New Business Idea: ₹40,000 નું આ મશીન દર મહિને ₹50,000ની કમાણી આપશે, જાણો આ બિઝનેસની સંપૂર્ણ માહિતી

New Business Idea: એ હકીકત છે કે વર્તમાન સમયમાં પોતાનો ધંધો શરૂ કરી તેમાં સફળ થવું અઘરું છે અને સાથે સાથે રિસ્ક વાળું પણ છે પણ જો બિઝનેસ યોગ્ય આયોજન અને રિસ્ક લીધા વગર કરવામાં આવે તો સફળ થઈ શકાય તો આજે હું તમને આવો જ એક બિઝનેસ આઈડિયા આપવાનો છે તો આ લેખ છેલ્લે સુધી વાંચજો.

રિસ્ક લીધા વગર શરૂ કરો આ ધંધો | New Business Idea

આ બિઝનેસની ખાસ વાત એ જ છે કે જો મહેનત વધારે કરશો તો રિસ્ક નહીં લેવું પડે અને સરળતાથી આ બિઝનેસમાં તમે સફળ થઈ શકો છો એટલે કે જો તમે કોઈ જોબ કરો છો તો આ ધંધો કરવા માટે તમારે જોબ છોડવાની જરૂર નથી પણ મહેનત વધારવી પડશે, હું વાત કરી રહ્યો છું ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસની.

આ ટી શર્ટ પ્રિન્ટિંગ બિઝનેસમા તમને ફક્ત એક મશીન અને બીજી અન્ય સામગ્રીની જરૂર પડશે જો તમે જોબ કરી રહ્યા છો તો તમે શરૂઆતમાં જોબ સિવાય ના સમયગાળામાં ટી શર્ટ પ્રિન્ટ કરી અને વેચી શકો છો અને જ્યારે તમને એવું લાગે કે બિઝનેસ બરાબર ચાલવા લાગ્યો છે અને આત્મ વિશ્વાસ આવી જાય ત્યારે તમે જોબ છોડી ફુલ ટાઈમ બિઝનેસ કરી શકો છો.

જરૂરી મશીન અને કાચો માલ

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે સબ્લીમેશન પ્રિન્ટિંગ મશીનની જરૂર પડશે આ મશીન ₹15,000 થી 20,000 સુધીની રેન્જમાં મળી જાય છે તેમજ હીટ પ્રેસ મશીન જે 15,000 થી ₹20,000 ની રેન્જમાં મળી જાય છે અન્ય સામગ્રીની વાત કરીએ તો સબ્લીમેશન પ્રિન્ટિંગ ઇન્ક જે 2000 રૂપિયામાં મળી જશે, સબ્લીમેશન પ્રિન્ટિંગ પેપર જે 450 રૂપિયામાં એક પેકેટ મળી જાય છે, ટેફલોન શીટ જેના એક શીટ દીઠ 400 રૂપિયા જેવો ભાવ છે આ ઉપરાંત જે ટી શર્ટ પર પ્રિન્ટિંગ કરવાનું છે તે ટીશર્ટ.

આ મશીન પર 30 થી 40 હજાર રૂપિયાનું ખર્ચ આવે છે ઉપરાંત એક ટીશર્ટ પ્રિન્ટ કરવા માટે કાચી સામગ્રીનો 15 થી 20 રૂપિયાનો ખર્ચ આવે છે.

આ મશીન ઓફલાઈન ખરીદવાને પ્રાધાન્ય આપજો જેથી તમે ત્યાં આ મશીનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે ડેમો દ્વારા જ જોઈ અને શીખી શકો.

ગ્રાહકો કેવી રીતે શોધવા

આજકાલ યુવાનો કોઈ પ્રસંગમાં કપડાની કોઈ થીમ રાખતા હોય છે કે બધાએ આ જ પ્રકારના ટીશર્ટ પહેરવા આ ઉપરાંત સ્કૂલ કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ અમુક ચોક્કસ પ્રકારના પ્રિન્ટિંગ વાળા ટીશર્ટ પહેરવાના શોખ કરે છે તેમજ રમત ગમત માં પણ લોકો એક જ પ્રિન્ટિંગ વાળા ટીશર્ટ પહેરતા હોય છે તો આવા લોકોનો સંપર્ક કરી તમે મોટો ઓર્ડર લઈ શકો છો.

આ ઉપરાંત તમે કોઈ મેળામાં કે કોઈ એવી જગ્યા કે લોકો મોટી માત્રામાં એકઠા થાય ત્યાં કોઈ ખાસ પ્રકારના ચાલત ટ્રેન્ડ કે કોઈ મીમ વગેરે પ્રિન્ટિંગ વાળા ટીશર્ટ વેચી શકો છો અને ગ્રાહકોને તેની મનપસંદ ડિઝાઇન અથવા નામ પ્રિન્ટ કરીએ છીએ એવી જાહેરાત કરશો એટલે તમારા ગ્રાહકો આપોઆપ વધશે.

આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં પણ માર્કેટિંગ કરી શકો છો તેમજ તમારા લોકલ ન્યુઝ પેપરમાં પણ માર્કેટિંગ કરી ગ્રાહકો ની સંખ્યામાં વધારો કરી શકો છો.

કેટલું રોકાણ અને કેટલી આવક

મશીન પર એકવાર 30થી 40 હજારનો ખર્ચ કર્યા બાદ તમારે ફક્ત અન્ય સામગ્રી પર જ ખર્ચ કરવાનો રહેશે આ માટે પ્લેન ટીશર્ટ લગભગ 120 થી 150 રૂપિયામાં મળી જાય છે અને તેના પર પ્રિન્ટિંગ કરવા માટે 15 થી 20 રૂપિયાનો ખર્ચ થાય છે આમ પ્રિન્ટ કરેલો ટીશર્ટ 170-180 રૂપિયાનું બને છે જેને તમે બજારમાં 250 થી 300 રૂપિયામાં વેચી શકો છો, જો તમે સારી રીતે માર્કેટિંગ અને ગ્રાહકોને સારી ક્વોલિટી પ્રદાન કરશો તો મહિને સરળતાથી 40 થી 50 હજાર રૂપિયા કમાવી શકો છો.

Aadhar Card Photo Change Online: હવે આ રીતે સરળતાથી આધાર કાર્ડમાં ફોટો બદલાવો

Leave a comment