Cold Storage Sahay Yojana : તદ્દન નવી યોજના, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે આટલી મોટી આર્થિક સહાય આપવામાં આવી રહી છે

Cold Storage Sahay Yojana : ખેડુતો માટે નવી એક યોજના આવી છે, આ યોજના દ્વારા ખેડૂતોને બાગાયતી પાક સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ બનાવી પોતાના પાક ને લાંબા સમય સુધી સાચવી શકશે અને પોતાની કમાણી માવધરો કરી શકશે.

કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના | Cold Storage Sahay Yojana

આ યોજનાનો અમલ ભારત સરકારશ્રીની પ્રવર્તમાન મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર (MIDH) યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે.

આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે બાગાયતી પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા માં વધારો થાય.

કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના દ્વારા મળતું સહાય ધોરણ

આ યોજના હેઠળ બાગાયતી ખેડૂતોને નીચે મુજબની સહાય આપવામાં આવશે.

  • જો તમારા કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 5000 મેટ્રિક ટનની છેટો તમને પ્રતિ મેટ્રિક ટન ના આધારે ₹8000 મળવા પાત્ર થશે.
  • જો તમારા કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 5001 થી 6500 મેટ્રિક ટનની છે તો તમને પ્રતિ મેટ્રિક ટન ના આધારે ₹7,600 મળવા પાત્ર થશે.
  • જો તમારા કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 6501 થી 7600 મેટ્રિક ટનની છે તો તમને પ્રતિ મેટ્રિક ટન ના આધારે ₹7,200 મળવા પાત્ર થશે.
  • જો તમારા કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 8001 થી 10,000 મેટ્રિક ટનની છે તો તમને પ્રતિ મેટ્રિક ટન ના આધારે ₹6,800 મળવા પાત્ર થશે.
  • ધ્યાન રહે કે આ સહાય પ્રોજેક્ટની કુલ કિંમતના વધુમાં વધુ 50% સુધીના ખર્ચ માટે જ મળશે.

નોંધ : આ સહાય આજીવન ફક્ત એક જ વાર મળવાપાત્ર છે.

કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • લાભાર્થીનું આધારકાર્ડ
  • ખેડૂતનું પાનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • 7-12 અને 8-અ

આ ઉપરાંત જમીન બિનખેતી છે તે અંગેનું પ્રમાણ પત્ર તેમજ એવા અન્ય દસ્ત્વેજ ની માહિતી તમે આઇ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકો છો.

અરજી કરવા માટેની જરૂરી તારીખ

કોલ્ડ સ્ટોરેજ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે 12/08/2024 થી 11/10/2024 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • આ યોજના દ્વારા સહાય મેળવવા માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
  • અહી તમને ઉપર “યોજનાઓ” નામનું વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.ત્યારબાદ “બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” દેખાશે ત્યાં ક્લિક કરો.
  • હવે તમને કોલ્ડ સ્ટોરેજ માટેની સહાય યોજના દેખાશે તેના પર ક્લિક કરો.અહી તમારે ડોક્યુમેન્ટ્સ વગેરે જેવી માહિતી મેળવી લેવાની છે ત્યાર બાદ “અરજી કરો” નામ ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાન થી ભરો અને ત્યાર પછી દસ્તાવેજ અપલોડ કરો, પછી સબમિટ બટન પર ક્લિક કરી આ અરજીની પ્રિન્ટ કાઢો.
  • આ અરજી સાથે જરૂરી દસ્તાવેજ જોડી સહ નાયાબ બાગાયત નિયામક કચેરીએ મોકલી દેવાની રહેશે.
  • આવી રીતે તમે અરજી કરી તમારા બાગાયતી પાકનો સંગ્રહ કરી વધુ માં વધુ કમાણી કરી શકો છો. જરૂરિયાત મંદ લોકોને આ આર્ટિકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે, મિત્રો આવી જ રીતે સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો અને હા આ આર્ટિકલ શેર કરવાનું ના ભૂલતા, ધન્યવાદ.

Leave a comment