UPI Payment : સામાન્ય રીતે લોકો એવું માની રહ્યા હોય છે કે યુપીઆઈ પેમેન્ટ કરવા માટે સામેવાળાના મોબાઈલ નંબર કે યુપીઆઈ નંબર ખબર હોય તો જ યુપીઆઈ પેમેન્ટ કરી શકાય છે પરંતુ એવું નથી, અમે અહીં તમને મોબાઈલ નંબર વગર પણ કેવી રીતે યુપીઆઇ પેમેન્ટ કરી શકાય તેની જાણકારી આપીશું. જેથી ક્યારે પણ કોઈ અજાણ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય તો તમે તમારા મોબાઈલ નંબર વગર પણ યુપીઆઈ દ્વારા પૈસા લઈ શકો છો.
મોબાઈલ નંબર વગર યુપીઆઈ પેમેન્ટ્સ | UPI Payment Without Mobile Number
જો તમારે યુપીઆઈ પેમેન્ટ મોબાઈલ નંબર વગર કરવું છે તો તમે યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરી શકો છો. જી હા, મિત્રો યુપી આઈડી ની મદદથી પેમેન્ટ કરવાથી તમારે તમારા મોબાઇલ નંબર અન્ય કોઈ વ્યક્તિને જણાવવાની જરૂર રહેતી નથી. આમ તમે યુપીઆઈ આઈડી ના ઉપયોગ કરી કોઈ અન્ય વ્યક્તિ યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો અને કોઈ અન્ય વ્યક્તિને તમારે યોગ્ય આઈડી જણાવ્યું યુપીઆઈ પેમેન્ટ મેળવી પણ શકો છો.
યુપીઆઈડીનો ઉપયોગ કરવાથી તમારા ફોન નંબરની પ્રાઇવેસી જળવાઈ રહે છે. આથી જો કોઈ અજાણ વ્યક્તિને યુપીઆઈ પેમેન્ટ દ્વારા પૈસા મોકલવાની કે યુપીઆઈ પેમેન્ટ દ્વારા પૈસા મેળવવાની નોબત આવે તો તમારે યુપીઆઇડી ના ઉપયોગથી જ પેમેન્ટ કરવું કે પેમેન્ટ મેળવવું જોઈએ. તો ચાલો બે ફેમસ ગૂગલ પે અને ફોન પે યુપીઆઈ એપ્સ પર આપણી યુપીઆઇ આઇડી કેવી રીતે શોધી શકાય તે જાણીએ.
Google Pay UPI ID
જો તમે ગૂગલ પે યુપીઆઈ એપ નો ઉપયોગ કરતા હોય અને તમે તમારા મોબાઈલ નંબર અને સુરક્ષિત રાખી યુપીઆઈ પેમેન્ટ કરવા માંગતા હોય અથવા યુપીઆઈ પેમેન્ટ મેળવવા ઈચ્છતા હોય તો તમે તમારી યુપીઆઈ આઈડી નીચે મુજબના સ્ટેપ ફોલો કરી શોધી શકો છો.
- સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં ગૂગલ પે એપ ઓપન કરવાની રહેશે.
- આ એપ ઓપન કરતા સૌથી ઉપર ખૂણામાં પ્રોફાઈલ આઇકોન પર ક્લિક કરો.
- અહીં તમને તમારી યુપીઆઈ આઈડી મળી જશે, આ યુપીઆઈ આઈડીની મદદથી તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો.
Phonepe UPI ID
જો તમે ફોન પે યુપીઆઈ એપ નો ઉપયોગ કરતા હોય અને તમે તમારા મોબાઈલ નંબર અને સુરક્ષિત રાખી યુપીઆઈ પેમેન્ટ કરવા માંગતા હોય અથવા યુપીઆઈ પેમેન્ટ મેળવવા ઈચ્છતા હોય તો તમે તમારી યુપીઆઈ આઈડી નીચે મુજબના સ્ટેપ ફોલો કરી શોધી શકો છો.
- સૌ પ્રથમ તમારા મોબાઈલ માં ફોન પે એપ ઓપન કરો.
- આ એપ ઓપન કર્યા બાદ સૌથી ઉપર પ્રોફાઈલ આઈકોન દેખાશે તેના પર ક્લિક કરો.
- અહી નવા પેજમાં તમને તમારી યુપીઆઈ આઈડી મળી જશે.
- આ યુપીઆઈ આઈડી ની મદદથી તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો.
યુપીઆઈ આઈડી ની મદદથી કઈ રીતે પેમેન્ટ કરવું
જો તમે ગૂગલ પે એપ દ્વારા મોબાઈલ નંબર વગર યુપીઆઈ પેમેન્ટ કરવા ઈચ્છો છો તો ગૂગલ પે એપ માં તમને Pay UPI ID or Number નામનો વિકલ્પ દેખાશે આ વિકલ્પ પર ક્લિક કરશો એટલે યુપીઆઈ આઈડી દાખલ કરવાનો ઓપ્શન આવશે અહી તમે યુપીઆઈ આઈડી દાખલ કરી પેમેન્ટ કરી શકો છો.
Read More : સોનું અસલી છે કે નકલી, ઘરે જ આ સરળ જુગાડથી ચકાસો
જો તમે ફોન પે એપ દ્વારા મોબાઈલ નંબર વગર યુપીઆઈ પેમેન્ટ કરવા ઈચ્છો છો તો ફોન પે એપ માં તમને To Bank/ UPI ID નામનો વિકલ્પ દેખાશે આ વિકલ્પ પર ક્લિક કરશો એટલે યુપીઆઈ આઈડી દાખલ કરવાનો ઓપ્શન આવશે અહી તમે યુપીઆઈ આઈડી દાખલ કરી પેમેન્ટ કરી શકો છો.
આશા રાખું છું કે તમને આજની માહિતી પસંદ આવી હશે જો તમે તમારા મોબાઈલ નંબર શેર કાર્ય વગર પેમેન્ટ લેવડ દેવડ કરવા માગો છો તો તમારે જરૂર ઉપરની રીત અપનાવવી જોઈએ અને ખાસ કરીને છોકરીઓને આ આર્ટિકલ શેર કરવા વિનંતી જેથી તેના મોબાઈલ નંબરની સુરક્ષા જળવાઈ રહે, ધન્યવાદ.