TRAI New Guideline : ટેલિકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે ભારતની તમામ ટેલિકોમ કંપનીઓને લગતી સેવાઓ તેમજ સીમ કાર્ડને લગતી સેવાઓને નિયંત્રિત કરે છે, આ સંસ્થાએ હાલમાં સીમકાર્ડને લઈને ગ્રાહકોને કેટલીક સલાહો આપવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અપાયેલી આ સલાહ દરેક ગ્રાહક માટે ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે આ ડિજિટલ અને ઓનલાઈન જમાનામાં ઘણા એવા લોકો હોય છે કે જે ખોટી રીતે લોકોની નાજુક માહિતી મેળવી લે છે અને આ માહિતીનો દુરુપયોગ કરે છે. તો ચાલો ટેલિકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અપાયેલી ગાઈડલાઇન્સ ને સરળ સમજૂતી સાથે સમજીએ.
ખોટા મેસેજ અને ફોન કોલથી સાવધન રહો | TRAI New Guideline
ટેલિકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે બહાર પાડી છે, આ સૂચના માં જણાવવામાં આવ્યું છે કે હાલ ગ્રાહકોની નાજુક માહિતીનો દૂર ઉપયોગ કરનારાઓ સક્રિય થયા છે અને તેઓ લોકોને સીમા બંધ થવાના બહાને માહિતી મેળવી રહ્યા છે. તેથી જો આવા કોઈ સીમકાર્ડ બંધ થવાના મેસેજ આવે તો તેનાથી ગ્રાહકોને ચેતવું જોઈએ.
આ લોકો સીમ કાર્ડની કેવાયસી ના બહાને ગ્રાહકના આધાર કાર્ડ તેમજ અન્ય પ્રકારની માહિતીની માંગણી કરે છે તેમજ ક્યારેક ક્યારેક રૂપિયાની પણ માંગણી કરે છે, જો આ લોકો ને આ માહિતી ના આપતા સીમ કાર્ડ બંધ કરવાની ધમકી આપે છે તેથી લોકો ડરી જાય છે અને પોતાની માહિતી આપી દે છે અને ત્યારબાદ આ લોકો તે માહિતીનો અનેક રીતે દૂર ઉપયોગ કરે છે.
તેથી આવા સીમ કાર્ડ બંધ કરવાના કે કેવાયસી કરવાના મેસેજ કે કોલ આવે તો તેવા કોલ કે મેસેજ થી સાવધાન રહેવું.
ખોટા મેસેજ કે કોલ આવે તો શું કરવું ?
ટેલિકોમ રેગ્યુલારીટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા સીમ કાર્ડ બંધ કરવાના કે કેવાયસી કરવાના મેસેજ આવે તો તેવા મેસેજ કે કોલ ને નજર અંદાજ કરવા, આ મેસેજ કોલ પર ધ્યાન ન દેવું તેમજ પોતાની માહિતી ના આપવી જોઈએ. આ ઉપરાંત આવા કોલ કે મેસેજ આવે તો જો તમને મુંજવણ થાય તો તમારે સૌ પ્રથમ તમારી ટેલિકોમ કંપનીના કસ્ટમર કેર નંબર પર કોલ કરી જાણકારી મેળવવી જોઈએ અને આવા મેસેજ કે કોલની ફરિયાદ કરવી જોઈએ.
તો મિત્રો જો તમને TRAI ના નામે આવા ખોટા મેસેજ કે કોલ આવે તો તમારે સીમ બંધ થવાથી ડરવું નહીં પરંતુ તમારે તમારી ટેલિકોમ કંપની ના કસ્ટમર કેર પર કોલ કરીને માહિતી મેળવી લીધી તેમજ આવા ખોટા મેસેજ કે કોલ માટે ફરિયાદ કરી દેવી.
આશા રાખું છું તમને આજની માહિતી ઉપયોગી બની હશે જો આવી જ રીતે સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતોની સમયસર માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ તમારા મિત્રો ને આવા મેસેજ પરેશાન કરતા હોય તો તેને આ આર્ટિકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.