Aadhaar Virtual ID: હવે આધારકાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે, બસ 2 મિનિટમાં આ રીતે વર્ચ્યુઅલ આધાર આઈડી મેળવો

Aadhaar Virtual ID : લગભગ તમારા બધા પાસે આધાર કાર્ડ હશે જ પરંતુ તમારા માંથી ઘણા લોકો ને Aadhaar Virtual ID વિશે ખબર જ નહિ હોય, જો તમને વર્ચ્યુઅલ આધાર આઈડી વિશે ખબર નથી તો આ લેખ તમારા માટે જ છે કેમ કે આજ અહી તમને વર્ચ્યુઅલ આધાર આઈડી એટલે શું, તેના ફાયદા શું છે અને કેવી રીતે કાઢી શકાય તેની માહિતી આપવામાં આવશે.

વર્ચ્યુઅલ આધાર આઈડી શું છે | Aadhaar Virtual ID

સામાન્ય રીતે આપણા આધાર કાર્ડ ના આધાર નંબર 12 અંકનો હોય છે જ્યારે વર્ચ્યુઅલ આધાર નંબર 14 અંકનો હોય છે, વર્ચ્યુઅલ આધાર નંબર નો ઉપયોગ કરવાથી ગોપનીયતા જળવાઈ રહે છે અને જ્યાં આધાર નંબરનો ઉપયોગ થાય છે ત્યાં ત્યાં આપણે વર્ચ્યુઅલ આધાર નંબર નો ઉપયોગ કરી શકીએ છીએ. વર્ચ્યુઅલ આધાર આઈડીને ટૂંકમાં VID પણ કહે છે.

વર્ચ્યુઅલ આધાર આઈડીનો ઉપયોગ ક્યાં કયા કરી શકાય ?

  • કોઈ પણ સરકારી યોજના કે જ્યાં સામાન્ય આધાર કાર્ડ નો ઉપયોગ થાય છે ત્યાં વર્ચ્યુઅલ આધાર આઈડીનો ઉપયોગ કરી શકાય છે.
  • બેંકમાં ખાતું ખોલાવવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
  • નવું આધારકાર્ડ કે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે.
  • સબસીડી મેળવવા માટે પણ ઉપયોગી બને છે.

વર્ચ્યુઅલ આધાર આઈડી કઈ રીતે જનરેટ કરી શકાય ?

  • સૌ પ્રથમ તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં કોઈ પણ બ્રાઉઝરમાં My aadhar એવું સર્ચ કરશો એટલે સૌ પ્રથમ UIDAI ની ઓફિસીયલ વેબસાઈટ આવશે તે ઓપન કરો.
  • આ વેબસાઈટ ઓપન કરતા જ હોમપેજ પર “VID Generator” ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમારી સામે આધારકાર્ડના આધાર નંબર દાખલ કરવાનો ઓપ્શન આવશે ત્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • આધારકાર્ડ સાથે લીંક નંબર પર એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીં દાખલ કરો.
  • હવે “સબમીટ” બટન પર ક્લિક કરતા જ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર વર્ચ્યુઅલ આધાર આઈડી (VID) આવી જશે.

આમ તમે સરળતાથી ફક્ત એક મિનિટમાં Aadhaar Virtual ID મેળવી શકો છો અને આધાર નંબરની જગ્યાએ આ વર્ચ્યુઅલ આધાર આઈડી નો ઉપયોગ કરી શકો છો અને તમારી ગોપનીયતા ને વધારે મજબૂત બનાવી શકો છો. ધન્યવાદ.

Read More: LPG Price 1 August: એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો ગુજરાતમાં LPG ગેસ સિલિન્ડરના ભાવ

Leave a comment