Mafat Chhatri Yojana 2024: આધારકાર્ડ બતાવી મફત છત્રી લઈ જાઓ, તમે બાકી નથી ને?

Mafat Chhatri Yojana 2024 : મફત માં મળતી મજામાં કોને મજા ના આવે, આજની યોજના ના નામ માં જ મફત છે. આ યોજના બાગાયતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો જાણીએ Mafat Chhatri Yojana 2024 વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી.

મફત છત્રી યોજના 2024 Mafat Chhatri Yojana 2024

મફત છત્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ચોમાસા જેવી ઋતુમાં રોડ સાઈડ પર શાકભાજી અને ફળો વેચતા લોકો ને ચોમાસા માં વરસાદથી અને ઉનાળામાં તડકાથી રાહત મળી શકે, ઉપરાંત તેઓના ફળો કે શાકભાજી બગડે નહીં.

મફત છત્રી યોજના દ્વારા મળતા લાભ

બાગાયતી વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ નીચે મુજબ છે.

  • આધારકાર્ડ ધારકોને એકદમ મફતમાં છત્રી મળે છે
  • છત્રીના ઉપયોગ થી રોડ સાઇડ પર શાકભાજી કે ફળો વેચતા લોકો ને વરસાદ કે તડકા થી રાહત મળે છે.

કોણ મફત છત્રી યોજનાનો લાભ મેળવી શકે છે ?

  • જે તે લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • ફળો અને શાકભાજીનું વેચાણ કરતો હોવો જોઈએ.
  • અરજદાર રોડ સાઈડ પર નાની દુકાન કે નાની હાર્ટ પર કામ કરતો હોય તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • રોડ સાઈડ પર નાના લારી પર કાર્ય કરતા લોકોને પણ આ યોજનાનો લાભ મળે છે.

મફત છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

જો તમે મફત છત્રી યોજના માટેની પાત્રતા ધરાવો છો તો તમારી પાસે નીચે મુજબ માં દસ્તાવેજો હોવા જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
  • રેશનકાર્ડ
  • જાતિ નો દાખલો
  • અરજદાર દિવ્ય હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક

Read More: Sarasvati Sadhana Cycle Yojana 2024 : મફત સાયકલ, ખાસ ધોરણ 8-9 ના વિદ્યાર્થીઓ માટે છે આ સરકારી યોજના

મફત છત્રી યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

જો તમે Mafat Chhatri Yojana 2024 માટે યોગ્ય પાત્રતા અને જરૂરી ડોક્યુમેન્ટસ ધરાવો છો તો ઘરે બેઠા નીચે મુજબના સ્ટેપ ફોલો કરી ઓનલાઈન અરજી કરી શકો છો.

  • સૌપ્રથમ તમે તમારા મોબાઇલ કે લેપટોપમાં ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ઓપન કરો.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ “યોજના” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “બાગાયતી યોજનાઓ” વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.
  • બાગાયતી યોજનાઓ પર ક્લિક કરતા જ “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” પર ક્લિક કરો.
  • જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” પર ક્લિક કરી આગળ વધો અને જો રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો “ના” પર ક્લિક કરી, આધારકાર્ડ અને મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  • હવે લોગીન કરી, પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ભરો.
  • દરેક વિગત ચોકસાઈ પૂર્વક ચેક કરી ત્યારબાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
  • હવે “Submit” બટન પર ક્લિક કરતા ટ્રેક્ટર સહાય યોજના માટે તમારી ઓનલાઈન અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે.

Read More: Fast food Business Idea : એકવાર ₹10,000 નું રોકાણ કરી દર મહિને ₹60,000 કમાઓ.

આવી રીતે ઘરે બેઠા સરળતાથી Mafat Chhatri Yojana 2024 માટે અરજી કરી ચોમાસાની ઋતુમાં મફત છત્રીની મોજ માણો અને આ આર્ટિકલ ને શેર કરી અન્ય લોકો ને પણ મજા અપાવો. ધન્યવાદ ☺️.

Leave a comment