ગોલ્ડ લોન લેવાના અનેકો ફાયદા: સૌથી ઓછું વ્યાજ દર, સુરક્ષિત અને ઝડપી, જાણો સંપૂર્ણ માહિતી – SBI Gold Loan

SBI Gold Loan : જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો અને એમાં પણ ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમે બિલકુલ સાચું વિચારી રહ્યા છો કેમકે ગોલ્ડ લોન લેવાના ઘણા બધા ફાયદાઓ છે જેમ કે ગોલ્ડ લોન ઉપર તમને ઓછો વ્યાજ દર લાગશે અન્ય લોનની સરખામણીમાં આ ઉપરાંત ગોલ્ડ લોન આપતી વખતે બેંક આવક અંગેનો પુરાવો પણ નથી માંગતી.

તો ચાલો આજે SBI Gold Loan ની સંપૂર્ણ જાણકારી મેળવીએ જેમ કે જરૂરી દસ્તાવેજ, વ્યાજ દર, મળવાપાત્ર લોનની રકમ, કોણ કોણ લોન લઈ શકે. એ ટુ ઝેડ બધી જ માહિતી.

ગોલ્ડ લોન શું છે | SBI Gold Loan

ગોલ્ડ લોન મા સામાન્ય રીતે તમે તમારું સોનુ ગીરવી મૂકો છો અને આ સોના પર તમને લોન આપવામાં આવે છે, આપવામાં આવતી લોનની રકમ સોનાની ગુણવત્તા અને સોનાની માત્રા ઉપર પણ આધાર રાખે છે. લોનની રકમ ચૂકવ્યા બાદ તમને તમારું સોનુ પરત આપવામાં આવે છે.

એસબીઆઈ ગોલ્ડ લોનના ફાયદા

જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો અને જો તમે ગોલ્ડ લોન લઈ શકતા હોય તો તમારે ગોલ્ડ લોન જ લેવી જોઈએ કારણ કે તેના ઘણા બધા ફાયદા છે જેમ કે

  • અન્ય પ્રકારની લોનની સરખામણીમાં ગોલ્ડ લોન પર ખૂબ ઓછો વ્યાજ દર ચૂકવવો પડે છે.
  • ગોલ્ડ લોન એ સૌથી સુરક્ષિત લોન છે.
  • ગોલ્ડ લોન લેવા માટે કોઈ પણ પ્રકારના ઇન્કમ પ્રૂફની જરૂર પડતી નથી
  • ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, ગોલ્ડ લોન મેળવવા માટે કોઈ વધારાની માથાકૂટ કરવી પડતી નથી.
  • ગોલ્ડ લોન લેવા માટે તમારા ક્રેડિટ સ્કોરને ધ્યાને લેવામાં નથી આવતો, ગોલ્ડ લોન અને ક્રેડિટ સ્કોરને કઈ લેવા દેવા જ નહીં.
  • ગોલ્ડ લોન લેવાથી બેંક તમને રીપેમેન્ટ કરવાના ઘણા બધા ઓપ્શન આપે છે જ્યારે અન્ય પ્રકારની લોન પર આ સુવિધા મળતી નથી.
  • ગોલ્ડ લોન દ્વારા મળતી રકમ તમે કોઈ પણ રીતે વાપરી શકો છો જ્યારે અન્ય પ્રકારની લોનમા ઘણા નિયમો અને શરતોનું પાલન કરો ત્યારે જ લોન મળે છે.
  • જ્યારે મન થાય ત્યારે ગોલ્ડ લોન ક્લોઝ કરી શકો છો

કોણ એસબીઆઈ ગોલ્ડ લોન લઈ શકે છે ?

કોઈ પણ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે છે તે પોતાના ગોલ્ડ પર ગોલ્ડ લોન લઈ શકે છે.
ગોલ્ડ લોન લેવા માટે લોન લેનારનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ.

કેટલી રકમની લોન મળી શકે છે ?

SBI બેંક ઓછા માં ઓછી ₹20,000 થી વધુ માં વધુ ₹50,00,000 સુધીની લોન પ્રોવાઈડ કરે છે. ધ્યાન રહે લોનની રકમ તમારા ગોલ્ડની ગુણવત્તા અને માત્રા પર આધાર રાખશે.

