PM Vishwakarma Yojana 2024 : પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા દરેક વ્યવસાયકારોને રૂપિયા બે લાખ સુધીની સહાય.

PM Vishwakarma Yojana 2024: જો તમે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છો તો આજનો આ આર્ટીકલ ફક્ત અને ફક્ત તમારા માટે જ છે, આ આર્ટીકલ દ્વારા માહિતી મેળવી જરૂર ને જરૂર તમે તમારા પરંપરાગત વ્યવસાયને આગળ વધારી શકશો, કેમકે ભારત સરકાર ભારતના દરેક પરંપરાગત વ્યવસાયકારોને સરકારી યોજના દ્વારા અલગ અલગ પ્રકારની સહાય કરે છે.

હું વાત કરી રહ્યો છું, pm Vishwakarma Yojana 2024 ની, જી હા આ યોજના દ્વારા તમે આર્થિક સહાયની સાથે સાથે બીજી પણ સહાય મેળવી શકો છો તો ચાલો જાણીએ આ યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી.

PM Vishwakarma Yojana 2024 મુખ્ય ઉદ્દેશ્ય ?

આ યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જ અમલમાં મુકેલ છે, આ યોજના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશના તમામ પરંપરાગત વ્યવસાયકારો ને જરૂરી સહાય કરી, તેઓનો વિકાસ કરવાની ઈચ્છા ધરાવે છે.

અને તેથી જ આ યોજના માટે ટોટલ 13,000 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું.

PM Vishwakarma Yojana 2024 માં મળવા પાત્ર લાભ :

  • આ યોજના દ્વારા પરંપરાગત વ્યવસાયકારોને રૂપિયા ₹15,000 થી ₹2,00,000 સુધીની લોન મળે છે.
  • આ ઉપરાંત આ યોજના દ્વારા જે તે વ્યવસાય ને લગતા સાધન સહાય પણ આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા જે તે વ્યવસાયકારો માટે નોકરીને તકો ઊભી કરવામાં આવે છે.
  • આ યોજના દ્વારા વ્યવસાયકારક ને તાલીમ આપવામાં આવે છે અને તાલીમ બાદ તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

PM Vishwakarma Yojana 2024 નો લાભ કોને મળવા પાત્ર છે ?

  • જે તે વ્યવસાયકાર મૂળ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • વ્યવસાય કારની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • નીચેના 18 પ્રકારના વ્યવસાયકારોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

તેમજ નીચે મુજબના ધંધા કરતા વ્યકતીઓને લાભ મળશે.

  1. સુથાર
  2. લુહાર
  3. રમકડા બનાવનાર
  4. ધોબી
  5. દરજી
  6. મોચી
  7. તારા બનાવનાર
  8. હોળી બનાવનાર
  9. ઓજારો બનાવનાર
  10. શિલ્પકાર, પથ્થર સાથે ના કામ સાથે જોડાયેલ દરેકને
  11. મિસ્ત્રી
  12. વાળંદ
  13. માલાકાર
  14. માછીમાર
  15. કેચર વણકર
  16. જાડુ બનાવનાર
  17. હથોડા કે ટૂલકિટ બનાવનાર
  18. કુંભાર

Read More: 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટો નિર્ણય, શું પગારમાં વધારો થશે?

પીએમ વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજો :

  • મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • આ ઉપરાંત જો તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તે અંગેના જરૂરી ડોક્યુમેન્ટસ

How to online apply pm Vishwakarma Yojana 2024 :

જો તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ તમારા મોબાઇલ કે લેપટોપ પર પર https://pmvishwakarma.gov.in/ ઓપન કરો.
  • વેબસાઈટ ખોલતા જ લોગીન બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ “CSC Artisons” નામનો વિકલ્પ પસંદ કરો.
  • પૂછવામાં આવેલી દરેક માહિતી ધ્યાનપૂર્વક ભરો.
  • ત્યારબાદ “Aadhar authentication” પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરી આગળ વધો.
  • ફોર્મ માં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનથી ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો.

આ સાથે જ તમારી ઓનલાઈન અરજી સફળતાપૂર્વક થઈ જશે, ધ્યાન રહે અરજી કર્યા બાદ મળેલા એપ્લિકેશન નંબર જરૂરથી નોંધી રાખવા.

Read More: Pashu khandan Sahay Yojana 2024: દરેક પશુપાલકોને 250 કીગ્રા ખાણ એકદમ ફ્રી માં મળશે

આવી જ રીતે દરેક યોજનાને સંપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ 😊.

Leave a comment