SBI Simply Click Credit Card Apply: આ ક્રેડિટ કાર્ડના ઉપયોગથી ઓફર પર ઓફર મળે છે, બે જ મિનિટમાં મેળવો ક્રેડિટ કાર્ડ

SBI Simply Click Credit Card Apply : મિત્ર તને ખબર જ હશે કે ક્રેડિટ કાર્ડ ના ઉપયોગથી રોજબરોજની શોપિંગમાં પુષ્કળ પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળતા હોય છે. ઓનલાઇન સુધી તો બરાબર હતું પરંતુ હવે તો ઓફલાઈન પણ તમે કોઈ ઇલેક્ટ્રોનિક સાધન લેવા જાવ ત્યાં પણ ક્રેડિટ કાર્ડના ઉપયોગથી ખૂબ મોટું ડિસ્કાઉન્ટ મળતું હોય છે.

અને ભાઈ તું અને હું બંને રહ્યા મિડલ ક્લાસ, ડિસ્કાઉન્ટ નામ સાંભળીને જ ખરીદી કરવામાં અનેરો ઉત્સાહ આવી જતો હોય છે. ખીસ્સાના ફાયદાની બાબતમાં કોને મજા ન આવે, તો ચાલો આજના આ આર્ટીકલની શરૂઆત પણ એસબીઆઇ સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડના ફાયદાથી જ કરીએ.

Benefits of SBI Simply Click Credit Card

  • એસબીઆઇ સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડ ઓનલાઇન અને ઓફલાઈન બંને જગ્યાએ ઉપયોગ કરવાથી ખૂબ વધારે કોઈન(સિક્કા) ભેગા કરી શકાય છે અને આ કોઈનને રૂપિયામાં કન્વર્ટ કરી શકાય છે.
  • આ ક્રેડિટ કાર્ડના ઉપયોગથી એમેઝોન ફ્લીપકાર્ટમા ચાલતા સેલ પર આરામથી 10 ટકા સેવિંગ કરી શકો છો.
  • આ ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો છે તેની રીવોર્ડ સિસ્ટમ, એસબીઆઇના એવા ઘણા બધા પાર્ટનર બ્રાન્ડ છે જેમ કે ડોમિનોઝ, મૈતરા, સ્વીગી, બુક માય શો, યાત્રા વગેરે જેના પર આ કાર્ડની મદદથી ખરીદી કરવાથી તમને 10 ગણા રીવોર્ડ પોઈન્ટ્સ મળે છે.
  • હવે આ રીવોર્ડ પોઈન્ટ્સની કિંમત શું છે એ તમને જણાવી દઈએ, ચાર રીવોર્ડ પોઈન્ટ્સ એટલે એક રૂપિયો. હા, સાંભળવામાં ઓછું લાગે છે પણ રોજબરોજની ખરીદી પર આ રીવોર્ડ પોઈન્ટ્સ જ મોટા ડિસ્કાઉન્ટ સમાન થઈ જાય છે.
  • આ કાળના ચાર્જ પણ ફાયદારૂપ છે, કેમ ? ચાલ સમજાવું, જ્યારે આ કાર્ડનું પહેલીવાર એપ્લાય કરીએ છીએ ત્યારે જોઇનિંગ પેરુ પે રૂપિયા 500 સાથે સાથે જીએસટી ભરવાનું થાય છે, એ પણ તરત જ ચૂકવવાના નથી. કાર્ડ મળી ગયાના એક મહિના બાદ એકાઉન્ટ માંથી કપાઈ જશે.
  • અહીં ફાયદાની વાત એ છે કે આ ક્રેડિટ કાર્ડ મળ્યાના 30 દિવસની અંદર આ કાર્ડનો ક્યાંય પણ ઉપયોગ કરો છો તો તમને એમેઝોનનું ₹500નું ગિફ્ટ કાર્ડ મળી જશે મતલબ જોઇનિંગ ચાર્જના પૈસા તો અહીં જ વસૂલ થઈ જશે.
  • આ કાર્ડ પર એન્યુઅલ ચાર્જ પણ 500 રૂપિયા પ્લસ જીએસટી લેવામાં આવે છે, પણ એ પણ વસૂલ થઈ જશે… કેવી રીતે ચાલ એ પણ જણાવી દઉં.
  • જો આ ક્રેડિટ કાર્ડની મદદથી એક વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા એક લાખ સ્પેન્ડ કરો છો તો એન્યુઅલ ચાર્જ રીમુવ કરી દેવામાં આવશે અને ઉપરથી ₹2000 નું ક્લિયર ટ્રીપનું વાઉચર પણ આપવામાં આવે છે.
  • બાકી નાના મોટા તહેવારોમાં આ કાર્ડના ઉપયોગથી નાના મોટા ડિસ્કાઉન્ટ મળતા રહે છે.

