RBI New Rule For CIBIL Score: લોન લેવા માટે હવે સતત જાગતા રહેવું પડશે નહીંતર, જાણો આરબીઆઈનો નવો નિયમ

RBI New Rule For Cibil Score : હવે લોન લેનાર અને જેણે લોન લીધી છે તેઓને પણ સતત જાગતા રહેવું પડશે કારણકે આરબીઆઈ દ્વારા હવે કડક નિયમો અમલમાં મુકાઈ રહ્યા છે. આરબીઆઈ આ વખતે સીબીલ સ્કોર પર એક નિયમ બનાવ્યો છે જેની અસર લોન લેનારા અને નાણાકીય સંસ્થા તેમજ બેંકો પર થશે.

સિબિલ સ્કોર પર સતત નજર | RBI New Rule For Cibil Score

આરબીઆઈ દિવસે ની દિવસે સતત કંઈક ને કંઈક નવા નિયમો જાહેર કરતી રહેતી હોય છે આ વખતે આરબીઆઈનો નવો નિયમ સીબીલ સ્કોર ને લગતો છે.

આરબીઆઈના આ નવા નિયમ મુજબ હવે બેંકો અને એન.બી.એફ.સી. એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓને જણાવ્યું છે કે તેઓ પોતાના ગ્રાહકોના સીબીલ સ્કોર દર 15 દિવસે બદલાવે. હવે દર બે અઠવાડિયે જ આપણા સીબીલ સ્કોર બદલતા રહેશે.

એટલે કે હવે જો ગ્રાહકો સમયસર EMI ભરતા નથી તો 15 દિવસની અંદર જ તેનો સિબિલ સ્કોર ઘટી જશે આ ઉપરાંત જે ગ્રાહકો લોન તેમજ નાણાકીય બાબતમાં રેગ્યુલર રહે છે અને તેનો સિબિલ સ્કોર ઓછો છે તો પંદર દિવસમાં જ તેનો સીબીલ સ્કોર સુધરીને વધી જશે.

તમને ખ્યાલ જ હશે કે લોન લેવા માટે ક્રેડિટ સ્કોર કે સિબિલ સ્કોર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેથી હવે લોન લેવા માટે ગ્રાહકોને સતત પોતાના સીબીલ સ્કોર પર ધ્યાન રાખવું પડશે.

નવા નિયમથી ફાયદો કે નુકશાન

સીબીલ સ્કોરને લઈને આવેલા નવો નિયમ ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ઘણા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. જે લોકોના સીબીલ સ્કોર ખરાબ છે પરંતુ તેઓ ઝડપથી પોતાનો સિબિલ સ્કોર સુધારવા માંગે છે અને સમયસર નાણાકીય બાબતમાં રેગ્યુલર રહે છે.

તો તેઓનો સીબીલ સ્કોર 15 દિવસમાં જ બદલતો હોવાથી સુધરી શકશે. આ ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ અને બેંકો કે જે પોતાના ગ્રાહકોને લોન આપે છે તેઓને ફાયદો થશે.

કારણ કે દર 15 દિવસે સિબિલ સ્કોર બદલાતો હોવાથી તેઓને ખ્યાલ પડશે કે કોણ નાણાકીય બાબતમાં રેગ્યુલર રહે છે જેથી આવી સંસ્થાઓને કોને લોન આપવી અને કેટલા વ્યાજ દર પર લોન આપવી તેનો ઝડપથી ખ્યાલ આવી શકશે.

તો મિત્ર rbi ના આ નવા નિયમ વિશે તમારું શું કહેવું છે શું તમને આ નિયમથી ફાયદો થશે કે નુકસાન કમેન્ટ કરી જરૂર બતાવજો આ ઉપરાંત તમારા કોઈ મિત્ર કે જે લોન વગેરે બાબતમાં સક્રિય છે તો તેઓને આ આર્ટિકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Read More:

Leave a comment