Kisan credit card loan Yojana 2024 : ત્રણ લાખ રૂપિયાની લોન, એ પણ નહીવત વ્યાજ દરે

Kisan credit card loan Yojana 2024 : જે પણ ખેડૂત મિત્રો છે તેઓને ખ્યાલ જ હશે કે ખેતીમાં અવારનવાર પૈસાની જરૂર પડતી જ હોય છે પરંતુ ક્યારેક પૈસાની કમીને લીધે ખેડૂત પોતાની ક્ષમતા પ્રમાણે ખેતી કરી શકતો નથી અને ઉત્પાદન મેળવી શકતો નથી આ સમસ્યાના નિવારણ માટે જ સરકારે Kisan credit card loan Yojana 2024 ની જાહેરાત કરી છે.

ઘણા ખેડૂત મિત્રોને સરકારની સરકારી યોજના વિશે ખ્યાલ હોતો નથી અને તેથી જ તેઓ સરકારી યોજનાથી વંચિત રહી જાય છે પરંતુ અહીં તમને બધી જ સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે.

શું છે કિસાન ક્રેડિટ કાર્ડ? Kisan credit card loan Yojana 2024

આ યોજના સ્પેશ્યલી ખેડૂતો માટે જ બનાવવામાં આવી છે, આ યોજના દ્વારા દેશનો દરેક નાગરિક અન્ય લોન કરતાં ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન લઈ શકે છે, જેથી ખેડૂત મિત્રોને વધારે વ્યાજનો ભાર ઝીલવો ના પડે.

કિસાન ક્રેડિટ કાર્ડનો ઉદ્દેશ્ય

Kisan credit card loan Yojana 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ભારતના ખેડૂત મિત્રો અન્ય પ્રકારની લોનની લઈ વ્યાજ ની માયાજાળમાં ફસાઈ ન જાય, તેથી Kisan credit card loan Yojana દ્વારા સરકાર ઓછા વ્યાસ દરે ખેડૂત ને આર્થિક સુવિધા પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.

કિસાન ક્રેડિટ કાર્ડ ના લાભો : Kisan credit card loan Yojana 2024

ઓછો વ્યાજ દર : આ યોજનાનો મુખ્ય ફાયદો એ જ છે કે ખેડૂત મિત્ર ઓછા વ્યાજ દરે લોન લઈ શકે છે.

સરળ પ્રક્રિયા : અન્ય પ્રકારની લોન લેવા માટે ખૂબ જ ઝંઝટમાં પડવું પડે છે જ્યારે આ યોજના દ્વારા લોન લેવાની પ્રક્રિયા એકદમ સરળ છે.

ઉત્પાદનમાં વધારો : ખેડૂતો પાસે યોગ્ય સમયે આર્થિક સુવિધા ઉપલબ્ધ હોવાથી ખેડૂતો યોગ્ય સમયે જે તે પાકની ખેતીમાં આ રૂપિયાનો ઉપયોગ કરી ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

Read More: Pashu khandan Sahay Yojana 2024: દરેક પશુપાલકોને 250 કીગ્રા ખાણ એકદમ ફ્રી માં મળશે

Kisan credit card ના વ્યાજદર :

  • આ યોજના દ્વારા તમે લોન લો છો તો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પર 4% વ્યાજ દર છે.
  • જેમાંથી બે ટકાની સબસીડી મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકાર આપશે.
  • અને આ લોન પર પણ એક ખુશીના સમાચાર એ છે કે જો ખેડૂત મિત્ર સમયસર લોન ની ચુકવણી કરે છે તો તે ખેડૂત મિત્રને ત્રણ ટકાનું પ્રોત્સાહન મળે છે.🎉

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો :

  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક અથવા રદ કરેલો ચેક
  • જાતિ નો દાખલો (જો લાગુ પડતો હોય તો)
  • સરનામા નો પુરાવો (ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઈટ બિલ વગેરે માંથી કોઈ એક)
  • જમીન ના દસ્તાવેજો (હા ભાઈ, તો જ ખબર પડશે ને કે તમે ખેડૂત છો 😄)

કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

  • બેંક શાખા : સૌપ્રથમ તમે તમારી બેન્ક શાખા એ જાઓ.
  • અરજી ફોર્મ : બેંક શાખાના કોઈપણ કર્મચારી પાસેથી કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટેનું અરજી ફોર્મ ની માંગણી કરો.
  • ફોર્મ ભરો : આ ફોર્મ મેળવ્યા બાદ પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનથી ચોકસાઈપૂર્વક ભરો.
  • ડોક્યુમેન્ટ્સ : જરૂરી દરેક ડોક્યુમેન્ટ્સને આ ફોન સાથે જોડી દો.
  • સબમીટ : અરજી માટેનું આ છેલ્લું સ્ટેપ, બેંક શાખાના જે તે કર્મચારીને આ ડોક્યુમેન્ટ્સ સાથે નું ફોર્મ જમા કરાવી દો.

આ રીતે સરળતાથી તમે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આ કાર્ડ તમને પાંચ વર્ષ માટે આપવામાં આવે છે, પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તમે વ્યાજ જમા કરાવી આ કાર્ડ રીન્યુ કરાવી શકો છો.

Read More: PM Vishwakarma Yojana 2024 : પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા દરેક વ્યવસાયકારોને રૂપિયા બે લાખ સુધીની સહાય.

આ યોજના દ્વારા ખેડૂત મિત્રો એકદમ નજીવા વ્યાજ દરે લોન મેળવી શકે છે અને એ પણ ખૂબ જ સરળતાથી, તો ખેડૂત મિત્રો આજે જ લોન માટે એપ્લાય કરો અને પોતાના ખેતરનું અટકેલું ખેતી કામ શરૂ કરો, અને ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ 😊.

Leave a comment