Sankat Mochan Yojana 2024 : કુટુંબ દીઠ ₹20,000ની સહાય આપી રહી છે ગુજરાત સરકાર, જલ્દી અરજી કરી દો

Sankat Mochan Yojana 2024 : ઘણાં લોકો કંફ્યુઝ થઈ જતાં હોય છે એટલે તમને માહિતી આપી દઈએ કે Sankat Mochan Yojana 2024 અને rashtriya kutumb sahay yojana 2024 બંને સમાન જ છે, આપણી સરકાર આ સહાય યોજના દ્વારા કુટુંબને ₹20,000 ની સહાય આપે છે તો ચાલો જાણીએ આ યોજના A to Z માહિતી.

શું છે સંકટ મોચન યોજના 2024 | Sankat Mochan Yojana 2024

આ યોજનાની ખાસ બાબત એ છે કે દરેક કેટેગરીના લોકો ને આ યોજનાનો લાભ આપવામાં આવે છે, આ યોજના માટે કોઈ એક ખાસ કેટેગરી નિશ્ચિત નથી કરેલી. આ યોજના ના નામ પરથી જ ખ્યાલ આવે કે સંકટ સમયે કુટુંબને ₹20,000 ની સહાય આપવામાં આવે છે.

સંકટ મોચન યોજના 2024 દ્વારા મળતા લાભ

Sankat Mochan Yojana 2024 દ્વારા લાભાર્થી કુટુંબને ₹20,000ની સહાય આપવામાં આવે છે અને સૌથી ખાસ બાબત એ છે કે આ પૈસા સીધા અરજદારના બેંક એકાઉન્ટમાં જમાં થઈ જાય છે.

કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે ?

આ યોજનાનો લાભ માટે સરકારે અમુક માપદંડ નક્કી કર્યા છે જેમ કે જે કુટુંબ આ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે તેઓનો ગરીબી રેખા 0 થી 20 સ્કોર ની યાદી માં સમાવેશ થતો હોવો જોઈએ ઉપરાંત કુટુંબ માં મૃત્યુ પામનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ પરંતુ કુટુંબની મુખ્ય આવકનો ભાર તે મૃત્યુ પામનાર વ્યક્તિ પર હોવો જોઈએ. તેમજ મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ કે વધુમાં વધુ 60 વર્ષ હોવી જોઈએ અને જો આ વ્યકિતના મૃત્યુ પછીના 2 વર્ષ સુધીમાં જે તે કુટુંબે અરજી ના કરી તો તે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નહિ ગણાય.

સંકટ મોચન યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજ

આ યોજના માટે તમે ઉપરની બધી શરતો અને નિયમોનું પાલન કરો છો તો તમારે અરજી ફોર્મ સાથે મૃત્યુ પામનાર વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ, મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમરનો પુરાવો અને રેશન કાર્ડ આ ઉપરાંત બેંક ખાતાની પાસબુક તેમજ ગરીબી રેખા નીચેની યાદી માટેનું પ્રમાણપત્ર જોડાવાનું રહેશે.

આ યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

તમને પહેલા જ જણાવી દઈએ કે આ યોજના માટે તમે ઓનલાઇન અરજી નહીં કરી શકો જો તમે ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છો તો તમે ગામ ના VCE પાસે ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ્સ લઈને જશો તો તેઓ તમને અરજી કરી આપશે આ ઉપરાંત તમે તમારા જિલ્લા અથવા તાલુકાના જન સેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીએ જઈ આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો.

આમ Sankat Mochan Yojana 2024 ની સંપૂર્ણ વિગતવાર માહિતી ઉપર મુજબ છે, જરૂરિયાત મંદ લોકો ને આ માહિતી પહોંચાડવા વિનંતી જેથી તેઓ સંકટ સમયે આર્થિક સહાય મેળવી શકે. ધન્યવાદ 😊.

Leave a comment