Indian Navy recruitment 2024 : 12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે, આ ઉમેદવારો મફત અરજી કરી શકે છે જલ્દી અરજી કરો

Indian Navy recruitment 2024 : આજે હું ગુજરાતના યુવા ઉમેદવારો માટે ખુશ ખબર લાવ્યો છું.જી હા, જે પણ ઉમેદવારો સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે એમાં પણ જો તમે ભારતીય સેનામાં નોકરી કરવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે કે ઇન્ડિયન નેવી માં ભરતીની જાહેરાત થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.

Indian Navy recruitment 2024

ઇન્ડિયન નેવી માં ટોટલ 741 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આ 741 પદો પર અલગ અલગ પોસ્ટ પર ભરતી થશે તેમજ પોસ્ટ મુજબ પગાર ધોરણ પણ અલગ અલગ છે, આ ભરતીમાં લાયક ઉમેદવારની પસંદગી માટે સૌ પ્રથમ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ મેરીટ લીસ્ટ માં પસંદગી પામેલા યુવાનોની ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરી નોકરી આપવામાં આવશે.

અલગ અલગ પોસ્ટ માટે ઉંમર મર્યાદા

આ ભરતીમાં પોસ્ટ મુજબ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જેની માહિતી નીચે મુજબ છે.

  • ચાર્જ મેન (મિકેનિક) અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે 18 થી 25 વર્ષ
  • ફાયરમેન અને ફાયરમેન એન્જિન ડ્રાઇવર માટે 18 થી 27 વર્ષ
  • અન્ય પોસ્ટ માટે 18 થી 25 વર્ષ

પોસ્ટ મુજબ જગ્યા ની માહિતી

  • ચાર્જ મેન(એમ્યુનેશન વર્કશોપ) માટે 01
  • ચરજમેન (ફેક્ટરી) માટે 10 જગ્યા
  • ચાર્જમેન (મિકેનિક) માટે 18 જગ્યા
  • સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે 04 જગ્યા
  • ડ્રાફ્ટમેન (બાંધકામ) માટે 02 જગ્યા
  • ફાયરમેન માટે 444 જગ્યા
  • ફાયર એન્જિન ડ્રાઇવર માટે 58 જગ્યા
  • ટ્રેડ મેટ્સ માટે 161 જગ્યા
  • કુક માટે 09 જગ્યા
  • MTS માટે 16 જગ્યા

પગાર ધોરણ ની માહિતી

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગારની જોગવાઈ કરેલી છે જેમાં રૂપિયા ₹30,000 થી ₹40,000 પગાર આપવામાં આવે છે.

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જો તમે નીચેનામાંથી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી શકો છો.

  • B.sc મા સ્નાતક
  • ડિપ્લોમા
  • 10 પાસ (ITI)
  • 12 પાસ

જરૂરી તારીખ | Indian Navy recruitment 2024

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 20 જુલાઈ 2024 ના રોજ થઈ ગઈ છે અને ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2024 છે, તો જો તમે યોગ્ય લાયકાત ધરાવો છો તો જલ્દી થી અરજી કરો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે general, EWS અને OBC માટે ₹295 રાખવામાં આવેલ છે આ સિવાય અન્ય કેટેગરી માટે અરજી ફી શૂન્ય એટલે કે મફત છે.

આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

આ ભરતી માટે તમે joinindiannavy.gov.in વેબસાઈટ ઓપન કરી જરૂરી તમામ વિગતો ભરી તેમજ જરૂરી દસ્તાવેજ અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકો છો.

ઓનલાઈન અરજી કરવા સારૂ તમે ડાયરેક્ટ લિંક પર જઈને અરજી કરી શકો છો જેની લિંક નિચે મુજબ છે, https://www.joinindiannavy.gov.in/en/faq/faq/index/www.joinindiannavy.gov.in

Leave a comment