SBI Stree Shakti Loan Yojana: બ્યુટી પાર્લર, કપડા ને લગતો ધંધો, પાપડ બનાવવાનો બિઝનેસ, ખેડૂત ઉત્પાદનને લગતો કોઈ બિઝનેસ વગેરે શરૂ કરવા માટે એસબીઆઇ બેંકે અને કેન્દ્ર સરકારે સાથે મળી એક યોજના બનાવી છે આ યોજના દ્વારા મહિલાઓને ખૂબ જ ઓછા વ્યાજ દર એ રૂપિયા 25 લાખ સુધીની લોન પૂરી પાડવામાં આવે છે.
SBI Stree Shakti Loan Yojana
ભારત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવે છે. એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના લોન આમાંનો જ એક પ્રયત્ન છે જેથી ભારતની મહિલાઓ ખુદનો બિઝનેસ શરૂ કરી પોતાના પગભર થઈ શકે તેથી જ આ યોજના દ્વારા ખૂબ જ ઓછા વ્યાજ દરે રૂપિયા 25 લાખ સુધીની લોન પ્રોવાઇડ કરવામાં આવે છે.
આ ઉપરાંત લોનની રકમ મુજબ મહિલાઓને વ્યાજ પર રાહત પણ આપવામાં આવે છે જેની માહિતી નીચે આપેલી છે.
એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના લોનના ફાયદા
- જો મહિલા આ યોજના દ્વારા બે લાખ કરતા વધારે લોન લે છે તો તેને વ્યાજ દર પર 0.5% ની છૂટ આપવામાં આવે છે.
- પરંતુ ધ્યાન રહે આ યોજના દ્વારા લોન લેવા માટે કેટલાક નિયમો અને શરતો પાલન કરવું પડે છે. જેની માહિતી નીચે આપેલી છે.
- આ યોજના દ્વારા ભારતની દરેક કેટેગરીની મહિલાઓને લોન મળે છે, આ યોજનાના લાભ માટે કોઈ નિશ્ચિત કેટેગરી નથી.
- આ યોજના દ્વારા રૂપિયા 25 લાખ સુધીની લોન આપવામાં આવે છે.
- રૂપિયા પાંચ લાખ સુધીની લોન માટે કોઈપણ પ્રકારની ગેરંટીની ની જરૂર પડતી નથી.
- અન્ય પ્રકારની લોન કરતાં આ યોજના દ્વારા ઓછા વ્યાજ દર એ લોન મેળવી શકાય છે.
આ યોજનાનો લાભ લેવા માટે નિયમો અને શરતો
- જે બિઝનેસ શરૂ કરો છો તે બિઝનેસમાં ઓછામાં ઓછી 50% ભાગીદારી મહિલાની હોવી જ જોઈએ.
- પહેલાથી જ નાના લેવલે બિઝનેસ કરતી મહિલા ને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- આ યોજના દ્વારા લોન લેનાર મહિલા ભારતની નાગરિક હોવી જોઈએ.
- 18 વર્ષ કરતા નાની ઉંમરની મહિલાને આ યોજના દ્વારા લોન મળવા પાત્ર નથી.
આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મોબાઈલ નંબર
- આવકનો દાખલો
- રહેણાંકનો પુરાવો, રહેણાંકના પુરાવા માટે રાશનકાર્ડ, લાઈટ બિલ, લાઇસન્સ કે ચૂંટણી કાર્ડ રજૂ કરી શકો છો
- ઉંમરનો પુરાવો
- જે બિઝનેસ કરો છો તેના માલિકનો હક પ્રમાણપત્ર
- છેલ્લા બે વર્ષના આઈ.ટી.આર
એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના વ્યાજદર
એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજનામાં સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના બિઝનેસ માટે વ્યાજદર અલગ અલગ છે, આ યોજના દ્વારા મળતી લોન પર વ્યાજદર ની શરૂઆત 11.99% થી થાય છે.
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી
જો તમે ઉપર મુજબની યોગ્યતા તેમજ નિયમો અને શરતોનું પાલન કરો છો તો તમે નીચે મુજબના પગલા ભરી આ યોજના માટે અરજી કરી શકો છો.
સૌપ્રથમ તમારે તમારી નજીકની એસબીઆઇ બેન્ક ની શાખા પર જવાનું રહેશે, અહી કોઈપણ કર્મચારીને આ યોજના વિશેની વાત કરી, આ યોજનાની તમામ માહિતી મેળવી લો. હવે કર્મચારી દ્વારા તમને આ યોજના માટે અરજી ફોર્મ આપવામાં આવશે. આ અરજી ફોર્મમાં પૂછેલી દરેક વિગત ધ્યાનથી ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી બેંકના કર્મચારીને આ અરજી પરત કરો.
બેંક દ્વારા તમારી અરજીની ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ તમારી અરજી મંજૂર થયા બાદ તમને લોન મળી જશે.
તો આવી રીતે એસબીઆઇ સ્ત્રી શક્તિ યોજના દ્વારા મહિલાઓ 25 લાખ સુધીની લોન લઈ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જો તમારી કોઈ મહિલા મિત્ર પોતાનો બિઝનેસ કરે છે અને લોન ની જરૂર છે તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.
Read More: