Gyan Sahayak Contract Renewal: જ્ઞાન સહાયકના કરાર રીન્યુ બાબતે આવ્યા મોટા સમાચાર

gyan sahayak contract renewal : 31 જુલાઈએ પ્રાથમિક જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષક મિત્રોનો 11 મહિનાનો કરાર પૂર્ણ થયો છે પરંતુ આ કરાર રીન્યુ કરવાનો ઈરાદો ન હોય એવું લાગી રહ્યું હતું પરંતુ હાલ પ્રાથમિક જ્ઞાન સહાયક ના કોન્ટ્રાક્ટ રીન્યુ કરવા માટેના મોટા સમાચાર આવ્યા છે.

શિક્ષણ સંઘ દ્વારા માંગણી | gyan sahayak contract renewal

હાલ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ જણાઈ રહી છે એવામાં લગભગ 20,000 જેટલા જ્ઞાન સહાયકની 11 માસનો કરાર 31 જુલાઈના રોજ પૂરો થઈ ગયો છે પરંતુ હજું સુધી કરાર રીન્યુ કરવામાં ન આવતા, સરકારી શાળાઓમાં વધારે 20,000 જેટલા શિક્ષકોની ઘટ જણાશે.

તેથી ગુજરાતના શિક્ષણ સંઘ દ્વારા ગુજરાતના શિક્ષણ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે શાળાઓમાં શિક્ષકોની ઘટ ના સર્જાય તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે એ માટે જલ્દી જ્ઞાંસહાયકોના કરાર રીન્યુ કરો.

ગુજરાતના શિક્ષણ સંઘની માંગને કારણે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ફરી જ્ઞાંસહાયકોની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે તેથી શિક્ષણવિદો જણાવી રહ્યા છે કે શિક્ષણ સંઘ ની આ કરાર રીન્યુ કરવાની માંગને પણ શિક્ષણ વિભાગ સ્વીકારશે અને 11 મહિના માટે કરાર રીન્યુ કરશે.

હજુ સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી માટે કોઈ નોતિફિકેશનની જાહેરાત કરવામાં નથી આવી અને શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી થવામાં પણ ઘણો સમય લાગી શકે છે તેથી ત્યાં સુધી શાળામાં શિક્ષકની ઘટ ના વર્તાય અને વિદ્યાર્થીઓને શિક્ષક મળી રહે તે માટે શિક્ષણ સંઘ દ્વારા માંગણી કરવામાં આવી.

શું છે જ્ઞાન સહાયક યોજના

જ્ઞાન સહાયક યોજના સામાન્ય રીતે જ્યાં સુધી સરકારી શાળામાં કાયમી શિક્ષકની ભરતી ના થાય ત્યાં સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારોને કામ ચલાઉ શિક્ષક તરીકે 11 માસના કરાર આધારીત ભરતી કરવામાં આવે છે અને નોકરીના સમયગાળા દરમિયાન ₹21,000 થી ₹26,000 જેટલો પગાર આપવામાં આવે છે અને કાયમી શિક્ષક હજાર થતા જ્ઞાન સહાયકને છુટા કરવામાં આવે છે.

Read More: ITR Filing 2024 Last Date: બધું કામ છોડી સૌથી પહેલા આ કામ કરો નહીંતર આટલો દંડ ભરવો પડશે

Leave a comment