Unique Business Idea 2024 : આ બિઝનેસમાં તમે પૈસા પણ કમાશો અને આશીર્વાદ પણ. વધારે પડતા બિઝનેસ એ બાજુ હોય છે કે જેમાં ફક્ત પૈસા જ મળે છે પરંતુ આજે હું તમને એક એવા યુનિક બિઝનેસ આઈડિયા વિશે વાત કરીશ કે જેમાં તમે આશીર્વાદ પણ કમાશો અને તેથી જ લોકો તમને સામેથી રોકાણના પૈસા આપશે.
ટ્રાવેલ પાર્ટનર પ્રોગ્રામ | Unique Business Idea 2024
આજકાલ લોકો રોજગારી માટે પોતાના શહેર કે ગામડામાંથી અન્ય શહેરમાં રોજગારી માટે જાય છે અને રોજગારી દ્વારા હજારો રૂપિયા પણ કમાય છે અને આ પૈસા પોતાના વતનમાં મોકલે છે પરંતુ વતનમાં રહેલા વૃદ્ધ માતા પિતાને ફક્ત પૈસા નથી જોઈતા.
આ વૃદ્ધ માતા પિતા પોતાના સંતાન બહાર રોજગારી માટે ગયેલા હોય છે તેથી તેઓ એકલવાયું અનુભવ કરે છે અને સંતાનોની પણ મજબૂરી હોય છે રોજગારી કરવાની. અહીં આપણે આ જ સમસ્યાનું સમાધાન આપીને બિઝનેસ બનાવવાના છે.
શું છે બિઝનેસ પ્લાન
તમે ટ્રાવેલ પાર્ટનર પ્રોગ્રામ શરૂ કરો, આ માટે સૌપ્રથમ તમારે તમારી ટ્રાવેલ પાર્ટનર પ્રોગ્રામ માટેની એક વેબસાઈટ બનાવવી પડશે. ચાર પાંચ હજારના ખર્ચ પર સરળતાથી વેબસાઈટ બની જાય છે. ત્યારબાદ તમારે તમારી ટીમમાં મેલ નર્સને સામેલ કરો કારણકે મેલ નર્સ માટે આજકાલ પ્રાઇવેટ સેક્ટર કે સરકારી સેક્ટરમાં જોબ મળતી નથી.
નર્સ માટેની જોબમાં મહિલાઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે તેથી મેલ નર્સ તમારી ટીમમાં સરળતાથી જોડાઈ જશે. અને ફીમેલનર્સને પણ તમારી ટીમમાં સામેલ કરો.
હવે એવા વ્યક્તિઓનો સંપર્ક કરો કે જે બહાર જોબ કરે છે અને વતન પર વૃદ્ધ માતા પિતા એકલા છે અને તેના માતા પિતા તીર્થ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. અને તેઓને જણાવો કે યાત્રા દરમિયાન અમે તમારા પ્રતિનિધિ તરીકે તમારા માતા પિતાની સારી રીતે સંભાળ રાખીશું.
શરૂઆતમાં આ બિઝનેસમાં ગ્રાહકોને મનાવવા માટે મુશ્કેલી પડે છે પરંતુ સમય જતા જતા તમારી બેસ્ટ સેવાઓને લીધે લોકોનો તમારા પર વિશ્વાસ વધશે અને ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો જશે.
મહિલાઓ માટે ઉત્તમ તક
આ બિઝનેસમાં મહિલાઓ માટે ખૂબ જ સારી તક છે કારણ કે મહિલાઓ સરળ સ્વભાવની હોય છે તેથી તેઓ વૃદ્ધ વ્યક્તિઓની સારી રીતે સાર સંભાળ રાખી શકે છે. તેથી ઘણા લોકો સંભાળની બાબતમાં મહિલાઓ ઉપર વધારે વિશ્વાસ કરતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો સંભાળ માટે પુરુષોને પણ પ્રાધાન્ય આપતા હોય છે કેમ કે….
ઘણા લોકો એવું માને છે તેના વૃદ્ધ માતા પિતા સાથે એક મજબૂત પુરુષ કાળજી માટે હોય તો વધારે સારું જેથી વિકટ પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકે.
કેટલા રોકાણ પર કેટલી આવક
સામાન્ય રીતે આ કાર્ય નેકી નું છે એટલે શરૂઆતમાં લોકોને તમારા આ નેકીના કાર્ય વિશે જાણ થશે એટલે લોકો સામેથી રોકાણના પૈસા આપશે.
શરૂઆતમાં ગ્રાહકો શોધવા મુશ્કેલી પડી શકે છે પરંતુ એકવાર લોકોનો વિશ્વાસ જીત્યા બાદ તમે મહિને ₹1,00,000 સરળતાથી કમાવી લેશો. અને જેમ જેમ તમે તમારા બિઝનેસનો વિસ્તાર વધારતા જશો તેમ તેમ તમારી કમાણી પણ વધતી જશે.
Read More: Nabard Dairy Loan 2024: લોન સાથે સાથે ચાર લાખ રૂપિયાની સબસીડી પણ મળશે, જાણો કેવી રીતે