Bank Of Baroda Personal Loan : ₹2,00,000 સુધીની લોન મેળવો એ પણ ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ

Bank Of Baroda Personal Loan : પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા તો કોઈ અટકેલું કામ શરૂ કરવા માટે ઘણીવાર લોન ન જરૂર પડતી હોય છે પરંતુ ઘણીવાર લોન મેળવવામાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. આજે અમે તમને સાવ સરળતાથી કેવી રીતે બેન્ક ઓફ બરોડા દ્વારા પર્સનલ લોન મેળવી શકાય તે વિશેની માહિતી આપીશું.

આ ઉપરાંત બેંક ઓફ બરોડા દ્વારા તમારે પર્સનલ લોન લેવી હોય તો તમે ઘરે બેઠા ફક્ત આધાર કાર્ડ ની મદદથી જ લોન લઈ શકો છો. આ લોન લેવા માટે તમારે કોઈપણ બેંકના ધક્કા ખાવાની જરૂર નથી કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તો ચાલો જાણીએ કેવી રીતે ઘરે બેઠા ફક્ત આધારકાર્ડની મદદથી જ અને મોબાઈલ દ્વારા જ લોન મેળવી શકાય.

અન્ય બેંકના ખાતાધારકો પણ લોન મેળવી શકે | Bank Of Baroda Personal Loan

બેંક ઓફ બરોડા દ્વારા પર્સનલ લોન લેવા માટે જરૂરી નથી કે તમારું બેંક એકાઉન્ટ બેન્ક ઓફ બરોડા માં જ હોય જો તમારું બેન્ક એકાઉન્ટ અન્ય કોઈ બેંક માં હશે તો પણ તમે સરળતાથી બેંક ઓફ બરોડા દ્વારા લોન એપ્લાય કરી શકો છો અને તમારો અટકેલું કામ શરૂ કરી શકો છો.

સામાન્ય રીતે પર્સનલ લોનના વ્યાજદર ઊંચા હોય છે તેથી પર્સનલ લોન લેતા પહેલા તમે જે પણ બેંક દ્વારા પર્સનલ લોન લ્યો છો તેના વ્યાજ દર વિશેની માહિતી મેળવી લેવી. સામાન્ય રીતે પર્સનલ લોનના વ્યાજદર અરજદારના સિબિલ સ્કોર પર પણ આધાર રાખે છે તેથી જો તમારો સીબિલ સ્કોર સારો હશે તો તમને ઓછા વ્યાજ દરે લોન મળી જશે.

ઉપરાંત બેન્ક ઓફ બરોડા દ્વારા પચાસ હજારથી બે લાખ સુધીની નીચે મુજબની રીતથી પર્સનલ લોન આપવામાં આવે છે. જો તમારો સીબીલ સ્કોર સારો હશે તો તમને બે લાખની પણ લોન મળવા પાત્ર થશે પરંતુ જો સિબિલ સ્કોર સારો નહીં હોય તો તમને ઓછી રકમની લોન મળશે.

આ રીતે લોન માટે એપ્લાય કરો

  • ઘરે બેઠા ફક્ત મોબાઇલ દ્વારા જ bank of baroda દ્વારા પર્સનલ લોન લેવા માટે તમારે મોબાઈલ લેપટોપ કે કોમ્પ્યુટરમાં બેંક ઓફ બરોડાની લોન માટેની ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • અહીં માગવામાં આવેલી માહિતી તમારે ભરવાની રહેશે.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને પ્રોસીડ નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને લોન વિશેની માહિતી દેખાશે આ માહિતી ધ્યાનપૂર્વક વાચી અને ફરી પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સમક્ષ લોન માટે અરજી ફોર્મ ખુલી જશે આ અરજી ફોર્મમાં તમારે દરેક વિગત ધ્યાનપૂર્વક ભરવાની રહેશે.
  • ત્યારબાદ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાનું ઓપ્શન આવશે અહીં તમારે જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ આગળ વધશો એટલે તમને OTP E Sign નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓટીપી દાખલ કરવાનો ઓપ્શન આવશે, અહીં તમારા મોબાઇલમાં આવેલો ઓટીપી દાખલ કરવો પડશે.
  • હવે તમે કંટીન્યુ નામના બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક થઈ જશે.

હવે બેંક દ્વારા તમે કરેલી અરજી ની માહિતી અને ડોક્યુમેન્ટસ ની ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ તમે લોન ને પાત્ર હશો તો તમને થોડા જ સમયમાં લોન મળી જશે, ધન્યવાદ.

Leave a comment