Ghar Ghanti Yojana 2024: ₹17,000ની ઘરઘંટી મફત, આ સરકારી યોજના દ્વારા મળશે સહાય

Ghar ghanti yojana 2024 : ઘર ઘંટી સહાય યોજના દ્વારા દરેક કેટેગરીના લોકોને મફતમાં ઘરઘંટી આપવામાં આવી રહી છે, જો તમને પણ ઘરઘંટી ની જરૂરિયાત હોય અને તમે મફતમાં ઘરઘંટી મેળવવા ઈચ્છતા હોય તો આ યોજનાની લગતી તમામ માહિતી નીચે મુજબ છે, માહિતી મેળવ્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઈન અરજી કરી શકશો.

શું છે ઘરઘંટી યોજના | Ghar ghanti yojana 2024

ઘરઘંટી યોજના દ્વારા લોકોને મફતમાં ઘરઘંટી આપવામાં આવે છે, આ યોજના દ્વારા ગુજરાત સરકાર ની ઈચ્છા છે કે જેઓ ઘંટી દ્વારા બધાનો ધંધો શરૂ કરવા ઈચ્છે છે તેઓને આ યોજના દ્વારા ઘંટી આપવામાં આવે અને તેઓ પોતાનો ધંધો શરૂ કરે અને આત્મ નિર્ભર બંને. આ યોજના માનવ કલ્યાણ યોજના અંતર્ગત કાર્યરત છે, માનવ કલ્યાણ યોજનામાં આવા અલગ અલગ પ્રકારના વ્યવસાય માટે 27 પ્રકારના મશીન કે સાધનની સહાય આપવામાં આવે છે.

ઘરઘંટી યોજનાનો લાભ

  • દરેક યોજનામાં કોઈ નિશ્ચિત કેટે કરીને ધ્યાને લઈને જે તે યોજનાની સહાય આપવામાં આવતી હોય છે પરંતુ આ યોજનામાં કોઈ કેટેગરી નું બંધન નથી.
  • આ યોજના દ્વારા લાભાર્થીને મફતમાં ઘંટી આપવામાં આવે છે.

કોણ ઘરઘંટી યોજનાનો લાભ મેળવી શકે છે ?

  • ગુજરાત રાજ્યના તમામ કેટેગરીના લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • જો તમે ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હોય તો તમારી વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ અને જો તમે શહેરી વિસ્તારના રહેવાસી હોય તો તમારી વાર્ષિક આવક ₹1,50,000 થી વધારે ન હોવી જોઈએ.
  • જે વ્યક્તિ આ યોજના માટે અરજી કરે છે તેની ઉંમર મર્યાદા 18 વર્ષ થી 60 વર્ષ છે.
  • જો તમે અથવા તમારા કુટુંબ સભ્ય માંથી કોઈ એકે આ યોજનાનો લાભ લીધેલ હોય તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  • આજીવન ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

ઘરઘંટી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. રહેઠાણનો પુરાવો
  4. જાતિનો દાખલો, જો લાગુ પડતો હોય તો
  5. વાર્ષિક આવક ન દાખલો
  6. અભ્યાસનો પુરાવો
  7. વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તે અંગેનો પુરાવો
  8. સ્વઘોષણા પ્રમાણપત્ર

આ યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

Ghar ghanti yojana 2024 માટે તમે ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકો છો જેના માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

  1. સૌપ્રથમ તમારા મોબાઇલ કે લેપટોપમાં ગુજરાત સરકારની ઓફિસિયલ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ ઓપન કરો.
  2. ત્યારબાદ જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન કરી આગળ વધો અને જો તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ની મદદથી રજીસ્ટ્રેશન પૂર્ણ કરી, લોગીન કરો.
  3. હવે “Commissioner of Cottage and Rural Industries” પર ક્લિક કરો.
  4. હવે તમને અલગ અલગ યોજનાના નામ દેખાશે, જેમાં તમારે માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  5. હવે તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે જેમાં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
  6. બધી જ વિગત ભરાઈ ગયા બાદ, જરૂરી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  7. હવે તમે તમારી અરજી સબમિટ કરી શકો છો, સબમીટ કરતા તમારો ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ જશે.

આ યોજનાનું ફોર્મ ભરાવાની શરૂઆત તારીખ 03/07/2024 થઈ ગઈ છે, જો તમે બાકી હોય તો જલ્દીથી ફોર્મ ભરી દેજો.

Ghar ghanti yojana 2024 યોજના દ્વારા લાભાર્થીઓને ઘરઘંટી નહીં પરંતુ જે વ્યવસાય કરવા માટે મોટી ઘંટી આવે છે તે મફત આપવામાં આવે છે, આશા રાખું છું કે અમારા દ્વારા અપાયેલી માહિતી તમને પસંદ આવી હશે. તો જેને આ વ્યવસાય શરૂ કરવો છે તેને અમારા આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ 😊.

Read More: Salon Business Idea: એકવાર ₹30,000 નું રોકાણ કરી દો, દર મહિને ₹65,000 તો પાક્કા.

Leave a comment