UPI Autopay : ધીમે ધીમે ભારતના લોકો રોકડ રકમથી ચુકવણી કરવાનું ભૂલી રહ્યા છે અને વધુ માં વધુ ઓનલાઇન પેમેન્ટ તરફ વળી રહ્યા છે. જેમ રોકડ રકમ સાથે રાખવાથી ચોરાઈ જવાની ભય રહે છે તેમ યુપિઆઈ દ્વારા પેમેન્ટ કરવાથી પણ ખાતું ખાલી થઈ જવાનો ભય રહે જ છે. જો તમે ઓનલાઇન પેમેન્ટ વખતે કાળજી નથી રાખતા તો તમારા બધા રૂપિયા ગુલ થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.
એટલા જ માટે આજ અમે તમારા માટે યુપીઆઇ ઓટો પે વખતે કેવી રીતે તમારા રૂપિયા ઊડી શકે અને પૈસા ઊડી ના જાય એ માટે કઈ કઈ કાળજી રાખવી પડે તેની માહિતી લાવ્યા છીએ તો આ આર્ટિકલ છેલ્લે સુધી જરૂર વાંચજો.
યુપીઆઇ ઓટો પે થી ખાતું ખાલી થઈ શકે છે | UPI Autopay
પહેલાનાં સમય માં લોકો આડકતરી રીતે પૈસા કમાવવા ચોરી કરતા હતા પરંતુ જમાનો બદલાતા ચોરી કરવાની રીત પણ બદલાઈ ગઈ. હવે જો તમે નાની ભૂલ પણ કરી તો આવા લોકો ઘરે બેઠા બેઠા તમારું ખાતુ ખાલી કરી દે શે.
સામાન્ય રીતે જ્યારે આપણે મોબાઈલ માં કોઈ એપનું પ્રીમિયમ ખરીદીએ છીએ ત્યારે મોટા ભાગે મંથલી સબસ્ક્રિપ્શન હોય છે. હવે થાય એવું કે આપણે એક મહિના માટે જ જે તે એપનું સબસ્ક્રિપ્શન માટે પૈસા ભર્યા હોય પરંતુ આ એપમાં મહિને-મહિને ઓટો પે નું સેટિંગ ઓન થઈ ગયું હોય. તો હવે દર મહિને તમારા ઓટો યુપિઆઇ પેમેન્ટ થતું રહેશે આ માટે કોઈ પીન કે પાસવર્ડની પણ જરૂર રહેતી નથી.
અને દર મહિને તમારા ખાતા માંથી ઓટોમેટિક પૈસા કપાતા જશે ઉપરાંત ઘણા લોકો તમારા મોબાઈલ માં પેમેન્ટ માટે એવી લિંક સેન્ડ કરે છે અને ચુકવણી માટે પૂછે છે. આ લીંક દ્વારા એકવાર પેમેન્ટ તો થઈ જાય છે પરંતુ સાથે સાથે ઓટો યુપિયાઈ પેમેન્ટ પણ ઓન થઈ જાય છે તેથી દર મહિને આપણી જાણ બહાર પૈસા કપાતા જાય છે.
શું કાળજી લેવી ?
- સૌ પ્રથમ તો તમે જે પણ એવી એપ નો ઉપયોગ કરો છો કે જેમાં મંથલી સબસ્ક્રિપ્શન માટે પૈસા ભરવા પડે છે તે બધી જ એપમાં અત્યારે ને અત્યારે જ ચેક કરો કે યુપિઆઇ ઓટો પે ઓપ્શન ઓન નથી ને..? જો ઓન હોય તો તેને ઓફ કરી દો.
- જો તમે સાવ જડમુળ માંથી જ આ ઓટો પે તમારા મોબાઈલ માંથી કાઢવા માંગતા હોય તો તમારે પ્લે સ્ટોર માં જઈને સૌથી ઉપર પ્રોફાઈલ આઇકોન પર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ એન્ડ સબસ્ક્રિપ્શન નું ઓપ્શન જોવા મળશે આ વિકલ્પ પર ક્લિક કરશો એટલે પેમેન્ટ મેથડ નું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરશો એટલે ઘણા બધા પેમેન્ટ કરવાની મેથડ આવશે.
- અહી જો તમારું બેંક ખાતું, નેટ બેન્કિંગ કે પેમેન્ટ કરવાની કોઈ પણ સુવિધા લિંક હોય તો જલ્દી થી તેને કાઢી નાખો.
- આવી રીતે તમે તમારા ખાતા માંથી ઓટોમેટિક પૈસા કપાતા બંધ કરી શકશો.
આશા રાખું છું મિત્રો તમને આજની આ માહિતી ઉપયોગી થઈ હશે. જો તમારા કોઈ મિત્રના ખાતા માંથી ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે પરંતુ ખબર નથી પડતી કે ક્યાંથી પૈસા ઊડી જાય છે તો તેને આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.