Phone Pe Loan Offer: ઘરે બેઠા ₹3,00,000 સુધીની લોન મેળવો, બસ આ વાતનું ધ્યાન રાખો

Phone pe loan offer : મિત્રો જીવનમાં ઘણીવાર આપણને લોન લેવાની જરૂર પડી શકે છે એવા માં ઘણા લોકો તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે હડબડી માં અને ઓછા વ્યાજ દરના ચક્કરમાં ખોટે રસ્તે ચડી જાય છે અને ફસાઈ જાય છે. તેથી હંમેશા ટ્રસ્ટેડ કંપની કે બેંક તરફથી જ લોન માટે પ્રાધાન્ય આપવું જોઈએ અને તેથી જ હું અહી આપને Phone pay દ્વારા કેવી રીતે લોન લઈ શકાય તેના વિશે માહિતી આપી.

Phone Pe Loan Offer

આજકાલ ઇન્ટરનેટ પર Phone pay દ્વારા લોન લેવાની ખોટી માહિતી ખૂબ ઝડપથી પ્રસરી રહી છે પરંતુ અહી તમને એકદમ સરળ અને સચોટ રીતે સમજાય તે રીતે માહિતી આપવામાં આવશે, તો ચાલો જાણીએ કેવી રીતે ફટાફટ ફોન પે દ્વારા લોન મેળવી શકાય.

ફોન પે દ્વારા લોન લેવા માટે નીચેના પગલાં અનુસરો

  • સૌ પ્રથમ ફોન પે એપ્લીકેશન ઓપન કરો, ત્યાં સૌથી નીચે “Loan” લખેલું દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ હવે ઘણા લોકોના મોબાઈલ માં સીધું જ “Personal Loan” નું ઓપ્શન મળી જાય છે પરંતુ ઘણા લોકોને મોબાઈલ માં આ ઓપ્શન નહીં દેખાય તો એ લોકોને સિબિલ સ્કોર ચેક કરવાનું ઓપ્શન આવશે તેના પર ક્લિક કરી સિબિલ સ્કોર ચેક કરવું સ્કોર ચેક કર્યા બાદ ફોન પે એપ્લીકેશન રીફ્રેશ કરી એપ્સ માંથી બહાર નીકળી જાઓ.
  • હવે રિસેંટ ટેબ માંથી પણ ફોન પે એપ્લીકેશન કાઢી નાખો અને ફરીથી ફોન પે એપ્લિકેશન ઓપન કરો હવે તમે નીચે “લોન” બટન પર ક્લિક કરશો એટલે તમને “get money instantly” ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને કેટલી રકમની લોન મળવા પાત્ર થશે તે દેખાશે જે તમે નીચે આપેલા સ્લાઇડરની મદદથી ઘટાડી કે વધારી શકો છો અને તેની નીચે કેટલા વ્યાજ દર પર લોન મળશે તેની માહિતી પણ જોવા મળી જશે.
  • ત્યાર બાદ “continue” બટન પર ક્લિક કરી અને ત્યારબાદ “I agree” બટન પર ક્લિક કરશો એટલે તમને કેટલીક પર્સનલ માહિતી પૂછવામાં આવશે જે ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • ત્યારબાદ “continue” બટન પર ક્લિક કરશો એટલે KYC verification માટે તમારે મોબાઈલ દ્વારા તમારી સેલ્ફી અપલોડ કરવાની રહેશે અને અન્ય વિગતો ભરી કંટીન્યુ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ “continue to digilocker” પર ક્લિક કરો, હવે ફરી આધારકાર્ડ વગેરે પૂછવામાં આવશે તે માહિતી ભરો
  • હવે કેવાયસી કમ્પ્લીટ કરવા માટે કોઈ એજન્ટ વિડીયોકોલ દ્વારા તમારી પાસે કેટલાક ડોક્યુમેન્ટ ની માંગણી કરી શકે છે તો બધા ડોક્યુમેન્ટની ખરાઈ કરી આગળ વધો.
  • હવે ઇએમઆઇ ભરવા માટે તમારી સામે તમારી બેંકની માહિતી ભરવા માટેનું ફોર્મ ખુલી જશે જેથી તમારા બેંક એકાઉન્ટ માંથી ઓટોમેટીક emi ભરાઈ જાય, તો અહીં તમારે તમારી બેંક ડીટેલ ભરવાની રહેશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારી સામે લોન એગ્રીમેન્ટ માટે પીડીએફ ખુલી જશે, આ પીડીએફમાં લોન માટે નિયમો અને શરતો લખેલા હોય છે જે તમે વાંચી “sign agreement” પર ક્લિક કરી શકો.
  • હવે વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવશે જેમાં થોડો ટાઈમ લાગી શકે છે તો ધીરજ થી કામ લેવું.

આ રીતે તમે ઘરે બેઠા સરળતાથી ફોન પે દ્વારા ₹3 લાખ સુધીની લોન લઈ શકો છો, લોન ની રકમ તમારા ક્રેડિટ સ્કોર પર આધારિત હશે એટલે બધા લોકો ત્રણ લાખ સુધી લોન મેળવી શકતા નથી, ક્રેડિટ સ્કોર જેટલો સારો એટલી જ સરળતા પડે છે લોન લેવામાં, આશા રાખું છું કે તમને અમારા દ્વારા અપાયેલી માહિતી પસંદ પડી હશે.

Read More: Aadhar Card Photo Change Online: હવે આ રીતે સરળતાથી આધાર કાર્ડમાં ફોટો બદલાવો

Leave a comment