નવા નિયમો, હવે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી કરશે તો આજીવન પરીક્ષા પર પ્રતિબંધ અને ₹10,000 દંડ – Common University Act Gujarat

Common University Act Gujarat: વિદ્યાર્થીઓ હવે ચેતી જાવ, કેમકે હવે પરીક્ષાના નિયમોનું પાલન નહીં કરો તો તમે આજીવન પરીક્ષા નહીં આપી શકો આ ઉપરાંત ₹10,000 નો દંડ ભરવો પડશે તેમજ જો વાત વધારે ગંભીર હશે તો તમારા પર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ માટે બનાવેલા આ નવા એક્ટ વિશે.

વિદ્યાર્થીઓ માટે બન્યો નવો એક્ટ | Common University Act Gujarat

પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ગેરરિતી અટકાવવા માટે હવે સરકારે ખૂબ જ કડક સજાઓ ધરાવતો એક્ટ બનાવ્યો છે. વિદ્યાર્થી પરીક્ષામાં ગેરરિતી કરતા પકડાશે તો તેના પર આજીવન પરીક્ષા પર પ્રતિબંધ લાગી શકે છે ઉપરાંત કાનૂની કાર્યવાહી ની પણ આ એક્ટમાં જોગવાઈ કરેલ છે.

તો ચાલો જાણીએ કયા પ્રકારની ગેરરિતી કરવાથી ક્યાં પ્રકારની સજા થશે.

આ નિયમોના ભંગ પર આ સજાની જોગવાઈ

જો વિદ્યાર્થી પરીક્ષા પેપર ના સિલ માં કોઈ છેડખાની કરે છે તો વિદ્યાર્થીને તે વિષયનું પેપર આપવા દેવામાં નહીં આવે ઉપરાંત રૂપિયા 10,000 નો દંડ વસૂલવામાં આવશે આ ઉપરાંત વધુ ગંભીર બાબત માટે કાનુની કાર્યવાહી પણ થઈ શકે છે તેમજ MPEC તે વિદ્યાર્થીને પરીક્ષા આપવા પર કાયમી પ્રતિબંધ લગાવી શકે છે.

પરીક્ષા સમયે વિદ્યાર્થી કોઈ કાપેલી કે બુક સાથે પકડાય છે તો તે વિષયનું પેપર રદ કરવામાં આવશે અને રૂપિયા 2500 નો દંડ ફટકારવામાં આવશે અને વિદ્યાર્થી આ વિષયનું પેપર આગામી પર પરીક્ષા પર જ આપી શકશે.

જો વિદ્યાર્થી જવાબવહી માં પૈસા મૂકે છે તો વિદ્યાર્થીને ₹4,000 નો દંડ ભરવો પડે છે ઉપરાંત તે વિષયનું પેપર રદ કરવામાં આવશે પરંતુ વિદ્યાર્થી આગામી પરીક્ષામાં આ વિષયનું પેપર આપી શકશે.

જો પરીક્ષા આપનાર વિદ્યાર્થી પાસે અન્ય વિદ્યાર્થીને જવાબવહી પકડાય છે તો તે વિષયનું પેપર રદ કરવામાં આવશે ઉપરાંત બંને વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 5000-5000 નો દંડ વસૂલવામાં આવશે. આ વિષયનું પેપર બંને વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં જ આપવા દેવામાં આવશે.

જો વિદ્યાર્થી મોબાઇલ, સ્માર્ટ વોચ વગેરે જેવા ડિજિટલ સાધનો માંથી કોપી કરતા પકડાય છે તો તે વિષયનું પેપર રદ કરવામાં આવશે ઉપરાંત વિદ્યાર્થી પાસેથી ₹4,000 નો દંડ લેવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થી આગામી પરીક્ષા પણ નહીં આપી શકે.

જો વિદ્યાર્થી પરીક્ષામાં બીજા વિદ્યાર્થીના લખાણમાંથી કોપી કરે છે તો તે વિષયનું પેપર રદ કરવામાં આવશે આ ઉપરાંત કોપી કરનાર વિદ્યાર્થીને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને આ રદ થયેલ વિષયનું પેપર વિદ્યાર્થી આગામી પરીક્ષામાં આપી શકશે.

જો વિદ્યાર્થી જવાબવહી પરીક્ષા ખંડની બહાર લઈ જાય છે તો તે વિષયનું પેપર તો રદ થશે પરંતુ વિદ્યાર્થીને બે પરીક્ષામાંથી બાકાત પણ કરવામાં આવશે ઉપરાંત ₹10,000 નો દંડ ભરવો પડશે તે અલગ.

વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ જેવા ડિજિટલ સાધન સાથે પકડાય છે તો તે વિષયનું પેપર રદ કરવામાં આવશે ઉપરાંત ₹3,000 નો દંડ ફટકારવામાં આવશે. આ વિષયનું પેપર વિદ્યાર્થી હવે આગામી પરીક્ષામાં આપી શકશે.

જો વિદ્યાર્થી પરીક્ષામાં સુપરવાઇઝર સાથે જે અન્ય કોઈ વિદ્યાર્થી સાથે ગેર વર્તણુક કે કોઈ ગંભીર વર્તણુક કરે છે તો તે વિદ્યાર્થીને 10000 રૂપિયા નું દંડ ભરવો પડશે ઉપરાંત MPEC તે વિદ્યાર્થી પર કાયમી પરીક્ષા પ્રતિબંધ લગાવી શકે છે

પીએચડી માં વિદ્યાર્થીએ અન્ય કોઈ બુક માંથી કોપી કરીને લખ્યું હશે તો તે વિદ્યાર્થીની ડીગ્રી જ રદ કરી દેવામાં આવશે.

આ ઉપરાંત જો વિદ્યાર્થીઓ માસ કોઈ કેસ માં પકડાય તો દરેક તે સ્ટુડન્ટ્સ નું તે વિષયનું વિષયનું પેપર રદ કરવામાં આવશે ઉપરાંત પકડાયેલા દરેક સ્ટુડન્ટ્સ ને રૂપિયા દસ હજાર-દસ હજાર દંડ આપવાનો રહેશે તેમજ આ સ્ટુડન્ટ્સને આગામી પરીક્ષા આપવા દેવામાં નહીં આવે.

નોંધ : ગુજરાત સરકાર દ્વારા આ એક્ટ યુનિવર્સિટીમાં અપાતી પરીક્ષાઓ પર બનાવ્યો છે. એટલે કે આ એક્ટ ગુજરાતમાં કાર્યરત યુનિવર્સિટીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે છે.

તો વિદ્યાર્થી મિત્રો તમે આ નવા એક્ટ વિશે શું કહેવું છે પરીક્ષાઓમાં થતી ગેરરીતિ માટે આ સજાઓ વ્યાજબી છે કે પછી હજુ ઓછી છે કે આ સજાઓ ખૂબ જ વધારે છે કૉમેન્ટ કરી જણાવી શકો ઉપરાંત તમારા દરેક વિદ્યાર્થી મિત્ર શું થયું? આ માહિતી પહોંચાડવા આ આર્ટીકલ જરૂર શેર કરજો.

Read More:

Leave a comment