7 દિવસનું મીની વેકેશન, વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને મોજનો મહિનો એટલે ઓગસ્ટ

August month holidays : સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સરકારી જાહેર રજાઓની રાહ જોતા હોય છે, તો આ લોકોનો ઓગસ્ટ મહિનો પ્રિય મહિનો બની જશે કેમ કે આ ઓગસ્ટ મહિનામાં સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓ માટે મીની વેકેશન બરાબર થઈ જશે.

આ ઉપરાંત અન્ય લોકો સરકારી જાહેર રજાઓ નથી ઈચ્છતા કેમ કે આ દિવસોમાં બધા સરકારી કામ બંધ હોય છે. સામાન્ય રીતે લોકોને બેંકનું કામ વધારે હોય છે એવામાં સરકારી જાહેર રજા આવતા કામ અટકી જાય છે પરંતુ અમે તમારું કામ અટકાવવા નહિ દઈએ કેમ કે અહી તમને ઓગસ્ટ મહિનામાં ક્યાં કયા દિવસે બેંક બંધ રહેશે તેની પણ માહિતી આપીશું.

August month holidays

ઓગસ્ટ મહિનો તહેવારોનો મહિનો છે કેમ કે ઓગસ્ટ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે જેમ કે રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી વગેરે આ ઉપરાંત રવિવાર તો આવે જ છે. એટલે આ ઓગસ્ટ મહિનો મીની વેકેશન જેવો જ સાબિત થાય છે તો ચાલો જોઈએ કે વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને ક્યાં કયા દિવસે રાજ રહેશે.

સૌ પ્રથમ તો 15 ઓગસ્ટ ના દિવસે જાહેર રજા આવે છે કેમ કે સ્વતંત્રતા દિવસ છે આ ઉપરાંત 18 ઓગષ્ટે રવિવાર અને 19 ઓગષ્ટે રક્ષા બંધન હોવાથી એકસાથે બે દિવસની રજા આવશે. તેમજ 26 ઓગષ્ટે જન્માષ્ટમી હોવાથી તે દિવસે પણ જાહેર રજા આવે છે.

આમ સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિનામાં 4 રવિવાર અને 3 જાહેર રજા મળશે એટલે ટોટલ 7 દિવસની રજા થશે.

આ દિવસે બેંક બંધ રહેશે

તમને બધાને ખ્યાલ જ હશે કે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ હોય છે એટલે આ ઓગસ્ટ મહિનામાં શનિ-રવી અને તહેવારો સહિત ટોટલ નવ દિવસ બેંકો બંધ રહેશે, 4 ઓગસ્ટ ના દિવસે રવિવારે, 10 ઓગષ્ટે બીજો શનિવાર હોવાથી, 11 ઓગસ્ટ રવિવારે, 15 ઓગષ્ટે સ્વતંત્રતા દિવસની જાહેર રજા, 18 ઓગષ્ટે રવિવાર, 19 ઓગષ્ટે રવિવાર, 24 ઓગષ્ટે ચોથો શનિવાર, 25 ઓગષ્ટે રવિવાર અને 26 ઓગષ્ટે જન્માષ્ટમી હોવાથી બેંકો બંધ રહેશે.

સરકારી કર્મચારી અને વિદ્યાર્થીઓને એક વાત કહેવાનું મન થાય કે જો રક્ષાબંધન અને જન્માષ્ટમી સોમવારની જગ્યાએ રવિવારે જ હોત તો કેવી મજા પડત…

Leave a comment