રીપેમેન્ટમાં આ સુવિધા મળશે

SBI Gold Loan પર તમે બે તમને બે પ્રકારે રીપેમેન્ટ કરવાની સુવિધા આપવામાં આવશે


ઈએમઆઇ : EMI દ્વારા તમે મહિને-મહિને લોનની ચુકવણી કરી શકો છો, લોનની ચુકવણી માટે વધુ માં વધુ 36 મહિનાનો સમયગાળો આપવામાં આવે છે.
બુલેટ રીપેમેન્ટ : આ પ્રકારના ગોલ્ડ લોન રીપેમેન્ટમા નક્કી કરેલા નિશ્ચિત સમયગાળામાં એકસાથે લોનની રકમ સાથે સાથે વ્યાજની ચુકવણી કરવાની હોય છે. બુલેટ રીપેમેન્ટ ત્રણ પ્રકારના હોય છે.

  1. 3 મહિના માટે બુલેટ રીપેમેન્ટ ગોલ્ડ લોન
  2. 6 મહિના માટે બુલેટ રીપેમેન્ટ ગોલ્ડ લોન
  3. 12 મહિના માટે બુલેટ રીપેમેન્ટ ગોલ્ડ લોન

SBI Gold Loan Charges

SBI Gold Loan પર બે પ્રકારના ચાર્જ લાગે છે.

  • પહેલા ચાર્જની વાત કરીએ તો જો તમે ઈએમઆઇ પર ગોલ્ડ લોન લ્યો છો તો લોનની રકમ ના 0.50%, ઓછા માં ઓછા ₹500 અને વધુમાં વધુ 10,000+ તેના પર જીએસટી અને જો તમે બુલેટ રીપેમેન્ટ પર લોન લ્યો છો તો 12 મહિના માટે લોનની રકમ ના 0.50%, ઓછા માં ઓછા ₹500 અને વધુમાં વધુ 10,000+ તેના પર જીએસટી અને 3 મહિના માટે લ્યો છો તો ₹200 સાથે જીએસટી અને 3 મહિના માટે લ્યો છો તો ₹300 સાથે જીએસટી જેટલી પ્રોસેસિંગ ફી ચાર્જિસ લાગશે.
  • બીજા ચાર્જની વાત કરીએ તો બેંક તમારા ગોલ્ડની ગુણવત્તા ચેક કરશે આ ગોલ્ડની ગુણવત્તા ચેક કરવાનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવશે.

એસબીઆઈ ગોલ્ડ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ


બસ આટલા ડોક્યુમેન્ટ્સમાં કામ ચાલી જાય છે.

એસબીઆઈ ગોલ્ડ લોન પર વ્યાજ દર

સામાન્ય રીતે ઈએમઆઇ પર ગોલ્ડ લોન થોડી મોંઘી છે તેના પર 9.60% વ્યાજ દર જોવા મળે છે જ્યારે બુલેટ રીપેમેન્ટ પર ગોલ્ડ લોન 12 મહિના માટે લ્યો છો તો 8.85%, 6 મહિના માટે લ્યો છો તો 8.80% અને 3 મહિના માટે લ્યો છો તો 8.75% વ્યાજ દર જોવા મળે છે પણ આ વ્યાજદર સમયે સમયે બદલાય કરે છે તેથી જ્યારે તમે લોન લેવા જાવ ત્યારે એક વાર www.bank.sbi વેબસાઈટ પર વ્યાજદર ચેક કરી લેવો અથવા બેંકની મુલાકાત લઈ ત્યાંથી જાણી શકો છો કે હાલ નો વ્યાજ દર શું છે.

આશા રાખું છે કે SBI Gold Loan વિશેની સંપૂર્ણ જાણકારી તમને મળી ગઈ હશે, જો માહિતી પસંદ આવી હોય તો એક મીઠી કૉમેન્ટ જરૂર કરજો અને કે લોકોને આ માહિતીની જરૂર છે તેને શેર પણ જરૂર કરજો, ધન્યવાદ.

Read More: VI New Plan August 2024: 5GB બોનસ ડેટા સાથે સાથે હવે 6 કલાક અનલિમિટેડ ડેટા અને દરરોજ 1.5GB તો અલગ

Leave a comment