્ચ નહીં હોય તો તમે તમારા લોકેશન દ્વારા તમારા નજીકની બ્રાન્ચ સર્ચ કરી, સિલેક્ટ કરી શકો છો.
- ત્યારબાદ ટર્મ અને કન્ડીશન વાચી મંજૂરી આપી શકો છો
- હવે એક ઓટીપી આવશે, આ ઓટીપી દાખલ કરો.
- ત્યારબાદ તમે ડેબિટ કાર્ડ માં જે નામ રાખવા ઈચ્છો છો તે નામ લખવાનું ઓપ્શન આવશે, તેમાં નામ લાખો.
- હવે તમને ટોકન નંબર આપવામાં આવશે, આ નંબર નોંધી રાખવાનો રહેશે.
- ત્યારબાદ અલગ અલગ માહિતી આવશે જે વાચી આગળ વધો.
- હવે વિડિયો દ્વારા કેવાયસી કરવામાં આવશે.
- વિડિયો કેવાયસી થઈ ગયા બાદ તમારું ખાતું ખુલી જશે અને તમને મેસેજ દ્વારા જાણ કરી દેવામાં આવશે તેમજ થોડા જ દિવસોમાં તમને પોસ્ટ દ્વારા તમારું ડેબિટ કાર્ડ પણ મળી જશે.
તો આ રીતે તમે ઘરે બેઠા સરળતાથી એસબીઆઇ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકો છો અને બેન્કિંગ સુવિધાઓનો લાભ મેળવી શકો છો.
એસબીઆઇ ઝીરો બેલેન્સ એકાઉન્ટના ફાયદા
- આ એકાઉન્ટમાં કોઈ પણ મિનીમમ બેલેન્સ રાખવાની જરૂરિયાત રહેતી નથી.
- ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાથી એસબીઆઇ તરફથી તમને મફતમા એટીએમ કાર્ડ આપવામાં આવે છે.
- ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં તમને નેટબેન્કિંગ ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, તમારા જે મિત્રને એસબીઆઇ બેંકમાં ઘરે બેઠા ઓનલાઇન ખાતું ખોલવું છે તેને આ આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.