UPI Circle Feature : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતમાં ચાલતી નાણાકીય લેવડદેવડમાં સમય સમયે ફેરફાર કરતી રહેતી હોય છે, ઓગસ્ટ મહિનાના અંતમાં આરબીઆઈ દ્વારા યુપીઆઈ પેમેન્ટ માટે એક નવું ફીચર લોન્ચ કરી દીધું છે. આ ફીચર પ્રમાણે તમે યુપીઆઈ માં પોતાનું બેન્ક એકાઉન્ટ લિંક કર્યા વગર જ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશો, તો ચાલો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા આ યુપીઆઇ સર્કલ ફીચર વિશે માહિતી મેળવીએ.
શું છે યુપીઆઇ સર્કલ ફીચર | UPI Circle Feature
સામાન્ય રીતે આ ફીચરની તમને ટૂંકમાં માહિતી આપું તો આ ફીચરને મદદ થી તમે યુપીઆઇ એપમાં તમારું બેન્ક એકાઉન્ટ લિંક કર્યા વગર યુપીઆઈ પેમેન્ટ કરી શકશો. આવી રીતે પૈસાની લેવડ દેવડ કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે જેની માહિતી નીચે મુજબ છે.
- યુપીઆઈ ના આ સર્કલ ફીચરમાં યુપીઆઈ માં જે વપરાશ કરતાં બેંક એકાઉન્ટ લિંક હોય છે તે મુખ્ય યુઝર કહેવાશે, આ મુખ્ય યુઝર અન્ય ચાર યુઝરને આ ફીચરની મદદથી જોડી શકશે.
- એટલે કે બાકીના ચાર સેકન્ડરી યુઝર એ મુખ્ય યુઝરને ખાતામાંથી પેમેન્ટ કરી શકશે તે માટે સેકન્ડરી યુઝર્સ ના પોતાના બેંક એકાઉન્ટ લિંક કરવાની જરૂર નહીં પડે.
- પરંતુ યુપીઆઈના આ નવા ફીચરની મદદથી એક મહિનામાં વધુમાં વધુ રૂપિયા 15 હજારનું જ ટ્રાન્જેક્શન કરી શકાય છે.
- આ ઉપરાંત એકવારમાં ફક્ત રૂપિયા પાંચ હજારનું જ ટ્રાન્જેક્શન કરી શકાય છે.
- જ્યારે સેકન્ડરી યુઝર આ નવા ફીચર ની મદદથી ટ્રાન્જેક્શન કરે છે ત્યારે મુખ્ય યુઝરને તેના માટે યુપીઆઈ પીન દાખલ કરવો પડે છે.
- મુખ્ય યુઝરને પરવાનગી બાદ જ સેકન્ડરી યુઝર્સ આ ફિચરની મદદથી પૈસાનું ટ્રાન્જેક્શન કરી શકે છે.
યુપીઆઇ સર્કલ ફીચર ના ફાયદાઓ
- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા આ ફિચરનો ફાયદો ખાસ કરીને માતા-પિતા ને થશે અથવા વડીલોને થશે. તેઓ પોતાના સંતાનને આ યુપીઆઈ ના સર્કલ ફીચર દ્વારા સેકન્ડરી યુઝર્સ તરીકે જોડી પોતાના બેન્ક એકાઉન્ટમાંથી ખર્ચ કરવાની પરવાનગી આપી શકશે.
- આ ફિચરની મદદથી વડીલો તેના સંતાનોના ખર્ચ નિયંત્રણ રાખી શકશે ઉપરાંત તેના ખર્ચ પર નજર પણ રાખી શકશે.
- જે લોકો પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી તે લોકો આ ફીચરની મદદથી અન્ય વ્યક્તિના બેન્ક એકાઉન્ટ દ્વારા યુપીઆઈ એપ નો ઉપયોગ કરી શકે છે.
હાલ આ ફીચર યુપીઆઈ એપ જેમકે ગૂગલ પે,ફોન પે તેમજ પેટીએમ વગેરે પર અવેલેબલ છે તમે આ ફીચર નો ઉપયોગ આજથી જ કરી શકો છો.
આશા રાખું છું કે તમને આજની આ માહિતી ઉપયોગી થઇ હશે, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા વડે મિત્રોને આ આર્ટીકલ જરૂર શેર કરજો જેથી તેઓ તેના સંતાનોને આ ફિચરની મદદથી ખર્ચ કરવાની પરવાનગી આપી શકે તેમજ તેના ખર્ચ પર નિયંત્રણ અને નજર રાખી શકે, આવી જ રીતે જરૂરી સરકારી સમાચાર ની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.