UPI Payment: યુપીઆઈ પેમેન્ટ બંધ, બેંકે જાહેરનામુ બહાર પાડયું આ દિવસે યુપીઆઈ પેમેન્ટ નહીં કરી શકો

UPI Payment: ખુદ બેંક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આ દિવસે યુપીઆઈ પેમેન્ટ થઈ શકશે નહીં. હવે ધીમે ધીમે લોકો ને કેશ પેમેન્ટ કરવાની ટેવ જતી જાય છે અને લોકો વધારેમાં વધારે ઓનલાઇન પેમેન્ટ તરફ વળી રહ્યા છે. જે લોકો વધારે પડતું યુપીઆઈ પેમેન્ટ કરે છે કે વધારે ઓનલાઇન પેમેન્ટ ઉપર આધાર રાખે છે તે લોકો માટે આ સમાચાર ખૂબ જ જરૂરી છે.

આ દિવસે યુપીઆઈ પેમેન્ટ થઈ શકશે નહીં | UPI Payment

બેંક દ્વારા જાહેરનામુ બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે તારીખ 04/08/2024 ના દિવસે યુપીઆઈ પેમેન્ટ થઈ શકશે નહીં કારણ કે આ દિવસે બેંકનું મેન્ટેનન્સનું કાર્ય શરૂ હોવાથી યુપીઆઈ પેમેન્ટ નહીં થાય, વધારામાં જણાવ્યું છે કે ફક્ત 180 મિનિટ માટે જ આ સેવા બંધ રહેશે, એટલે કે બપોરના 12:00 વાગ્યાથી 3:00 વાગ્યા સુધી તમે યુપીઆઈ પેમેન્ટ નહીં કરી શકો ત્યારબાદ ફરી યુપીઆઈ પેમેન્ટની સેવાનો લાભ ઉઠાવી શકશો.

આ બેંકના ખાતાધારકો યુપીઆઈ પેમેન્ટ નહીં કરી શકે

તમને જણાવી દઈએ કે દરેક બેંક માં આ સેવા બંધ નહીં થાય ફક્ત ને ફક્ત HDFC બેંકના ખાતાધારકો તારીખ 04/08/2024 ના દિવસે બપોરના 12:00 વાગ્યાથી 3:00 વાગ્યા સુધી તમે યુપીઆઈ પેમેન્ટ નહીં કરી શકે. તેથી HDFC બેંકના ખાતાધારકો આ નિશ્ચિત સમયગાળા દરમિયાન google pay, paytm, whatsapp pay વગેરે જેવી યુપીઆઈ પેમેન્ટ એપ્સ ના ઉપયોગથી ટ્રાન્જેક્શન નહીં કરી શકે.

યુપીઆઈ પેમેન્ટ ના થાય તો શું કરવું ?

  • ઘણીવાર આપણે ઘરે થ નીકળીએ ત્યારે ઓનલાઇન પેમેન્ટ ના ભરોસે રહીએ છીએ અને સાથે કિસ્સામાં કેશ પણ રાખતા નથી અને જ્યારે યુપીઆઈ પેમેન્ટ કરવાની જરૂર પડે ત્યારે કોઈ કારણોસર યુપીઆઈ પેમેન્ટ થતું નથી. આવા સમયે ક્યુ આર કોડ કે મોબાઈલ નંબર તમે તમારા મિત્રને મોકલી પેમેન્ટ કરાવી શકો છો.
  • આરબીઆઈ દ્વારા મોબાઈલથી જ ઓફલાઈન પેમેન્ટ ની સુવિધા પણ આપવામાં આવે છે તો બેંક એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ ની મદદથી તમે ઓફલાઈન પેમેન્ટ પણ કરી શકો છો.
  • સૌથી સીધી સાદી સલાહ કે હંમેશા ઘરથી બહાર જાવ ત્યારે ખિસ્સામાં જરૂરી કેશ સાથે જ નીકળવું જ્યારે ઓનલાઇન પેમેન્ટ શક્ય ન બને ત્યારે આ કેશ ખૂબ જ ઉપયોગી બને છે.

તો મિત્રો જો તમે HDFC બેંકના ખાતાધારકો છો તો તારીખ 04/08/2024 ના દિવસે બપોરના 12:00 વાગ્યાથી 3:00 વાગ્યા સુધીમાં ક્યાંય બહાર જવાના હોય તો સાથે થોડા કેશ માં રૂપિયા જરૂર રાખજો જેથી કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે, ધન્યવાદ.

Read More: SSC Junior Hindi Translator Bharti: SSC દ્વારા નવી ભરતીની જાહેરાત, જાણો આ ભરતીની સંપૂર્ણ માહિતી

Leave a comment