SBI Shishu Mudra Loan Yojana 2024: ખુદનો બિઝનેસ શરૂ કરવા બેંક ₹50,000ની લોન આપે છે, જલ્દીથી અરજી કરો

SBI Shishu Mudra Loan Yojana 2024 : ખુદનો ધંધો શરૂ કરવા માટે શરૂઆતમાં થોડા પૈસા નું રોકાણ કરવું જ પડે છે, અને એમાં પણ આપણે આર્થિક સમસ્યા નો સામનો કરી રહ્યા હોય તો ખુદ નો ધંધો શરૂ કરવું મુશ્કેલ બને છે તેથી જ સરકાર કેટલીક યોજના દ્વારા લોન આપે છે જેથી લોકોને ખરા સમયે રૂપિયા મળી રહે.

SBI Shishu Mudra Loan Yojana 2024

આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે જે લોકો પોતાનો ધંધો કે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે અને યોગ્ય કુશળતા ધરાવે છે પરંતુ આર્થિક સમસ્યાને કારણે શરૂઆત નથી કરી શકતા તો તેઓને અમુક સમય માટે લોન દ્વારા પૈસા આપવામાં આવે છે જેથી આવા લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી તેમાંથી કમાણી કરી વ્યાજ સાથે પૈસા પરત કરી શકે.

એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજનાના ફાયદા

  • આ યોજના દ્વારા લોન લેનાર ને ₹50,000ની લોન આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા મળેલી લોન 60 મહિનામાં એટલે કે 5 વર્ષની અંદર વ્યાજ સહિત ચૂકવવાના હોય છે.
  • ભારત દેશનો દરેક નાગરિક આ યોજના દ્વારા લોન મેળવી શકે છે.
  • આ યોજના દ્વારા વાર્ષિક 12%ના વ્યાજ દરે લોન આપવામાં આવે છે.

આ યોજના માટેના નિયમો અને શરતો

જો તમે આ એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના દ્વારા લોન મેળવવા ઈચ્છતા હોય તો તમારે નીચે મુજબના નિયમો અને શરતોનું પાલન કરવું પડશે.

  • આ યોજના દ્વારા ફક્ત 18 વર્ષ થી વધારે ઉંમર ના વ્યક્તિને જ લોન આપવામાં આવે છે.
  • જો તમારી ઉંમર 60 વર્ષ થી વધારે હોય તો આ યોજના દ્વારા તમને લોન મહી મળી શકે.
  • આ યોજના નો લાભ મેળવવા માટે બેંક એકાઉન્ટ ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોવું જોઈએ.
  • આ યોજનાનો લાભ એ જ વ્યક્તિને મળે કે જે પોતાનો ધંધો કે વ્યવસાય શરૂ કરવા માંગે છે.
  • આ યોજના દ્વારા લોન મેળવવા માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હોવા જોઈએ.

લોન મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ યોજના દ્વારા ₹50,000 સુધીની લોન મેળવવા માટે તમારી પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ.

  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • લોન લેનારનું પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • ઉંમરનો પુરાવો
  • વ્યવસાયનું સર્ટિફિકેટ
  • રહેઠાણનો પુરાવો

લોન માટે અરજી કેવી રીતે કરવી

જો તમે ઉપર ના બધા નિયમો અને શરતોનું પાલન કરો છો અને ઉપરના બધા દસ્તાવેજ ધરાવો છો તો તમે એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના(SBI Shishu Mudra Loan Yojana 2024) દ્વારા લોન મેળવવા માટે અરજી કરી શકો છો.

અરજી કરવા માટે તમે તમારી નજીકની SBI Bank ની શાખા બેંકની મુલાકાત લ્યો અને ત્યાં કોઈ કર્મચારીને આ યોજના દ્વારા લોન મેળવવા માટે વાત કરો, ત્યારબાદ બેન્કનો કર્મચારી તમને આ યોજના માટેનું અરજી ફોર્મ આપશે. આ અરજી ફોર્મ માં પુછેલી દરેક વિગત ધ્યાનથી ભરો અને જ્યાં સહી કરવાની છે ત્યાં સહી કરી કર્મચારી એ જણાવેલા દરેક દસ્તાવેજ આ અરજી ફોર્મ સાથે જોડી દો. હવે આ અરજી ફોર્મ બેંકના જે તે કર્મચારીને પરાય સોંપી દયો. બેંકના જે તે કર્મચારી તમારા અરજી ફોર્મની ખરાઈ કરશે અને ત્યારબાદ તમારું અરજી ફોર્મ સબમિટ કરી દે શે.

આમ તમે સરળતાથી SBI Shishu Mudra Loan Yojana 2024 દ્વારા ₹50,000ની લોન મેળવી ખુદનો ધંધો કે વ્યવસાય શરૂ કરી શકો છો અને ત્યારબાદ 5 વર્ષ સુધીમાં લોનની વ્યાજ સહિતની રકમ ચુકવણી કરી શકો છો. ધન્યવાદ

Leave a comment