HMAT bharti 2024 : શિક્ષણ વિભાગમાં 24,700 જગ્યાઓ પર ભરતીની શરૂઆત, આ સૂચનાઓ એકવાર વાંચી લેજો

HMAT bharti 2024 : ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આખરે ખૂબ ખૂબ ખુશીના સમાચાર આવ્યા છે કારણ કે છેલ્લા ઘણા વર્ષથી શિક્ષણ વિભાગમાં ખાસ એવી ભરતી થતી ન હતી. ઉપરવાલા જબ ભી દેતા, દેતા છપડ ફાડ કે. જેવું થયું છે કેમ કે એકસાથે 24,700 જગ્યાની ભરતી થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ આ ભરતીની સંપૂર્ણ જાણકારી

આ રીતે તારીખ મુજબ ક્રમિક ભરતી થશે

હાલ ટેટ ટાટ પાસ ઉમેદવારોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સરકારે કરેલા વાયદા મુજબ ભરતીની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો જાણીએ કઈ તારીખે ક્યાં પદ પર ભરતી થશે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલ ઘોષણા મુજબ સરકારી શાળાઓમાં 01/08/2024 ના રોજ 1200 જગ્યાઓ પર આચાર્યના પદ પર અને 2200 જગ્યાઓ પર જુના શિક્ષકના પદ પર જાહેરાત કરવામાં આવશે તે મુજબ ગઈકાલે આ પદ માટેની જાહેરાત થઈ ગઈ છે જેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું.

આ ઉપરાંત TAT(HS) પાસ ઉમેદવારો માટે 4000 જગ્યાઓ પર 01/09/2024 પર ધોરણ 11-12 માં શિક્ષકની ભરતી માટે જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ TAT(S) પાસ ઉમેદવાર માટે 01/10/2024 પર ધોરણ 09-10 માં શિક્ષકની ભરતી માટે જાહેરાત કરવામાં આવશે તે જ રીતે 01/11/2024 ના રોજ TET-2 પાસ ઉમેદવારો માટે 7000 જગ્યાઓ પર અને 600 જેટલી અન્ય માધ્યમ માટેની જગ્યાઓ પર ધોરણ 6 થી 8 ના શિક્ષકની ભરતી માટે જાહેરાત કરવામાં આવશે.

તેમજ 01/12/2024 ના રોજ TET-1 પાસ ઉમેદવારો માટે 5000 જગ્યાઓ અને અન્ય માધ્યમ પર 1200 જેટલી જગ્યાઓ પર ભરતી(ધોરણ 1 થી 5) માટે જાહેરાત કરવામાં આવશે. આમ ટોટલ 24,700 જગ્યાઓ પર અલગ અલગ પદો પર ક્રમિક રીતે ભરતી કરવામાં આવશે.

ક્રમિક ભરતીના ફાયદા

ક્રમિક ભરતી થવામાં ભલે સમય લાગે પરંતુ તેના ખૂબ જ ફાયદા છે કેમ કે એક હોનહાર ઉમેદવાર લગભગ બધી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી લેતો હોય છે એવા માં ક્રમિક ભરતી થવાથી હાઈ મેરીટ વાળા ઉમેદવારોનો વારો ઉપરની ભરતીમાં જ આવી જાય છે જેથી નીચેની ભરતીની મેરીટ નીચું જવાની સંભાવના ખૂબ જ વધી જાય છે અને ઓછા મેરીટ વાળા ઉમેદવારો પણ સરકારી નોકરીમાં લાગી જાય છે.

આચાર્યની ભરતીની જાહેરાતની માહિતી | HMAT bharti 2024

તારીખ 01/08/2024 ના રોજ આચાર્યની ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં લેવામાં આવેલ HMAT પરીક્ષા પાસ કરનાર અને યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારે તારીખ 05/08/024 થી તારીખ 17/08/2024 સુધી વેબસાઈટ https://www.gserc.in/ પર અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત જણાવ્યું છે કે અરજી ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે અને એકવાર અરજી સબમિટ થઈ ગયા બાદ ફેરફાર નહીં કરી શકો તો ધ્યાન પૂર્વક અરજી કરવાની રહેશે આ ઉપરાંત સમયે સમયે આવતી માહિતી માટે https://www.gserc.in/ વેબસાઈટ જોતી રેહવી.

તો ઉમેદવાર મિત્રો જે પણ દસ્ત્વેજો બાકી હોય તે જલ્દી જલ્દી થી ભેગાં કરવા લાગજો, કોઈ ડોક્યુમેન્ટ ને લીધે તમે બાકી ના રહી જાઓ તે ધ્યાન રાખ જો કેમ કે આ પછી શિક્ષણ વિભાગમાં આવી મોટી ભરતી નહીં આવે.

Leave a comment