How to Find Aadhaar Number Online: આધાર નંબર યાદ નથી અને આધાર કાર્ડ ખોવાઈ જાય તો ફક્ત એક મિનિટમાં આ રીતે આધાર કાર્ડ મેળવો.

How to Find Aadhaar Number Online : એકવાર કલ્પના કરો કે તમને તમારા આધારકાર્ડ નંબર યાદ નથી એવામાં તમારું આધારકાર્ડ ખોવાઈ ગયું અને આ જ સમયે તમારી શાળાએ, કોલેજે કે નોકરીની જરૂરિયાત માટે કઈક ખૂબ જ જરૂરી કામ માટે તાત્કાલિક આધારકાર્ડની જરૂર અને જો આ સમયે તમે તમારું આધારકાર્ડ રજૂ નથી કરતા તો તમારી નોકરી પણ જઈ શકે છે અથવા સ્કૂલ કે કોલેજ નું એડમિશન.

અને હા તમારી પાસે તમારા આધારકાર્ડ નો ફોટો કે કોઈ ઝેરોક્ષ પણ નથી તો આવા સમયે ગમે તેવા મજબૂત મન વાળા માનવી ના હાંજા ગગડી જાય પરંતુ તમારા હાંજા નહીં ગગડે કારણ કે તમે અમારી વેબસાઈટના પ્રિય વાચક છો, અમે તમને આ પરિસ્થિતિમા કેવી રીતે આધારકાર્ડ નંબર યાદ ના હોય તો પણ આધાર કાર્ડ બે મિનિટ મા મેળવી શકાય તેની મહત્વપૂર્ણ માહિતી આપીશું. તો આ આર્ટિકલ છેલ્લે સુધી જરૂર વાચજો.

How to Find Aadhaar Number Online

  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં UIDAI ની ઑફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uid ઓપન કરવી પડશે.
  • હવે અહી તમારે તમારા આધારકાર્ડ મા જે નામ છે તે જ નામ દાખલ કરવાનું છે આ ઉપરાંત તમારે ખોવાયેલ આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો થશે.
  • ઉપરની બે માહિતી દાખલ કર્યા બાદ તમારે કેપચાં કોડ દાખલ કરવાના થશે.
  • હવે તમારે સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ધ્યાન રહે કે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તે નંબર પર ઓટીપી આવી શકે તે માટે પૂરતું બેલેન્સ હોવું જોઈએ.
  • ઓટીપી આવ્યા બાદ, ઓટીપી દાખલ કર્યાની સાથે જ તમારા આધારકાર્ડ ની સંપૂર્ણ વિગત તમારી સામે આવી જશે.
  • અહી થી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશો.

હવે તમે આ ડાઉનલોડ કરેલ આધારકાર્ડની ઝેરોક્ષ કઢાવીને તમે તમારું અટકેલું કામ સરળતાથી કરી શકો છો. અને તમે તમારી નોકરી અથવા સ્કૂલ કે કોલેજ નું એડમિશન રદ થતું થતું અટકી જશે.
આશા રાખું કે તમને આજની માહિતી ઉપયોગી બની હશે તો હવે જો તમારું આધારકાર્ડ ખોવાઈ જાય તો ચિંતા ના કરવી ઉપર મુજબની પ્રક્રિયાથી આધારકાર્ડ ડાઉનલોડ કરી ઝેરોક્ષ કરી શકો છો.

Leave a comment