VI New Plan August 2024: 5GB બોનસ ડેટા સાથે સાથે હવે 6 કલાક અનલિમિટેડ ડેટા અને દરરોજ 1.5GB તો અલગ

VI New Plan August 2024: Vodafone Idea એ ટેલિકોમ કંપનીઓની સ્પર્ધામાં ટકી રહેવા માટે બોનસ ડેટા ઓફર કરી રહ્યું છે જેમાં તમને વધારાના 5 જીબી ડેટા મળશે આ ઉપરાંત રાતના 12 થી છ વાગ્યા સુધી પણ અનલિમિટેડ ડેટા ની સુવિધા પણ આપવામાં આવશે.

સ્પર્ધા વચ્ચે ગ્રાહકોનો ફાયદો | VI new plan august 2024

જ્યારથી ભારતમાં ટેલિકોમ કંપનીએ પોતાના રિચાર્જ પ્લાન ની કિંમત વધારી છે ત્યારથી ભારતમાં ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન ની ચર્ચા ચાલી રહી છે. તમને બધાને ખ્યાલ જ હશે કે રિચાર્જ પ્લાન ના ભાવ વધવાથી લોકો BSNL તરફ વળી રહ્યા છે. પરંતુ અન્ય ટેલિકોમ કંપનીઓને પણ ખ્યાલ જ છે કે bsnl માં નેટવર્ક ઇસ્યુ જોવા મળે છે તેથી સ્પર્ધા ફક્ત jio, Airtel અને VI વચ્ચે જોવા મળે છે.

તેથી આ કંપનીઓ અવાર નવાર નવા રિચાર્જ પ્લાનના કંઈક ને કંઈક ઓફરો બહાર પાડી રહી છે જેથી વધુમાં વધુ લોકો તેની તરફ આકર્ષાય. તો ચાલો આજે આપણે Vodafone Idea ના એક 5gb બોનસ ડેટા વિશે માહિતી મેળવીએ કે કેવી રીતે મળે છે અને કેટલા દિવસ સુધી.

આ પ્લાન પર એક્સ્ટ્રા પાંચ જીબી ડેટા મળી રહ્યા છે

Vodafone idea ના ₹349 વાળા 28 દિવસ ના પ્લાનમાં આ ઓફર મળી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ 1.5 gb ડેટા અનલિમિટેડ વોઇસ કોલ તેમજ દરરોજ એસએમએસ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ઉપરાંત બોનસ સ્વરૂપે 5gb ડેટા પણ આપવામાં આવશે.

આ ઉપરાંત વડાફોન આઈડીયા ના બીજા પ્લાનની વાત કરીએ તો VI ના 56 દિવસની વેલીડીટી વાળા પ્લાનમાં આ પર મળી રહી છે આ ઓફરમાં તમને 56 દિવસ માટે દરરોજ 1.5gb ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ તેમજ દરરોજ 100 એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે આ ઉપરાંત આ રિચાર્જ પ્લાનમાં તમને 5gb ડેટા બોનસ સ્વરૂપે આપવામાં આવશે. Vodafone idea નું આ રિચાર્જ પ્લાન 549 રૂપિયામાં પડે છે.

આ ઉપરાંત વોડાફોન આઈડિયા હજુ એક રિચાર્જ પ્લાનમાં પાંચ જીબી બોનસ ડેટા ઓફર કરી રહ્યું છે, 84 દિવસની વેલીડીટી વાળા પ્લાનમાં તમને દરરોજ 1.5 gb ડેટા અનલિમિટેડ વોઇસ કોલ અને સાથે સાથે દરરોજ 100 એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે અને સાથે પાંચ જીપી ડેટા બોનસ તરીકે આપવામાં આવે છે આ રિચાર્જ પ્લાન 849 રૂપિયામાં પડે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ બોનસ ઓફર ફક્ત ત્રણ દિવસ માટે જ મળે છે અને એ પણ યાદ રહે કે આ બોનસ ઓફર ત્યારે જ મળશે જ્યારે તમે VI ની એપ્લિકેશન કે વેબસાઈટ પરથી રિચાર્જ કરાવો છો તો.

આ ત્રણેય રિચાર્જ પ્લાન પર તમને રાતના 12:00 વાગ્યાથી સવારના 06:00 વાગ્યે સુધી અનલિમિટેડ ડેટા ની સુવિધા પૂરી પાડવામાં આવશે.

Read More: Post Office PPF Scheme : ₹75,000 ના રોકાણ પર ₹9,09,105 નું રિટર્ન, જાણો કેવી રીતે

Leave a comment