Today Gold Rate In Gujarat: સોના-ચાંદીના ભાવમા વધારો, જાણો તમારા શહેરના આજના સોના-ચાંદીના ભાવ

Today Gold Rate In Gujarat : આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તમને ખબર જ હશે કે સોનાના ભાવ દિવસે ને દિવસે બદલાતા રહેતા હોય છે. ક્યારેક સોનાના ભાવમાં દિવસો સુધી ઘટાડો જોવા મળે છે તો ક્યારેક અચાનક સોનાનો અને ચાંદીનો ભાવ વધી જાય છે. તો ચાલો જાણીએ કે આજે ગુજરાતમાં સોનાના તેમજ ચાંદીના ભાવમાં કેટલો વધારો જોવા મળ્યો છે.

Today Gold Rate In Gujarat

સોના કે ચાંદીની ખરીદી કરવા ઈચ્છતા લોકોને ગુજરાતમાં ચાલતા સોના તેમજ ચાંદીનો ભાવની માહિતી અહી મળી જશે તેમજ અહી 24 કેરેટ સોનાનો ભાવ અને 22 કેરેટ સોનાના ભાવની માહિતી આપવામાં આવશે જેથી વાચકોને અન્ય વેબસાઈટ પર સોનાના ભાવ જાણવા જવું ના પડે.

અમદાવાદમાં આજનો સોના-ચાંદીનો ભાવ | Today Gold Rate In Ahmedabad

અમદાવાદમાં આજે દસ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 65,700 રૂપિયા ચાલી રહ્યો છે. કાલે આ જ શુદ્ધતા અને આ જ વજનના સોનાનો ભાવ અમદાવાદ માં 65,600 રૂપિયા હતો એટલે કે આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત દસ ગ્રામ 24 કેરેટની શુદ્ધતા ધરાવતા સોનાનો આજનો ભાવ અમદાવાદમાં 71,670 રૂપિયા ચાલી રહ્યો છે જે ગઈકાલે 71,560 રૂપિયા હતો એટલે કે આજે 24 કેરેટ સોનાના ના ભાવમાં 110 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

તેવી જ રીતે એક કિલોગ્રામ ચાંદીના આજના ભાવની વાત કરીએ તો આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ 84,000 રૂપિયા ચાલી રહ્યો છે. કાલે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 83,500 રૂપિયા હતો એટલે કે આજે ચાંદીનો ભાવ 500 રૂપિયા વધ્યો છે.

સુરતમાં આજનો સોના-ચાંદીનો ભાવ | Today Gold Rate In Surat

સુરતમાં આજે બાવીસ કેરેટ શુદ્ધતા વાળા 10 ગ્રામ સોનાનો ભાવ 65,700 રૂપિયા છે એટલે કે કાલ કરતા આજે બાવીસ કેરેટ શુદ્ધતા વાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. તેવી જ રીતે 10 ગ્રામના 24 કેરેટ સોનાનો આજનો ભાવ 71,670 રૂપિયા છે, આ ભાવ કાલ કરતા 110 રૂપિયા વધારે છે.

સુરતમાં આજે ચાંદીનો ભાવ (એક કિલોગ્રામ) 84,000 રૂપિયા છે, આ ભાવ કાલ કરતા 500 રૂપિયા વધારે છે.

ગુજરાતમાં અન્ય શહેરોમાં આજનો સોના-ચાંદીનો ભાવ

ગુજરાતમાં અન્ય શહેરો જેમ કે વડોદરા, રાજકોટ વગેરે પણ આજ સોનાના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહી પણ સુરત અને અમદાવાદ ની જેમ 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 65,700 રૂપિયા ચાલી રહ્યો છે તેમજ 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 71,670 રૂપિયા આજનો ભાવ છે.

આ ઉપરાંત આ શહેરોમાં ચાંદીનો આજનો ભાવ (એક કિલોગ્રામ) 84,000 રૂપિયા છે, આ ભાવ કાલ કરતા 500 રૂપિયા વધારે છે.

આશા રાખું છું મિત્રો કે આજના સોનાના અને ચાંદીના ભાવની માહિતી તમને ગમી હશે, જો તમારા કોઈ મિત્રને આજના આ ભાવ જાણવા છે તો તેને આજનો આ લેખ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Leave a comment