TRAI New Rule: 1 સપ્ટેમ્બરથી આ પર્સનલ નંબર બ્લોક થઇ જશે, જાણો તમે તો આ ભૂલ નથી કરી રહ્યાં ને

TRAI New Rule : જો તમે આ ભૂલ કરો છો તો બે વર્ષ માટે તમારા મોબાઈલ નંબરને બ્લોક કરી દેવામાં આવશે. આ સમાચારને હલકામાં ન લેવા કારણ કે આજકાલ આપણા મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ, જુદા જુદા સરકારી દસ્તાવેજો તેમજ મોબાઇલમાં પણ ઘણી બધી સુવિધાઓ સાથે લિંક હોય છે.

જો આ લીંક નંબર તમારી ભૂલને કારણે બ્લોક થઈ જશે તો ખોટી દોડાદોડીમાં પડી જશો. તો આ ભૂલ ન કરવામાં જ આપણી ભલાઈ છે તો આ સમાચાર છેલ્લે સુધી વાંચજો.

આ ભૂલ કરી તો સીધા નંબર બ્લોક | TRAI New Rule

સામાન્ય રીતે મોટાભાગના લોકો માર્કેટિંગ મેસેજ અને કોલ વગેરેથી કંટાળી ગયા છે. એક નંબર બ્લોક કરીએ તો બીજા નંબર પરથી આવા મેસેજ કે કોલ શરૂ થઈ જાય છે.

આ સમસ્યાના નિવારણ માટે ભારતની ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા નામની સંસ્થા દ્વારા કડક નિયમ બનવવામાં આવ્યો છે. જો હવે કોઈ પર્સનલ નંબરથી આવા ટેલી માર્કેટિંગ મેસેજ કે કોલ કરવામાં આવશે તો તે નંબર ને 2 વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે.

ક્યારથી આ નિયમ લાગુ થશે

મીડિયા રિપોર્ટસ ના જણાવ્યા મુજબ આ નિયમ પેલી સપ્ટેમ્બર 2024 થી લાગુ થવા જઈ રહ્યો છે એટલે કે જો કોઈ પર્સનલ નંબર થી આવા ટેલીમાર્કેટિંગ માટેના મેસેજ કે કોલ કરવામાં આવશે તો પેલી સપ્ટેમ્બરથી આવા મોબાઈલ નંબરને બે વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે.

આ સમસ્યા ની બાબતે ટેલિકોમ કંપનીને સૂચના પણ આપી દેવામાં આવી છે.

સામાન્ય લોકોને ફાયદો

સામાન્ય રીતે સામાન્ય લોકો જ આવા માર્કેટિંગ મેસેજ કે કોલ દ્વારા થતી જાહેરાતોમાં ઘણીવાર ફસાઈ જાય છે અને છેતરપિંડીનો ભોગ બને છે પરંતુ હવે ટ્રાઈ ના નવા નિયમ મુજબ 160 નંબર વાળી સિરીઝ જાહેર કરવામાં આવી છે. હવે આવા પ્રમોશનલ મેસેજ કે કોલ 160 નંબર વાળી સિરીઝ માંથી જ કરવા પડશે.

જેથી આ નંબર સીરીઝ માંથી મેસેજ કે કોલ આવે તો સામાન્ય લોકો સરળતાથી સમજી શકે કે આ મેસેજ કે કોલ પ્રમોશનલ છે. અને કોઈપણ પ્રકારની છેતપીંડીનો ભોગ ન બને.

તો મિત્રો જો તમે કોઈ આવા પ્રમોશનલ મેસેજ કે કોલ પર્સનલ નંબર માંથી કરો છો તો ચેતી જજો બાકી તમારા નંબર 2 વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે અને જો કોઈ તમારો મિત્ર આ કાર્ય કરે છે તો તેને સાવધ કરવા આ આર્ટિકલ તેને જરૂર શેર કરજો, ધન્યવાદ.

Read More:

Leave a comment