School Leaving Certificate Correction: સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ એ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે, અન્ય શાળામાં એડમીશન લેવુ કે સ્કુલિંગ બાદ કોલેજમાં એડમિશન લેવું કે કોલેજ પછી સરકારી નોકરી માટે ફોર્મ ભરવું કે પ્રાઇવેટ નોકરી માટે રીઝ્યુમ બનાવવું આ દરેક બાબત માં જો તમારી પાસે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ના હોય તો આ દર્શાવેલા કામ માંથી એક પણ કામ તમે કરી શકતા નથી. તો તમને ખબર પડી ગઈ હશે કે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કેટલું મહત્વનું દસ્તાવેજ છે.
પરંતુ માની લ્યો કે તમારી પાસે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ તો છે પણ શાળા દ્વારા તમારા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ કઈક ભૂલ કરી તો એ ભૂલ તમારે આખી જિંદગી વેઠવી પડશે. જેમ કે જો શાળા દ્વારા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં તમારા નામ, જન્મ તારીખ, અટક, જાતિ વગેરેમાં ભૂલ કરી તો સરકાર ના ચોપડે એ જ ભૂલ સાથેનું નામ, જન્મ તારીખ, અટક કે જાતિ ધ્યાને લેવામાં આવે છે. જો તમે અનુસૂચિત જાતિ માં આવો છો અને શાળા દ્વારા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જનરલ કેટેગરી દર્શાવામાં આવી તો તમને અનુસૂચિત જાતિને મળતા અનામત પણ નહીં મળે.
પરંતુ હવે ડરવાની જરૂર નથી કારણ કે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જો શાળા દ્વારા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં ભૂલ થાય છે તો તેને સુધારવાની જવાબદારી શાળાની રહેશે. ચાલો હાઇકોર્ટના આ આદેશને વિગતવાર જાણીએ.
ગુજરાત હાઇકોર્ટનો આદેશ | School Leaving Certificate Correction
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ જારી થયો છે કે શાળા વિદ્યાર્થીના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમા ભૂલ કરે છે તો વિદ્યાર્થીના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ને સુધારવાની શાળાની ફરજ છે, એકવાર આવી જ એક ઘટના બની હતી, શાળા એ વિદ્યાર્થિની ના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં ભૂલ કરી હતી ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ જોઈએ.
શાળાએ વિદ્યાર્થિનીના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં ભૂલ સુધારવી પડી
એકવાર શાળામાં વિદ્યાર્થિની દ્વારા શાળાને પોતાની જન્મ તારીખ 22/08/1991 ની જગ્યા એ 21/08/1991 જણાવી દીધી. તેથી શાળા દ્વારા તેના સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં જન્મ તારીખ 21/08/1991 લખવામાં આવી. હવે, વિદ્યાર્થિની અને તેના કુટુંબ જનોને ખબર પડી કે આ જન્મ તારીખ ભૂલ થી ખોટી લખવાઈ ગઈ છે તેથી સુધારાની માંગ કરી પણ શાળા દ્વારા સુધારાની મનાઈ કરવામાં આવી અને આ વાત ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી ગઈ.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે અરજદારે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં સુધારો કરવો હોય તો વિદ્યાર્થીની નું જન્મ તારીખનું પ્રમાણ પત્ર (જન્મનો દાખલો) રજુ કરવું પડશે કારણ કે જન્મનો દાખલો એ રાજ્ય સરકારનું પ્રમાણભૂત દસ્તાવેજ છે. તેથી જે જન્મ તારીખ જન્મના દાખલા હશે તે માન્ય ગણવામાં આવશે અને તે મુજબ સુધારો કરી દેવાની શાળાની ફરજ રહેશે.
વિદ્યાર્થિનીના જન્મના દાખલામાં જન્મ તારીખ 22/08/1991 હતી તેથી શાળા એ જન્મ તારીખ સુધારી 21/08/1991 ની જગ્યા એ 22/08/1991 કરી દેવાની ફરજ પડી.
વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને જણાવી દઈએ કે જો તમારા જન્મ તારીખ, અટક કે નામમા ભૂલ હોય તો તમે નીચે આપેલ અરજી પત્રક ડાઉનલોડ કરી, તેની પ્રિન્ટ કાઢી અરજી કરી શકો છો.
અરજી પત્રક ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો