Interest on Delayed Tax Refund: રિફંડમા મોડું થયું તો સરકાર વ્યાજ સહિત ચૂકવશે, જાણો શું છે નિયમ

Interest on Delayed Tax Refund : જો તમે આઈટીઆર ફાઈલ કરી છે આ ઉપરાંત અન્ય કામ જેવા કે ઈ કેવાયસી જેવા કામ પણ સારી રીતે કાર્ય છે પણ હજુ સુધી તમે રિફંડ નથી મળ્યું તો સરકાર તમને વ્યાજ સહિત રિફંડ ચૂકવશે. કેટલું વ્યાજ મળશે અને કેવી રીતે મળશે તેની જનાકરી માટે સંપૂર્ણ આર્ટીકલ વાંચવો પડશે.

પરંતુ ધ્યાન રહે રિફંડ પર વ્યાજ ત્યારે જ મળશે જ્યારે તમે છેલ્લી તારીખ પહેલાં આઈટીઆર ફાઈલ કર્યો હશે અને નિયત સમય પહેલા ઈ કેવાયસી કર્યું હશે. જો તમે આ કામ નથી કર્યું તો તમને વ્યાજ તો દૂરની વાત રિફંડ પણ નહીં મળે.

આટલું વ્યાજ મળવા પાત્ર થશે | Interest on Delayed Tax Refund

તમારા મન માં પ્રશ્ન મુજવતો હશે કે રિફંડ મળવા માં મોડું થયું તો વ્યાજ તો મળશે પરંતુ કેટલું વ્યાજ મળશે તો ચાલો તમને આ પ્રશ્ન નો જવાબ આપી દવ… જો તમને રિફંડ સમય પહેલા નથી મળતું તો રિફંડ ની રકમ પર વાર્ષિક 6% વ્યાજ મળશે .

આ વ્યાજ તમને 1 એપ્રિલ થી જ્યાં સુધી રિફંડ ના મળે ત્યાં સુધીના સમય માટે મળશે પરંતુ આ રિફંડ પર વ્યાજ તમને ત્યારે જ મળવાપાત્ર થશે જ્યારે રિફંડ ની રકમ તમે ભરેલા ટોટલ ટેક્સ કરતા 10% થી વધુ હશે. જો તમે ભરેલા ટોટલ ટેક્સ ની રકમ મળવાપાત્ર રિફંડ કરતા 10% થી ઓછી હશે તો તમને રિફંડ પર વ્યાજ નહીં મળે.

Read More:

રિફંડ મળવામાં મોડું થાય તો શું કરવું

જો તમે યોગ્ય સમય પહેલા આઈટીઆર ફાઈલ ના કર્યો હોય અથવા આઈટીઆર ફાઈલ કર્યાના એક મહિનાની અંદર ઈ કેવાયસી નથી કરાવ્યું અથવા તો આવક વેરા વિભાગથી આવેલા ઈ મેલ ના જવાબ નથી આપ્યા તો તમને રિફંડ નહીં મળે પરંતુ આ તમામ કામ સારી રીતે કર્યા છે તો તમે નીચેના પગલાં લઈ શકો છો.

સૌ પ્રથમ આવક વેરા વિભાગની ઑફિસિયલ વેબસાઈટ પર જઈ સ્ટેટસ ચેક કરો આ સિવાય તમે રિફંડ માટેની રિક્વેસ્ટ પણ કરી શકો છો. જો તમારે રિક્વેસ્ટ રિજેક્ટ કરવામાં આવે તો તમે ફરિયાદ કરી શકો છો. ફરીયાદ કરવા માટે incometax.gov.in વેબસાઈટ પર જઈ ફરિયાદ કરી શકો છો.

આ ઉપરાંત આવક વેરા વિભાગના ટોલ ફ્રી નંબર 1800-103-4455 પર કોલ કરીને પણ તમે ફરિયાદ કરી શકો છો. આ નંબર પર તમે સવારના આઠ વાગ્યા થી સાંજ ના આઠ વાગ્યા સુધીમાં કોલ કરી શકો છો.

આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી મદદરૂપ થયા હશે અને આવી જ રીતે સરકારી જગતને લગતા સમાચાર અને માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો ઉપરાંત આ માહિતીની જરૂરિયાત જો તમારા કોઈ મિત્રને હોય તો તેને આ આર્ટિકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Leave a comment