Rule Changes From 1st August : 1 ઓગસ્ટથી આ 4 નિયમો બદલાશે, નિયમો બદલાઈ એ પહેલાં જાણી લ્યો

Rule Changes From 1st August : દર મહિનાની પેલી તારીખે ઘણી બધી બાબતોમાં ફેરફાર થતાં હોય છે જેનાથી આપણા ખિસ્સાને અસર થતી હોય છે, મહિનાની પહેલી તારીખે ઘણી પ્રાઇવેટ કંપની ઉપરાંત સરકારી કંપની પણ નાણાંકીય ફેરફારો કરતી હોય છે તો આજે આપણે આવતા મહિનાની પેલી તારીખે એટલે કે 1 ઓગસ્ટ એ થનાર ફેરફાર વિશે માહિતી મેળવીશું.

ગેસ સિલિન્ડરના ભાવ | Rule Changes From 1st August

તમને બધાને ખબર છે કે દર મહિનાની પેલી તારીખે ઓઇલ કંપની ગેસ ના નવા ભાવ જારી કરે છે એ પછી ઘરેલું વપરાશ માટે ગેસ હોય કે પછી કોમર્શિયલ વપરાશ માટે, ભાવ માં ફેરફાર થાય છે. ગયા મહિને એટલે કે જુલાઈ મહિને કોમર્શિયલ ગેસ ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો તો આ વખતે પણ ગ્રાહકો ભાવ ઘટાડાની આશા રાખી રહ્યા છે.

HDFC Bank Credit Card

જો તમે HDFC Bank Credit Card વાપરો છો તો આ ફેરફાર તમારા ખિસ્સાનો થોડો વજન જરૂર ઓછો કરશે કારણ કે જો તમે કોઈ થર્ડ પાર્ટી એપ દ્વારા ભાડું ભરો છો તો તમારે ₹3000 સુધીના ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ ચૂકવવો પડશે.

આ ઉપરાંત ₹15,000 થી વધારેના યુટિલિટી ના ટ્રાન્ઝેક્શન અને ₹50,000 થી વધારેના ફ્યુલ ટ્રાન્જેક્શન પર પણ 1% ચાર્જ ભરવો પડશે.

ગૂગલ મેપની સેવાઓના ખર્ચ પર 70% નો ઘટાડો

આ ફેરફાર તમારા અને મારી જેવા સામાન્ય લોકો માટે નથી પરંતુ જે લોકો ગૂગલ ની પ્રીમિયમ સેવાઓનો ઉપયોગ કરે છે તેના માટે સારા સમાચાર છે કારણ કે ગૂગલ કંપની એ જાહેર કર્યું છે કે આવતા મહિનાની પેલી તારીખે તે ગૂગલ મેપ ની પ્રીમિયમ સેવાઓ પર 70% નો ઘટાડો કરશે, અને એ બાબત પણ નોંધવા જેવી છે કે આ સેવાઓ માટે રૂપિયાની ચુકવણી ડોલર પર નહિ પરંતુ ભારતીય રૂપિયા પર થશે.

બેંકો 13 દિવસ બંધ રહેશે

જી હા, ઓગસ્ટ મહિનામાં બેંકો પર 13 દિવસની રજા રહેશે એટલે બેંક પર નાણાકીય લેવડ દેવડ કરવા જતાં પહેલાં જાણી લેવું કે તે દિવસે બેંક ચાલુ છે કે નહિ, આ 13 દિવસ માં શનિ રવિની રજા ઉપરાંત રક્ષાબંધન જેવા તહેવારોની રજાઓ સામેલ છે.

આશા રાખું છું કે ઓગસ્ટ મહિનાની પેલી તારીખ પહેલાં જ અમે તમને આ માહિતી (Rule Changes From 1st August) થી તમને જાણકાર કર્યા જેથી તમને થોડો ફાયદો થાય, આવી જ સરકારી જગતમાં અને આપણા ખિસ્સાને અસર કરતી માહિતીથી માહિતગાર રહેવા અમારી સાથે જોડાયા રહો. ધન્યવાદ

Leave a comment