Aadhar Card Photo Change Online: હવે આ રીતે સરળતાથી આધાર કાર્ડમાં ફોટો બદલાવો

Aadhar Card Photo Change Online: કોને આધાર કાર્ડ માં પોતાનો ફોટો બહુ જ ગમે છે, લગભગ કોઇને નહીં અને જો તમે અત્યારે એમ કહો છો કે મને તો આધાર કાર્ડ માં મારો ફોટો ગમે છે તો આ આર્ટિકલ સુધી કેવી રીતે પહોંચી ગયા હે હે. કાંઈ વાંધો નહીં જેને પણ આધાર કાર્ડ માં પોતાનો ફોટો નથી ગમતો તે લોકોને ચિંતા કરવાની જરૂર નથી કેમ હું અહીં તમને એ જ સમજાવવા આવ્યો છું કે કેવી રીતે સરળતાથી આધારકાર્ડ માં રહેલો બકાવસ ફોટો બદલાવી શકાય.

Aadhar Card Photo Change Online

સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે આજની તારીખે 29 જુલાઈ 2024 એ જે લોકો એવો દાવો કરે છે કે સંપૂર્ણ રીતે ઘરે બેઠા આધારકાર્ડમાં ફોટો બદલી શકાય છે તો એ લોકો ખોટું બોલી રહ્યા છે કેમ કે છેલ્લી એક નાનકડી પ્રોસેસ તો તમારે ભૌતિક રીતે કરવી જ પડશે પરંતુ આગળ જતા ભવિષ્યમાં એવી સુવિધા થઈ શકે છે કે સંપૂર્ણ રીતે ઘટે બેઠા ઓનલાઇન આધાર કાર્ડ માં ફોટો બદલી શકાય તો હું જરૂર તમને જાણ કરીશ.

આધારકાર્ડ માં ફોટો બદલાવવાની પ્રક્રિયા

તો ચાલો હવે જાણીએ કે કેવી રીતે આધાર કાર્ડમાં પોતાનો અણગમતો ફોટો બદલાવી બધાને ગમી જાય એવો કરી શકાય

  • સૌ પ્રથમ તો તમારે તમારા મોબાઈલ અથવા લેપટોપ કે કોમ્પયુટરમાં યુઆઇડીએઆઇ ની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • આ વેબસાઈટ ઓપન કરતા જ તમને “માય આધાર” નામનો વિકલ્પ દેખાશે, આ વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ Download સેક્શનમાં જાઓ.
  • Download સેક્શનમાં આવ્યા બાદ “આધાર એનરોલમેન્ટ” જેવો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • તેના પર ક્લિક કરતા જ અરજી ફોર્મ જેવું ટેબ ખુલી જશે જેમાં પુછેલ દરેક વિગત ભરવાની રહેશે.
  • આ ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ કઢાવી લો.
  • હવે આ એપ્લીકેશન સાથે લઈ નજીકના આધાર સેવા કેન્દ્ર એ જાઓ.
  • ત્યાં કોઈ કર્મચારીને આ ફોર્મ બતાવી અને કેહશો કે મારે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો છે, એટલે જે તે કર્મચારી તમારું અરજી ફોર્મની ખરાઈ કરશે.
  • અરજી ફોર્મની ખરાઈ કર્યા બાદ તે કર્મચારી તમારો ફોટો પાડશે અને આ જ ફોટો તમારા આધારકાર્ડ માં આવશે તો સરખો ફોટો પડાવવાનો.
  • આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ થોડા દિવસમાં આ સુધારેલ ફોટો સાથે તમારું નવું આધાર કાર્ડ આવી જશે

અને હા આધાર કાર્ડ માં ફોટો બદલાવવાની સેવા માટે ₹100 ફી આપવી પડશે તો આ રીતે તમે સરળતાથી પોતાના આધાર કાર્ડ માં રહેલો જુનો ફોટો સુધારીને નવો સરસ ફોટો બદલાવી શકો છો.

Read More: BHU AADHAR ULPIN: હવે જમીનનું પણ આધારકાર્ડ કઢાવવું પડશે, જો નહીં કઢાવો તો

Leave a comment