Bhugarbh Jal Recharge Yojana: હવે ખેડૂતોને મોજ, યોજનામાં 90 ટકા ખર્ચ તો સરકાર આપશે

Bhugarbh Jal Recharge Yojana : ખેતી કરવા માટે સૌથી જરૂરી હોય છે પાણી. જો પાણી જ ન મળે તો ખેડૂત ખેતી કેવી રીતે કરે અને હાલ કઈક એવું જ બની રહ્યું છે, જમીનમાં પાણી સાવ ઘટી ગયું છે તેથી ટ્યુબવેલ કે કૂવામાં પાણી જોવા મળતું નથી. તેથી જ ખેડૂતોના હિત માં ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે તો ચાલો વિગતવાર માહિતી જોઈએ.

ગુજરાત રાજ્યમાં આશરે 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલને ગુજરાત સરકાર ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન હેઠળ પાણીથી રિચાર્જ કરશે. મજાની વાત તો એ છે કે આ કાર્ય માટે 90% ખર્ચ સરકાર આપશે ખેડૂતોને ફક્ત ખર્ચના 10% જ આપવાના રહેશે.

Bhugarbh Jal Recharge Yojana

‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન હેઠળ Bhugarbh Jal Recharge Yojana ચલાવવામાં આવે છે. આ યોજના માટે ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે અને આ યોજના માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, આ યોજના હેઠળ રજ્યભરમાં લગભગ 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલ ને પાણીથી રિચાર્જ કરી ફરી જીવિત કરવામાં આવશે, આ માટેનો 90% ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને 10% ખર્ચ ખેડૂતો દ્વારા.

આ વિશે ગુજરાતના જળ સંપતિ મંત્રીએ શું કહ્યું ?

ગુજરાત રાજ્યના જળ સંપત્તિ મંત્રી એટલે કે કુંવરજી ભાઈ એ રાજ્યમાં હાલ ભૂગર્ભ જળ ખૂબ જ નીચા જતા રહ્યા છે અને ભૂગર્ભમાં પાણી ખૂટતું જાય છે તેથી ખેડૂતોના હિત માં રાજ્ય સરકારે લગભગ 10,000 જેટલા ખાનગી બોર રિચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં 90 ટકા ખર્ચ રાજ્ય સરકાર આપશે.

આ ઉપરાંત જળ સંપતિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં લગભગ 185 જેટલી નદીઓ છે જેમાં ફક્ત ચોમાસાની ઋતુ માં જ પાણી જોવા મળે છે તેથી આ વિસ્તારના લોકો સિંચાઈ માટે ભૂગર્ભ જળનો જ ઉપયોગ કરે છે. આ ઉપરાંત વધુ માં જણાવે છે કે રાજ્યમાં ટોટલ જળના જથ્થા પૈકી 39% જળ એ ભૂગર્ભ જળ છે આ 39% ભૂગર્ભ જળ થી 57% લોકો સિંચાઈ કરે છે આમ ભૂગર્ભ જળનો વધારે ઉપયોગ થાય છે તેથી ભૂગર્ભ જળના સ્તર નીચે ગયા છે.

ભૂગર્ભ જળના નીચા સ્તરને લીધે ખેડૂતોને બોર માંથી પાણી ખેંચવા માટે વીજ ખર્ચ પણ વધે છે. આ ઉપરાંત જમીનના અમુક સ્તર સુધી જ પાણી નો સરતથી સંગ્રહ થાય છે, જમીનની અમુક ઊંડાઈ પછી ચીકણી માટીનું સ્તર જોવાથી સરળતાથી પાણી નીચે ઉતરરતું નથી. જો મોટા પ્રમાણમાં વરસાદના પાણી ને જમીનમાં ઉતરવું હોય તો મોટી માત્રામાં માં રિચાર્જ બોર બનાવવા પડે જે ખૂબ જ ખર્ચાળ તેમજ સમય લેનાર છે તેથી હાલ સૂકા પડેલા બોરને રિચાર્જ કરી, આવા બોરને ફરી જીવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More: Google Pay Personal Loan: ઘરે બેઠા ફક્ત 2 મિનિટમાં ₹8,00,000 સુધીની લોન મેળવો, જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી

Leave a comment