Fast food Business Idea : એકવાર ₹10,000 નું રોકાણ કરી દર મહિને ₹60,000 કમાઓ.

Fast food Business Idea : પુરા વિશ્વમાં ગુજરાતીઓનું નામ બિઝનેસમેન તરીકે પ્રખ્યાત છે અને આપણે ધંધામાં પાછળ રહી જઈએ તો કેમ ચાલે, ગુજરાતનો દરેક વ્યક્તિ એકવાર તો પોતાનો મગજ ધંધામાં પહોંચાડે જ, એ પછી નાનો બિઝનેસ હોય કે પછી મોટો બિઝનેસ. બિઝનેસ ઈ બિઝનેસ 😎.

દરેક મોટા બિઝનેસની શરૂઆત નાના પાયાથી જ થાય છે, કોઈ સીધે સીધી મોટી કંપની સ્થાપીત નથી કરી દેવાનું. તેથી જ આજે આપણે ગામડામાં અને રૂરલ વિસ્તારમાં ચાલતા ધંધા વિશે વાત કરીશું, જેનું નામ છે – ફાસ્ટ ફૂડ બિઝનેસ. ધંધો નાનો છે પણ કમાણી મોટી છે. 💰

ફાસ્ટ ફૂડ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી – Fast food Business Idea

કોઈ પણ સામાન્ય માં સામાન્ય વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે, પરંતુ આ બિઝનેસ શરૂ કરવા માટે કેટલીક સામાન્ય માહિતી હોવી જોઈએ જેમકે જગ્યાની પસંદગી, ફાસ્ટ ફૂડ મેનુ, સામગ્રી વગેરે વગેરે… પણ તમારે ટેન્શન લેવાની જરૂર નહીં કેમકે આ બધી જ માહિતી અમે જ તમને આપીશું.

જગ્યા ની પસંદગી

તમને ખ્યાલ જ છે કે આજે લોકો ફાસ્ટ ફૂડના કેટલા દીવાના છે, અને મજાની વાત તો એ છે કે લોકો ને ઘરે બનાવેલ ફાસ્ટ ફૂડ કરતા બહારનું ફાસ્ટ ફૂડ વધારે પસંદ છે. એટલે ફાસ્ટ ફૂડ સ્ટોલ ત્યાં જ ખોલવી કે જ્યાં કસ્ટમરની સંખ્યા વધુમાં વધુ મળી રહે જેમ કે,

સ્કૂલ-કોલેજ ની આસપાસ : બ્રેક પડતા કે રજા કરતા જ મોટી સંખ્યામાં બાળકો ફાસ્ટ ફૂડ ખાવા માટે ઉતાવળા હોય છે
સ્ટેશન : રીક્ષા સ્ટેન્ડ કે બસના લોકલ સ્ટેન્ડ એ યાત્રીઓ ફાસ્ટ ફૂડ ખરીદે જ છે
ગામ કે શેરી મહોલાના ચોરા : આવી જગ્યાએ લોકોની વધારે અવર જવર હોય છે, જેથી કસ્ટમર મળવાની સંભાવના ખૂબ વધારે હોય છે

ઉપકરણો અને કાચો માલ

ફાસ્ટ ફૂડ બનાવવા માટે કેટલાક ઉપકરણોની જરૂર પડે જ છે જેમ કે માઇક્રોવેવ, ઓવન, ફ્રીજ, મિક્સર, હીટર વગેરે આ ઉપરાંત ગેસ કનેક્શન ની પણ જરૂરિયાત પડે છે. આ બધા જ ઉપકરણો તમે જુના પણ લઈ શકો છો જેથી વધારે ખર્ચ ન થાય, વધારે બજેટ હોય તો નવા સાધનો પણ ખરીદી શકો છો.

Read More: Sarasvati Sadhana Cycle Yojana 2024 : મફત સાયકલ, ખાસ ધોરણ 8-9 ના વિદ્યાર્થીઓ માટે છે આ સરકારી યોજના

આ ઉપરાંત ફાસ્ટ ફૂડ બનાવવા માટે જરૂરી શાકભાજી તમે શાકભાજી માર્કેટ થી ખરીદશો તો શાકભાજી સસ્તી પડશે.

દુકાનની સજાવટ

આવા બિઝનેસમાં દુકાનની સજાવટ મુખ્ય ભાગ ભજવે છે, લોકોને દૂરથી જ દુકાન જોઈ મોઢામાં પાણી આવી જાય 😋 એવી રીતે દુકાનની સજાવટ કરવી, એના માટે તમે ફાસ્ટ ફૂડના મોટા બેનરો લગાવી શકો છો, દુકાનમાં ફાસ્ટ ફૂડ ઉપલબ્ધ ના હોય તો પણ ફાસ્ટ ફૂડ ના સારા સારા ફોટો લગાવવા જ કેમ કે એકવાર ગ્રાહક દુકાનમાં એન્ટર થઈ જશે તો કંઈક ને કંઈક ઓર્ડર જરૂર કરશે. અને ધ્યાન રહે દુકાન ની આસપાસ જરા પણ ગંદકી ના રાખવી, જેટલી વધારે સ્વચ્છતા હશે તેટલા જ વધારે ગ્રાહક આકર્ષાશે.

ફાસ્ટ ફૂડ મેનુ

પકોડા, પાવભાજી, દાબેલી, વડાપાવ અને પફ આ ઉપરાંત પ્રીમિયમ લોકો પાસેથી પૈસા પડાવવા પીઝા, બર્ગર, સેન્ડવીચ વગેરે મેનુ માં રાખી શકો છો આ ઉપરાંત સોડા તેમજ વેફર જરૂરથી રાખજો, લોકો ફાસ્ટ ફૂડ સાથે સોડા વધારે પસંદ કરે છે, તેમજ કેટલાંક લોકો ફક્ત ટાઈમપાસ કરવા આવ્યા હોય તો તેઓ વેફર તો જરૂર ખરીદશે જ.

ફાસ્ટ ફૂડ બિઝનેસ ના ફાયદા – Fast food Business Idea

  • સામાન્ય રીતે ગામડા કે શેરી મહોલ્લા ના લોકો નાની મોટી ઉજાણી કરવા માટે ફાસ્ટફૂડ જ પસંદ કરે છે.
  • રોકાણ માટે ખર્ચ ખૂબ જ ઓછો છે અને નફો તેનાથી પાંચ થી છ ગણો છે.
  • કસ્ટમરને એકવાર તમારો ફાસ્ટ ફૂડ પસંદ આવી ગયું તો તે કોઈ બીજી દુકાને ફાસ્ટ ફૂડ માટે નહીં જાય.

Read More: Vrudh Pension Yojana 2024 : હવે આ વૃદ્ધોના એકાઉન્ટમાં દર મહિને રૂપિયા 1,250 જમાં થશે, જલ્દી અરજી કરો.

આશા રાખું છું કે તમને Fast food Business Idea પસંદ આવ્યો હશે અને તમને ખ્યાલ જ છે કે Fast food Business માણસને ક્યાં થી ક્યાં પહોંચાડી દે શે. વડા પાંવ ગર્લ, બી ટેક પાણી પૂરી ગર્લ, ડોલી ચાઈ વાળા, MBA ચાઈ વાલા… એટલે સ્ટ્રીટ બિઝનેસ ને હલકા માં ન લેવું.🔥 બિઝનેસ ઈ બિઝનેસ 😎.

Leave a comment