SSC Junior Hindi Translator Bharti : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આજે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની જરૂરી બાબતો જેવી કે ભરતીની કુલ જગ્યાઓ, જરુરી વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ જેવી જરુરી માહિતીની વાત અહીં કરીશું તો આ લેખ છેલ્લે સુધી વાંચજો જેથી તમને જરૂરી માહિતી મળી રહે.
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટર ઓફિસરની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભારતીય ની જાહેરાત કરવામાં આવી છે.
SSC Junior Hindi Translator Bharti
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર માટે બે મેટ્રિક લેવલ 6 મુજબ ₹35,400 થી ₹1,12,400 સુધીનો માસિક પગાર આપવામાં આવે છે અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટરને એ મેટ્રિક લેવલ 7 મુજબ રૂપિયા 44,900 થી રૂપિયા 1,42,400 સુધીનો પગાર આપવામાં આવે છે.
ઉમર મર્યાદા
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારને ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર તેમજ વધુમાં વધુ 30 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરેલ છે આ ઉપરાંત અનામત કેટેગરી ન આધારે ઉંમરમાં છું છાટ મળે છે. જેમકે
- SC/ST માટે 5 વર્ષની છુટછાટ મળે છે
- OBC માટે3 વર્ષની છુટછાટ મળે છે
- PwD(અનામત કેટેગરી) માટે 10 વર્ષની છુટછાટ મળે છે
- PwD(OBC) માટે 13 વર્ષની છુટછાટ મળે છે
- PwD(SC/ST) માટે 15 વર્ષની છુટછાટ મળે છે
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી માંથી મુખ્ય હિન્દી વિષય સાથે ઇંગલિશ વિષયમાં માસ્ટર ડિગ્રી અથવા સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી માંથી મુખ્ય ઇંગલિશ વિષય સાથે હિન્દી વિષયમાં માસ્ટર ડિગ્રી.
અરજી ફી
SC/ST, PwD, માજી સૈનિક અને મહિલાઓ માટે અરજી ફી શૂન્ય છે જ્યારે આ સિવાયની કેટેગરીના ઉમેદવારો ને ₹100 અરજી ફી આપવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
સૌપ્રથમ પેપર-1 કોમ્પ્યુટર બેઝ એમસીકયુ આધારિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ પેપર-2 વર્ણનાત્મક લેવામાં આવશે અને મેરીટ માં પસંદગી પામેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન દ્વારા પસંદગી કરવામાં આવશે.
જરૂરી તારીખ
જો તમે આ ભરતી માં ફોર્મ ભરવા ઈચ્છો છો તો તારીખ 02/08/2024 થી 25/08/2024 સુધીમાં ફોર્મ ભરી દેજો.
આ ઉપરાંત paper-1 ની સંભવિત તારીખ ઓક્ટોબર-નવેમ્બર 2024 જાહેર કરવામાં આવી છે.
જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવાનું ઈચ્છો છો તો SSC ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી શકો છો ઉપરાંત આ વેબસાઈટ પર થી જ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો.
Read More: Gujarat weather news : હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, કહ્યું હવે જ દેખાશે વરસાદનું અસલી પિક્ચર