sbi amrit vrishti scheme : ફક્ત 444 દિવસમાં આટલું મોટું રિટર્ન, અત્યાર સુધીની સૌથી બેસ્ટ એફડી સ્કીમ

sbi amrit vrishti scheme : SBIની આ FD scheme હાલ ખૂબ જ ચર્ચા માં છે કેમ કે આ એફડી સ્કીમ સામે અન્ય કોઈ સ્કીમ ટક્કર આપી શકતી નથી, આ એફડી સ્કીમમાં ઓછાં સમયના રોકાણ માટે સારો વ્યાજદર મળે છે તેથી જ લોકો આ સ્કીમ ને વધારે પસંદ કરી રહ્યા છે તો ચાલો જાણીએ આ sbi amrit vrishti scheme ની એ ટુ ઝેડ માહિતી.

sbi amrit vrishti scheme

એસબીઆઈ અમૃત વૃષ્ટિ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે કે જે લોકો ઓછા સમય માટે રૂપિયા ઇન્વેસ્ટ કરી સારું વળતર મેળવવા ઈચ્છે છે, આ સ્કીમ માં જો તમે 444 દિવસ માટે રૂપિયા ઇન્વેટ કરો છો તો તમને સારામાં સારું વ્યાજ દર મળશે. આ ઉપરાંત આ સ્કીમ નો મેચ્યોરિટી ટાઈમ 444 દિવસ છે.

શા માટે એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ ખાસ છે ?

એસબીઆઇ માં એક થી બે વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ માટે વાર્ષિક વ્યાજદર 6. 80% જેટલો જોવા મળે છે. પોસ્ટ ઓફિસમાં પણ એક વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે વાર્ષિક ઇન્ટરેસ્ટ રેટ 6.9% છે જ્યારે sbi amrit vrishti scheme નો ઇન્ટરેસ્ટ રેટ 7.25%-7.75% છે એટલે કે sbi amrit vrishti scheme માં આપણને ઇન્ટરેસ્ટ રેટ વધારે મળે છે.

એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમના ફાયદા

આ સ્કીમ અંતર્ગત તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે મેચ્યોરિટી પર સંપૂર્ણ વ્યાજ મેળવી શકો છો.
મેચ્યોરિટી પહેલા જો તમે આ સ્કીમ માંથી પૈસા ઉપાડો છો તો ₹5,00,000 સુધીના ડિપોઝિટ પર અડધો ટકા (0.5%) વ્યાજ ઓછું મળશે અને ₹5,00,000 થી વધુના ડિપોઝિટ પર 1% ટકા વ્યાજ ઓછું મળશે.

એસબીઆઈ અમૃત વૃષ્ટિ એફડી સ્કીમ માટે જરૂરી તારીખ

sbi amrit vrishti scheme મા તમે 15/07/2024 થી 30/09/2024 સુધીમાં રૂપિયા ડિપોઝિટ કરી આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

sbi amrit vrishti scheme interest rate

આ સ્કીમ હેઠળ સામાન્ય લોકોને મેચ્યોરિટી પર 7.25% ઇન્ટરેસ્ટ રેટ અને સિનિયર સિટીઝન લોકોને 7.75% ઇન્ટરેસ્ટ રેટ મળે છે, જો મેચ્યોરિટી પહેલા ઉપાડ કરો છો તો ઉપર ફાયદામાં જણાવેલ મુજબ પેનલ્ટી લાગશે.

અમૃત વૃષ્ટિ એફડી સ્કીમમાં રોકાણ કેવી રીતે કરવું ?

આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમે તમારી નજીકની કોઈપણ sbi ની બેંક શાખાની મુલાકાત લઈ અરજી ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત sbi માં તમારું ખાતું છે તો ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી પણ તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો આ ઉપરાંત YONO એપની મદદથી પણ તમે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો.

કેટલા રોકાણ પર કેટલું રિટર્ન મળશે ?

નીચેની ગણતરી મેચ્યોરિટી પરની ગણતરી કરેલ છે, સામાન્ય અને સિનિયર સિટીઝન માટે.

  • ₹1,00,000ના નિવેશ પર સામાન્ય લોકોને ₹1,09,266 મેચ્યોરિટી રકમ મળશે જ્યારે સિનિયર સિટીઝન લોકોને ₹1,09,930 મેચ્યોરિટી રકમ મળશે.
  • ₹5,00,000ના નિવેશ પર સામાન્ય લોકોને ₹5,46,330 મેચ્યોરિટી રકમ મળશે જ્યારે સિનિયર સિટીઝન લોકોને ₹5,49,648 મેચ્યોરિટી રકમ મળશે.
  • ₹10,00,000ના નિવેશ પર સામાન્ય લોકોને ₹10,92,661 મેચ્યોરિટી રકમ મળશે જ્યારે સિનિયર સિટીઝન લોકોને ₹10,99,295 મેચ્યોરિટી રકમ મળશે.

આશા રાખું છું કે તમને sbi amrit vrishti scheme ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો આ સ્કીમ પસંદ આવી હોય તો તમે આ સ્કીમ માં ઇન્વેસ્ટ કરી શકો છો.

Leave a comment