Varsad Ni Agahi: આગામી 5 દિવસમાં આ વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે

Varsad Ni Agahi: અંબાલાલ પટેલ દ્વારા થોડા દિવસો પહેલા જ વરસાદની આગાહી આપવામાં આવી હતી અને તેઓની આગાહી પ્રમાણે ઉતર ગુજરાતમાં વરસાદ સારી માત્રામાં ખાબક્યો છે, ગયા દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો તેમજ આગામી દિવસો તેમજ આજે ક્યાં કયા વરસાદની આગાહી આપવામાં આવી છે ઉપરાંત કેટલા વરસાદની હજુ જરૂરિયાત છે આ તમામ વિશે આજના આ લેખમાં વાત કરવાના છે તો છેલ્લે સુધી વાંચજો.

આજે આ વિસ્તારમાં યેલો એલર્ટ | Varsad Ni Agahi

હાલ ઉતર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેવી જ આજે પણ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તાર પર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ તમામ વિસ્તારમાં આજે હવામાન વિભાગે ભારે થી અતિ ભારે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરી છે.

અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર માં હુંફાળું ભેજવાળા વાતાવરણ સાથે 60 મીમી થી 110 મીમી સુધી પવન સાથે વરસાદ વરસી શકે છે.

આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, દાદરા નગર હવેલી માટે યેલો એલર્ટ આપ્યું છે, આ ઉપરાંત ઉતર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

તેમજ હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપી છે કારણ કે આગામી 2 દિવસમાં પવન ફૂંકાય શકે છે તેમજ ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને આગામી પાંચ દિવસ સુધી મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે.

ક્યાં ક્યાં વરસાદ પડ્યો | Varsad Ni Agahi

ખાસ કરીને ઉતર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ જોવા મળ્યો છે એમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ જોવા મળ્યો છે, છેલ્લી 24 કલાકમાં બનાસકાંઠા માં 110 મીમી, દાંતમાં 531 મીમી, વડગામ માં 400 મીમી, લાખની માં 410 મીમી વરસાદ પડ્યો હતો આ ઉપરાંત પણ ઉતર ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો.

તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હજુ પણ જામનગર, પોરબંદર, ગીર સોમનાથ જેવા વિસ્તારો માં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ઉપરાંત અમદાવાદ, વડોદરા જેવા શહેરો માં પણ વરસાદ જોવા મળ્યો હતો.

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છેલ્લા ઘણો દિવસોથી વરસાદ પડી રહ્યો છે તેથી આ વિસ્તારમાં આજ સુધીમાં 413.1 મીમી જેટલો વરસાદ વરસ્યો છે પરંતુ આજ સુધીના સમયગાળામાં ફક્ત 276.2 મીમી વરસાદની જ જરૂરી હતી તેથી કહી શકાય કે લગભગ આ વિસ્તારમાં પચાસ ટકા જેટલો વધારે વરસાદ પડ્યો છે.

ઉતર-મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ વિસ્તારમાં 431.2 મીમી વરસાદ ખાબક્યો છે જ્યારે આજ ની તારીખ સુધીમાં 451.2 મીમી જેટલો વરસાદ પડવો જોઈએ એટલે આ વિસ્તારોમાં લગભગ અઢાર ટકા જેટલા વરસાદની ઘટ જોવા મળી છે.

અંબાલાલ પટેલની વરસાદી આગાહી

હવે અંબાલાલ પટેલની આગાહી વેશે વાત કરીએ તો અંબાલાલ પટેલ જણાવે છે કે ઓગસ્ટ મહિનાની 5 થી 10 તારીખ સુધી માં દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત ઉતર મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં સાથે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટી શકે છે.

Leave a comment