Jan Poshan Kendra Yojana: હવે ઘઉં-ચોખા સાથે અમૂલની ખાદ્ય સામગ્રી પણ મળશે, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી

Jan Poshan Kendra Yojana : આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હવે વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં ફેરવવામાં આવી રહી છે, એટલે કે હવે આનું પોષણ કેન્દ્રમાં ફક્ત ઘઉં ચોખાત નહીં પરંતુ નવ પ્રકારની પૌષ્ટિક અને સમતુલિત આહાર ધરાવતી ખાદ્ય સામગ્રી આપવામાં આવશે અને સાથે સાથે અમૂલ નું દૂધ પણ આપવામાં આવશે. જો તમે સરકાર દ્વારા મળતા ઘઉં ચોખાનો લાભ લઈ રહ્યા હોય તો તમારે આ જન પોષણ કેન્દ્ર યોજના વિશેની માહિતી મેળવવી જ જોઈએ, તો ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ.

જન પોષણ કેન્દ્ર યોજના | Jan Poshan Kendra Yojana

Jan Poshan Kendra Yojana નો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના નાગરિકો પૌષ્ટિક આહાર તેમજ સમતોલ આહાર પ્રત્યે જાગૃત થાય તેમજ ભારતના નાગરિકોને સમતુલિત આહાર મળી રહે. તેથી જ આપણા દેશના કેન્દ્રીય મંત્રી દ્વારા દિલ્હી ખાતેથી પ્રહલાદ જોશી આ યોજનાનો પ્રારંભ કર્યો. આ યોજના ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા હાલ આ યોજના ભારતના ચાર રાજ્યમાં પાયલોટ ધોરણે ચાલી રહી છે. તો ચાલો જાણીએ ભારતના કયા ચાર રાજ્યમાં જન પોષણ કેન્દ્ર યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આ ચાર રાજ્યમાં જન પોષણ કેન્દ્ર યોજનાનો પ્રારંભ

ભારતમાં ચાર રાજ્યોની 60 વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્ર પ્રોજેક્ટ સામેલ કરવામાં આવી રહી છે અને ખુશીની વાત એ છે કે આ ચાર રાજ્યમા ગુજરાત રાજ્ય પણ સામેલ છે. નીચેના ચાર રાજ્યમાં વાજબી ભાવની દુકાનોને જન્મ પોષણ કેન્દ્રમાં ફેરવવામાં આવશે.

  1. ગુજરાત
  2. તેલંગણા
  3. ઉત્તર પ્રદેશ
  4. રાજસ્થાન

ઉપરના ચાર રાજ્યોમાં હાલ પાયલોટ ધોરણે વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં ફેરવવામાં આવી રહી છે જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદની 15 વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં બદલાવવાની કામગીરી શરૂ થઈ પણ ચૂકી છે.

Jan Poshan Kendra Yojana ના લાભ

  • વાજબી ભાવની દુકાનોમાં જન પોષણ કેન્દ્ર યોજના દ્વારા 50% થી વધુ પોષણયુક્ત અને પૌષ્ટિક ખાદ્ય સામગ્રી સામેલ કરવામાં આવી રહી છે તેથી વેપારીની આવકમાં વધારો થશે.
  • લોકો પૌષ્ટિક ખાદ્ય સામગ્રી જેથી ખરીદી શકશે તેથી લોકોમાં પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતતા ફેલાશે.
  • જન પોષણ કેન્દ્ર માં ગ્રાહકોને અમુલ જેવી પ્રતિષ્ઠિત કંપનીની ખાદ્ય સામગ્રીઓ પણ મળશે.
  • જાનુ પોષણ કેન્દ્ર યોજના હેઠળ ભારત સરકારના SIDBI વિભાગ દ્વારા દુકાનદારોને ₹50,000 અને ગુ.રા.ના.પુ. નિગમ દ્વારા હાલ 15 દુકાનદારોને રૂપિયા એક લાખની સહાય આપવામાં આવી રહી છે એટલે કે ટોટલ 1.5 લાખ રૂપિયા ની સહાય મળી રહી છે.
  • આ ઉપરાંત પોષણ કેન્દ્રમાં ઘઉં ચોખા સિવાય કઠોળ. દૂધ, મસાલા, ખાદ્ય તેલ વગેરે જેવી ચીજ વસ્તુઓનું પણ વિતરણ થઈ શકે છે.

હાલ આ પ્રોજેક્ટ પાયલોટ ધોરણે કાર્યરત છે પરંતુ જો આ પ્રયોગ સફળ રહ્યો હતો ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં જિલ્લા વાઈજ અમલ કરવામાં આવશે તેમજ સમગ્ર ભારતમાં પણ ધીરે ધીરે જાન પોષણ કેન્દ્ર યોજના અમલમાં મુકાઈ જશે.

આશા રાખું છું મિત્ર, કે તમને આજની માહિતી ઉપયોગી થઇ હશે તેમજ કંઈક નવું જાણવા મળ્યું હશે. જો આવી જ રીતે સરકાર જગતમાં ચાલતા અવનવા ઉપયોગી સમાચાર ની માહિતી મેળવવા ઈચ્છો છો તો અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

UPI Autopay: આ ભૂલ કરી તો ખાતું ખાલી થતા વાર નહીં લાગે, અત્યારે જ આ સેટિંગ ચેક કરી લો

Leave a comment