UPI Transaction Mistake: ફક્ત 48 કલાક માં તમારા પૈસા પાછા આવી હશે એટલે આવા સમયે ઘેલું નહિ થવાનું પણ સમજદારી પૂર્વક કામ લેશો તો ભૂલ થી બીજાને ટ્રાન્સફર કરેલા રૂપિયા મેળવી શકશો. આ લેખ માં અમે સંપૂર્ણ જાણકારી આપી છે કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને ખાસ શું ના કરવું જોઈએ.
UPI Transaction Mistake
જો વાત થોડા રૂપિયાની હોય તો કંઈ વાંધો નહીં પરંતુ જો ભૂલ થી ઘણા બધા રૂપિયા બીજાને યુપીઆઇ દ્વારા ટ્રાન્સફર થઈ જાય તો લેવા ના દેવા પડી જાય છે અને આવા સમયે લોકો ગભરાઈ જાય છે અને ઉતાવળમાં ને ઉતાવળમાં ના કરવાનું કરી બેસે એટલે રૂપિયા પાછા મળવાના મોકા પણ ખોઈ બેસે છે.
ભૂલ થી બીજાને રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું ?
- સૌ પ્રથમ તો તમે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તેના બધા સબૂત સાચવી રાખો. જેમ કે…
- કોઈ પણ યુપીઆઇ એપ્સ જેમ કે ગૂગલ પે, ફોન પે તેમજ પેટીએમ વગેરે નો જો ટ્રાન્સફર મની નો ડેટા છે તે સાચવી રાખો.
- આ ઉપરાંત તમારા મોબાઈલ નંબર કે જે બેંક સાથે લિંક છે તેમાં પણ રૂપિયા ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો જશે તે પણ સાચવી રાખો.
- જો આ બધા પ્રૂફ હશે તો તમે આગળની પ્રક્રિયા કરી શકશો તો ચાલો જાણીએ હવે આગળ શું કરવું
સૌ પ્રથમ તો તમે ભૂલથી જે વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે તેનો સંપર્ક કરો અને તેને પ્રેમથી આગ્રહ કરો કે ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા તમને પાછા આપી દે. જો અહી જ તમને તમારા રૂપિયા મળી જતા હોય તો આગળ કશું કરવાની જરૂર નથી પરંતુ સામેનો વ્યક્તિ તમને તમારા રૂપિયા આપવાની મનાઈ કરે છે તો તમારે નીચે પ્રમાણેનું પ્રક્રિયા કરવાની રહેશે.
તમે જે પણ યુપીઆઇ એપ દ્વારા ભૂલ થી રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે યુપીઆઇ એપના કસ્ટમર કેર નંબરમાં કોલ કરી તમારે તમારી સમસ્યા જણાવવાની છે આથી તમને યોગ્ય સલાહ મળી જશે. જો આ પ્રક્રિયા થી તમે સંતુષ્ટ નથી તો…
તમારે સૌ પ્રથમ 18001201740 નંબર પર ફરિયાદ કરવાની છે અને પછી તમારી બેંક એ આ વિશેની વાત કરી આ માટેની એક અરજી કરવી પડશે. મોટા ભાગના કિસ્સાઓમાં બેંકની મદદ લેવાથી સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. પરંતુ જો બેંક પણ તમને મદદ કરવાનો ઇનકાર કરે છે તો તમે
આરબીઆઈ ને ફરિયાદ કરી શકો છે કેમ કે આરબીઆઈની ગાઈડ લાઈન છે કે યોગ્ય સમય મર્યાદામાં તમે જે તે બેંકને ફરિયાદ કરો છો અને બેંક તમને મદદ કરવાની ના પડે છે તો તમે તે બેંક ની ફરિયાદ કરી શકો છો.
આ ફરિયાદ તમારે આરબીઆઈની ઓફિસિયાલ વેબસાઈટ https://rbi.org.in/Scripts/Complaints.aspx પર જઈને કરવાની રહેશે. અહી ફરિયાદ કરવાથી સો ટકા તમારી સમસ્યાનું નિરાકરણ તમને મળી જશે.
શું ના કરવું જોઈએ ?
સૌ પ્રથમ તો તમારે ગભરમણમાં ઉતાવળમાં કોઈ સ્ટેપ લેવાનું નથી અને ખાસ આવા સમયે તમારા એવા કોઈ મિત્રની સલાહ નથી લેવાની કે જે આવી નાણાકીય કે બેન્કિંગ બાબતે જોડાયેલ ના હોય કારણ કે આવા લોકો વધારે પડતી નકારાત્મક સલાહ જ આપે છે.
સૌથી ખાસ બાબત કે થયેલી ભૂલની ફરિયાદ જેટલી વેલી તકે કરશો તેટલા વધારે ચાન્સ રહેશે તમારી સમસ્યાનું નિરાકરણ માટે. એટલે આડાઅવળા અન્ય પગલાં લેવામાં સમય ના બગાડવો અને ઉપર જે પ્રક્રિયા જણાવી છે તે મુજબ પગલાં લો.
આશા રાખું છે કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો તમારા કોઈ મિત્રના આવી રીતે બીજા વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે તો તેને આ લેખ જરૂર શેર કરજો જેથી તે ટેન્શનમાં કોઈ ભૂલ ન કરી બેસે અને સરળતાથી પોતાના પૈસા પાછા મેળવી શકે, ધન્યવાદ.