sukanya samriddhi yojana 2024: માત્ર ₹30,000 નું રોકાણ કરશો તો પણ ₹13,96,019 મળશે, સમય જતાં પહેલાં ખાતું ખોલાવી લ્યો

sukanya samriddhi yojana 2024 : “દીકરી તો પારકું ધન કહેવાય” આ કહેવતને આજે આપણે ખોટી સાબિત કરવાની છે, કેમ કે આજ હું એક એવી યોજના વિશે વાત કરવાનો છું જેમાં તમે દીકરીના નામે ₹૩૦,૦૦૦ પણ જમાં કરશો તો એ ₹30,000 વધીને ₹13,96,019 થઈ જશે. હા મને ખબર છે વિશ્વાસ નહિ આવે એટલે આગળ મે ગણતરી સાથે સમજાવેલ છે તો આર્ટીકલ છેલ્લે સુધી વાંચતા રહો.

શું છે સુકન્યા સમૃદ્ધિ યોજના | sukanya samriddhi yojana 2024

સુકાન્યા સમૃદ્ધિ યોજના એ એક પ્રકારની રોકાણની યોજના છે જેમાં દીકરીના નામે પૈસાનું રોકાણ કરશો તો સરકાર 8.2% ઊંચા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદરે તમારા પૈસામાં વધારો થતો રહેશે, ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજ નું પણ વ્યાજ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા

  • આ યોજના દ્વારા તમે દીકરીના નામે દર વર્ષે ઓછા માં ઓછા ₹250 નું રોકાણ કરી શકો છો, તેમજ વધુ માં વધુ ₹1,50,000નું રોકાણ કરી શકો છો.
  • આ યોજના દ્વારા રોકાણ કરેલા પૈસા પર દર વર્ષે 8.2%નું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.
  • દીકરીના 18 વર્ષ થતા રોકાણ કરેલા પૈસા માંથી વ્યાજ સહિતના 50% રકમ ઉપાડી શકો છો.
  • દીકરી 21 વર્ષની થતા આ યોજના દ્વારા રોકાણ કરેલા રૂપિયા પરિપક્વ બને છે.

સુકન્યા યોજનાના કેટલાક નિયમો અને શરતો

  • દીકરીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • આ યોજના(sukanya samriddhi yojana 2024) નો લાભ માતા પિતા વધુ માં વધુ પોતાની બે દીકરીઓ સુધી સીમિત રહેશે પરંતુ જો બીજી દીકરીના જન્મ વખતે જોડ્યા બાળક જન્મે અને બંને દીકરી હોય તો આ યોજનાનો લાભ ત્રણ દીકરીને મળવા પાત્ર થશે.
  • દીકરીના નામે બેંક એકાઉન્ટ હોવું જોઈએ.

કેટલા રોકાણ પર કેટલા રૂપિયા મળવાપાત્ર થશે

જો તમારી દીકરી 6 વર્ષની છે અને તમે આ યોજનાનો લાભ લઈ દીકરીના નામે દર વર્ષે ₹30,000 જમાં કરવો છો તો જ્યારે તમારી દીકરી 21 વર્ષની થાય એટલે ₹13,96,019 કરતા પણ વધારે મળશે કેમ કે આ ગણતરી 8% ના ચક્રવૃદ્ધિ વ્યાજદરે કરેલી છે જ્યારે સરકાર 8.2% નો ચક્રવૃદ્ધિ વ્યાજદર આપે છે.

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • દીકરીનું બેંક એકાઉન્ટ
  • દીકરીનો જન્મનો દાખલો
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • દીકરીનું આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • અરજદારનું આધારકાર્ડ
  • આવકનો દાખલો

આ યોજના માટે બચત ખાતું કઈ રીતે ખોલાવવું

જો તમે સુકન્યા યોજના (sukanya samriddhi yojana 2024) માટે દીકરીનું બચત ખાતું ખોલાવવા ઈચ્છો છો તો તમે તમારી બેંક શાખાએ અથવા નજીકની પોસ્ટ બેંક પર જઈ કોઈ પણ કર્મચારીને આ યોજના દ્વારા ખાતું ખોલાવવા વિશેની વાત કરવી એટલે જે તે કર્મચારી આ યોજના માટેનું અરજી ફોર્મ આપશે જેમાં તમારે બધી વિગતો ભરી, જરૂરી બધા ડોક્યુમેન્ટ્સ જોડી જે તે કર્મચારીને અરજી ફોર્મ પરત કરવાનું રહેશે.

Leave a comment