SBI Simply Click Credit Card Apply

  • સૌપ્રથમ તમારે ગૂગલ પર “SBI card sprint” સર્ચ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને “સ્ટાર્ટ અપ્લાય જર્ની” બટન દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવા પેજમાં તમારે સૌ પ્રથમ તમારે પર્સનલ ડિટેલ દાખલ કરવાની રહેશે, પર્સનલ ડિટેલમાં તમારા મોબાઈલ નંબર, પાનકાર્ડ, માતાનું નામ, જન્મ તારીખ, સરનામું વગેરે જેવી માહિતી દાખલ કરવાની હોય છે.
  • ત્યારબાદ તમારે પ્રોફેશનલ માહિતી દાખલ કરવાની રહેશે.
  • તમામ પ્રોફેશનલ માહિતી દાખલ કર્યા બાદ કેવાયસી કરવાનું રહેશે.
  • અહીં ડીજીલોકર ની મદદથી કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
  • ત્યારબાદ કેવાયસી માટે તમારે તમારી સેલ્ફી પણ અપલોડ કરવાની રહેશે.
  • અહીં તમારું પર્સનલ કેવાયસી થઈ જશે ત્યારબાદ બેન્કિંગ કેવાયસી કરવું પડશે.
  • બેન્કિંગ કેવાયસી માટે જરૂરી નથી કે તમારું બેન્ક એકાઉન્ટ એસબીઆઇ માં જ હોય, કોઈપણ બેંકમાં તમારું ખાતું હશે તો ચાલશે.
  • બેન્કિંગ કેવાયસી માટે તમારા બેંક એકાઉન્ટની ડીટેલ દાખલ કરવાની રહેશે હવે બેન્કિંગ કેવાયસી માટે તમારા ખાતામાં ₹1 જમાં થશે.
  • આ ₹1 જમાં થયા બાદ ફરી પરત કરવાનો રહેશે, જે તમે યુપીઆઈ અથવા નેટબેન્કિંગ દ્વારા કરી શકશો.
  • ₹1 નું પેમેન્ટ સફળતાપૂર્વક થઈ ગયા બાદ તમારું વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ તુરંત મળી જશે અને નીચે ક્રેડિટ કાર્ડ લિમિટ વગેરે માહિતી આપેલી હોય છે.
  • હવે કાર્ડને એક્ટિવ કરવા માટે બે ઓપ્શન ઈનેબલ કરવા માટે આવશે જેમાંથી જે સેવાનો ઉપયોગ તમે કરવાની જતા હોય તે ઓપ્શન ઇનેબલ કરવાના રહેશે.
  • હવે તમારું ક્રેડિટ કાર્ડ વાપરવા માટે તૈયાર છે, વર્ચ્યુઅલ કાર્ડ તો તમને અહી જ મળી જશે પણ ફિઝિકલ કાર્ડ 5-6 દિવસમાં પોસ્ટ દ્વારા તમને પહોંચાડી દેવામાં આવશે.

આવી રીતે સરળતાથી બે જ મિનિટમાં એસબીઆઇ સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડ ઓનલાઇન અપલાય તો કરી શકો છો સાથે સાથે એપ્લાય થતા તેની સાથે જ તમને વર્ચ્યુઅલ કાર્ડ પ્રોવાઈડ કરી દેવામાં આવશે જેથી ફિઝિકલ કાર્ડની રાહ ના જોવી પડે.

આશા રાખું છું આજનો આ લેખ મદદરૂપ સાબિત થયો હશે, જો તમારા કોઈ મિત્રને આ કાર્ડ કઢાવવું હોય તો તેને જરૂરથી આ આર્ટિકલ શેર કરજો, ધન્યવાદ.

Read More:

Leave a comment